Last Update : 24-April-2011, Sunday

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૪-૪-૨૦૧૧ રવીવાર
ચૈત્ર વદ સાતમ - ખ્રિસ્તી ઈસ્ટર સન્ડે


દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૨ મિ. (સૂ) ૭ ક. ૦૩ મિ. (મું) ૭ ક. ૦૫ મિ.
જન્મરાશિ ઃ આજે બપોરના ૧૨ ક. ૦૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ આજે ઉત્તરાષાઢા નક્ષત્ર છે.
ગોચર ગ્રહ - મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કન્યા, રાહુ-ધન, કેતુ-મિથુન, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-બપોરના ૧૨ ક. ૦૮ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૭ શાકે ઃ ૧૯૩૩, જૈનવીર સંવત ઃ ૨૫૩૭
વિક્રમ સંવત્સર ઃ શુભકૃત, શક સંવત્સર ઃ ખર, ઉત્તરાયણ ગ્રીષ્મૠતુ
ચૈત્ર વદ સાતમને રવીવાર, ખ્રિસ્તી ઈસ્ટર સન્ડે. વિષ્ટી ૭-૨૭ સુધી.
વડતાલ, સ્વા. મંદીરમાં રણછોડરાયજીનો પાટોત્સવ. નાથદ્વારા, વિઠ્ઠલનાથનો પાટોત્સવ. તા. ૨૪ એપ્રીલ મહિલા અધિકાર દિવસ. વહીવટમાં મહિલા યોગદાન દિવસ. માનવ એકતા દિવસ. ખગોળ, એસ્ટ્રોનોમી દિવસ.
મુસલમાની હિજરીસન ૧૪૩૨ જમાદી ઉલ અવલ માસનો ઓગણીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ આદર માસનો નવમો રોજ આદર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ મહત્વના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સફળતા પ્રાપ્ત કરી શકો. બપોર પછી અગત્યના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય.
વૃષભ ઃ દિવસનો પ્રારંભ પ્રતિકૂળ રહે. પરંતુ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપને સાનુકૂળતા થતી જાય. વિલંબમાં પડેલ કામનો ઉકેલ આવે.
મિથુન ઃ દિવસના પ્રારંભે કામકાજમાં સાનુકૂળતા પ્રગતિ જણાય. દિવસ પસાર થાય તેમ આપને વ્યગ્રતા-બેચેની અનુભવાય. ખર્ચ થાય.
કર્ક ઃ આપની ચંિતા-પરેશાની દૂર થતી જાય. જાહેર-સંસ્થાકીય કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. ધંધામાં ઘરાકી આવી જાય.
સંિહ ઃ રાજકીય-સરકારી કામ અંગે કોઈને મળવાનું થાય. ધંધામાં હરિફાઈનો સામનો કરવો પડે. પુત્ર-પૌત્રાદિક માટે ખર્ચ અનુભવાય.
કન્યા ઃ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપની વ્યગ્રતા-બેચેનીમાં ઘટાડો થતો જાય. તેમ છતાં કોઈ કામ કરવામાં ઉતાવળ ન કરવી.
તુલા ઃ ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. સામાજિક-વ્યવહારિક કામ અંગે બહાર જવાનું થાય. જૂના સ્વજન-સ્નેહિ કે મિત્રની મુલાકાત થાય.
વૃશ્ચિક ઃ દેશ-પરદેશની કાર્યવાહી અંગે મિલન-મુલાકાત-ખર્ચ અનુભવાય. નોકરી ધંધાના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્યમાં શુભકાર્યમાં ખર્ચ થઈ શકે.
ધન ઃ આપના રોજંિદા કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જાહેર સંસ્થાકીય કામમાં, રાજકીય-સરકારી કામમાં ઉતાવળ ના કરવી.
મકર ઃ બપોર સુધી આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. પરંતુ દિવસ પસાર થાય તેમ આપના ઉચાટ-ઉદ્વેગમાં ઘટાડો થતો જાય. ખર્ચ થાય.
કુંભ ઃ આપના કામની કદર-પ્રશંસાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સહકાર્યકર નોકરચાકરવર્ગનો સાથ-સહકાર રહે. સીઝનલ ધંધામાં આવક થાય.
મીન ઃ જમીન-મકાન-વાહનની લે-વેચ અંગેની કાર્યવાહીમાં પ્રગતિ જણાય. ચર્ચા વિચારણા-વાટાઘાટો થઈ શકે. મિત્રવર્ગથી સાનુકૂળતા રહે.

[Top]
 

સુપ્રભાતમ્

એક જ રાજહંસથી સરોવરની જે શોભા થાય છે તે તેની ચારે બાજુ વસનારા હજારો બગલાથી થતી નથી.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

