અણ્ણા હજારેના મામલામાં રોજ નવા નવા પરપોટા ફૂટી રહ્યા છે. ‘લોકક્રાંતિ’તો મોટે ઉપાડે થઈ ગઈ ! પણ હવે ‘લોકપાલ’નું શું થવાનું છે ?
આખી વાતમાં રાજકારણના આટાપાટા બહુ અષ્ટમ્પષ્ટમ્ છે ! પરંતુ ટુંકમાં કહેવું હોય તો ૧૭ અક્ષરનાં હાઇકુમાં આમ કહી શકાય...
* * *
‘હજારે’એક
ઈમાનદાર મળે
૧ અબજમાં !
* * *
અને હજારો
બેઈમાન ચરે જ્યાં
સૌ કરોડોમાં !
* * *
લાખે બિચારાં...
લડે છે ટેરવાંથી...
ટિવટર વડે !
* * *
લોકાયુક્ત છે...
લોકપાલ આવે છે...
જો ! હલે છે !
* * *
હા ! હલે છે !!
લ્યા, કંઈ ઘુ્રજે ય છે !
ખખડ્યું છાપું...
* * *
શાંતિ ‘ભૂષણ’
મિડીયા ‘આભૂષણ’ !
ફર્ક સમજ્યા ?
* * *
ભ્રષ્ટને શોધો...
ભ્રષ્ટને જડે ભ્રષ્ટ ?
આઈના હસે !
* * *
ફેરવી ‘તોળે’
રોજ સવારે અણ્ણા
‘કાટલાં’ કોનાં ?
* * *
ક્રાંતિ લાઈવ...!
‘‘યદા યદા ધર્મસ્ય...’’
(શું થયું ?)
...ધર્મ-સંકટ ? ?
* * *
તેજી જગાડી
ફરી નરમ છે આ
નવું ‘બજાર’ !
- મન્નુ શેખચલ્લી