s
યુવક-યુવતીઓમાં પોતાનાં સૌંદર્ય અને દેખાવ પ્રત્યેની જાગરૃકતા ખૂબ વધી ગઈ છે. પરંતુ યુવાનીમાં ડગ માંડતા જ હોર્મોનના ફેરફારના કારણે ચહેરા ઉપર નાની ફોડલીઓ અને ખીલ દેખાવા લાગે. જે ઉંમરે સૌંદર્યપ્રત્યેની સજાગતા વધે એ સમયે જ આ પરિસ્થિતિ ખૂબ અકળાવનારી હોય છે.
ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવાની મથામણમાં જાત-જાતની ક્રીમ, મલમ, ઘરગથ્થુ ઉપચાર અજમાવતા લાગે અને છતાં તેનું કોઈ પરિણામ મળે નહીં. ઉલ્ટાની ક્યારેક પરિસ્થિતિ વધારે વણસી જાય અને ચેહરા ઉપર વધારે ડાઘ પડી જાય. ખીલના વધારે ખાડા અને બ્લેકહેડ્સ થઈ જાય. ખીલની સમસ્યા આંતરિક ફેરફારના કારણે ઊદ્ભવતી હોય છે અને તૈલીય ત્વચા ધરાવતી વ્યક્તિને એ વધારે પરેશાન કરતી હોય છે એટલે આ સમસ્યા માટે માત્ર બાહ્ય ઉપચાર પૂરતા નથી. તમારે ઔષધો દ્વારા આ રોગનો ઉપચાર કરવો જોઈએ.
ખીલ પંદર વર્ષની ઊંમરથી લઈ પાંત્રીસ વર્ષની ઊંમર સુધી થઈ શકે છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં મેનોપોઝ વખતે થતાં અંતઃસ્ત્રાવોના ફેરફાર સમયે પણ ખીલ થતાં જોવા મળે છે. ચેહરા ઉપરાંત ખીલ ગળા, છાતી, પીઠ, કમર, જાંધ સુધી થતા જોવા મળે છે.
ખીલના આકારમાં ઘણી વિવિજ્ઞાતા જોવા મળે છે. ઝીણી ફોડલીથી લઈને મોટા દાણા જેવડા પણ હોય છે. કેટલાક ખીલ આપોઆપ સૂકાઈ જાય તો એકની કહેવત મોટા ખીલ લાલ, વરૃવાળા અને તેમાં આજુબાજુ સામાન્ય સોજો જોવા મળે છે. તેમાં દુઃખાવો પણ થતો હોય છે, બળતરા અને ખંજવાળ પણ આવે છે ખીલને ફોડવાથી કે ખોતરવાથી ત્યાં ખાડા અને ડાઘ પડી જાય છે. ત્વચા ફિક્કી અને કાળી લાગવા લાગે છે. ત્વચા ઉપરની કુદરતી ચમક ગાયબ થઈ જાય છે. ત્વચા ખરબચડી લાગે છે તેની કોમળતા ઓછી થઈ જાય છે. આ ઉપરાંત હાઈપર પીગમેન્ટેશન જેમાં ચહેરા ઉપર બદામી-કાળા ડાઘા પડી જાય અથવા ચેહરા ઉપર કરોળીયા થઈ જાય આ બધી પરિસ્થિતિ ચહેરાના સૌંદર્યને ઘટાડે છે.
આ સમસ્યાઓનો યોગ્ય ઉપચાર કરવો ખૂબ જરૃરી છે અને દરેક વ્યક્તિ માટે આ ખીલનું કારણ અલગ-અલગ હોઈ શકે. હોમિયોપથીમાં આ રોગની ખૂબ સારી સારવાર ઉપલબ્ધ છે. નિષ્ણાંત તબીબ દ્વારા અપાતી યોગ્ય સારવારથી ખૂબ ઝડપથી ફાયદો થાય છે. આ ઉપરાંત હર્બલ સ્કીન પિલીંગ ચહેરા ઉપર લગાવવાથી ત્વચા ઉપર ના ડાઘ, ખાડા અને પીગમેન્ટેશન ઝડપથી દૂર થાય છે.
ખીલ થવાના જુદા જુદા કારણો હોય છે અને એ કારણો મુજબ હોમિયોપથી ઔષધો આપવામાં આવે છે. આ કારણો આ મુજબ છે. તૈલીય ત્વચાના કારણે, માસિકની અનિયમિતતાના કારણે, શરીરમાં થતાં હોર્મોનના ફેરફારના કારણે જૂની કબજીયાત, મરડો કે પાચનની તકલીફના કારણે, શરીરમાં લોહી અને વિટામીનની ઉણપના કારણે, વધારે પડતું તીખું, તળેલું, અથાણાં વગેરે ખાવાની આદત હોય તો પણ ખીલની સમસ્યા સતાવતી હોય છે.
દરેકનું યોગ્ય કારણ જાણ્યા બાદ અપાતી હોમિયોપેથી ઔષધી ખૂબ જ અસરકારક પરિણામ આપે છે. સલ્ફર, એપીસ, પલ્સેટીલા, મરકયુરમ, આર્નીકા વગેરે ઔષધો ખૂબ જ અસરકારક છે.

Top]
 

આજ ની જોક

છગન ઓફિસેથી ઘરે આવ્યો અને કપડાં બદલ્યા વિના સોફામાં લોથ થઈને પડયો. એની પત્ની લીલી માયાળુ હતી. એ ઠંડું દૂધનું શરબત લઈ આવી અને છગનની સામે મૂકતાં મૂકતા બોલી, ''આજે શું બહુ કામ હતું ? તમે ખૂબ થાકી ગયા છો ?''
''હા ડીયર,'' છગન બોલ્યો, ''આજનો દિવસ તો ભયંકર હતો ! ઓફિસનુ કોમ્પ્યુટર બગડી ગયેલું અને અમારે બધાએ જાતે જ વિચાર કરવાનો વખત આવ્યો !''

 

[Top]
 

આજ ની રેસીપી

કાકડી-પાર્સલી-ગાજરનો જ્યુસ

સામગ્રી ઃ ૧ મોટી કાકડી કાપેલી, ૩ ગાજર કાપેલા, ૧ જુડી પાર્સલી.

રીત ઃ બધી જ સામગ્રીને જ્યુસરમાં મિક્સ કરીને એકરસ કરો. થોડો બરફ મિક્સ કરીને ગ્લાસમાં કાઢીને પીરસો.

[Top]
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved