Last Update : 21-April-2011, Thursday

સોના-ચાંદી

શેરબજારના ભાવો ઘરમાં દરેકને સ્પર્શતા નથી પણ સોના ચાંદીના વધતા ભાવો તો ઘરના દરેક સભ્યને સ્પર્શે છે. ઘરમાં સોના-ચાંદીના વ્યવહાર મહદ્‌અંશે ગૃહિણીઓ પાસે હોય છે. સોના-ચાંદીને આપણે ત્યાં સંકટ સમયની સાંકળ તરીકે ગણવામાં આવતી હતી તે આજે બજારોમાં મોખરાના સ્થાને છે.

 

એક સમય હતો કે ચાંદીને બહુ મહત્ત્વ નહોતું અપાતું. સોના-ચાંદીના બજારોને સમાવતા બુલીયન માર્કેટમાં સોનું જ છવાયેલું રહેતું હતું પરંતુ હવેનું માર્કેટ બંનેને હોરાહાર લાવી શક્યું છે. સોના-ચાંદી બંને એકસાથે વપરાતા શબ્દો છે પરંતુ સોનાને જણસનું બીરૂદ મળ્યું હતું.

 

જો કે ચાંદીમાં થઈ રહેલા ઐતિહાસિક ભાવ વધારાએ બુલીયન માર્કેટનો આખો ટ્રેન્ડ બદલી નાખ્યો છે. મઘ્યમવર્ગમાં ૧૦ તોલા સોનું અથવા તો શક્તિ પ્રમાણે સોનું આપવાનો રીવાજ હવે મોંઘો પડે એમ છે. જ્યારે સોનું મઘ્યમવર્ગને પોષાય એમ હતું ત્યારે ચાંદીનો વપરાશ સાંકળા કે વાસણો સુધી સીમીત બની જતો હતો.

 

પરંતુ સોનું-ચાંદી બંને આપીને મઘ્યમવર્ગ હરખભેર લગ્નનો આનંદ લેતું હતું. કેમ કે તેના ખિસ્સાને અથવા તો દેવું કરવાની ક્ષમતા જેટલા ભાવો હતા. લગ્નમાં આ અંગેનું ખાસ બજેટ નક્કી કરાતું હતું. કેટલીક કોમ્યુનીટીમાં ૫૦ થી ૬૦ તોલા સોનું કરીયાવરમાં અપાય છે. આવું સોનું લોકોના ઘેર પડ્યું છે તેનો કોઈ હિસાબ નથી.

 

આપણે ત્યાં સોનું ભાગ્યે જ વેચાય છે. જે છે એેમાં ઉમેરો થાય છે પણ તે વેચાતું નથી એ એક પ્રકારની પરંપરા છે. સોનાના ભાવ વધારા પાછળ વૈશ્વિક ચાલ પણ સમજવા જેવી છે. વિશ્વની સેન્ટ્રલ બેન્કો પોતાના ચલણને સ્થિર રાખવા સોનાની ખરીદી કરી રહ્યા છે.

 

એક સમય હતો કે જ્યારે યુરોપીયન સેન્ટ્રલ બેન્કો સોના બજારમાં સોનાનો પુરવઠો પુરો પાડવા સોનાનું વેચાણ કરતી હતી તે આજે સોનું ખરીદી રહી છે. દેખીતી રીતે જ આ ઉલટી-ગંગા છે. માગ સામે પૂરવઠો ઓછો છે પરિણામે ભાવો ઉંચકાય છે. ચાંદીના ભાવોમાં આશ્ચર્યજનક વધારો થયો છે. જેથી દરેક ઘરમાં તેની ગણત્રી થતી નજરે પડે છે.

 

ગુજરાતી ઘરોમાં સોના-ચાંદીના ઘરેણા એ કોમન ખરીદેલું સોનું છે તેના ભાવો આજની સરખામણીમાં અનેક ગણા વધારે છે. અર્થાત્‌ એક લાખ રૂપિયાનું સોનું આજે વીસ લાખ રૂપિયાનું થઈ ગયું. આ ભાવો ચોક્કસ ગણત્રીના નહીં પણ સંભવિત છે. પરંતુ દરેકે એટલું સ્વીકારવું જોઈએ કે સાચે જ સોનું જણસ બની ગયું છે.

 

સમય ઝળહળતો બની ગયો છે. દરેક પોતાની આ સંપત્તિને નવા ઐતિહાસિક ભાવો સાથે સાંકળવાની જરૂર છે. જેને ત્યાં સંતાનોના લગ્ન આવતા હશે તેમના માટે નવેસરથી સોનું ખરીદવું દુષ્કર બની જશે. સોનાના ભાવો એટલા વઘ્યા છે કે મઘ્યમવર્ગ તેને ખરીદવાનું વિચારી શકે નહીં.

 

જે લોકો લે-વેચનો ધંધો કરે છે તેમના મોટા સોના-ચાંદી નસીબવંતા પુરવાર થયા છે. પરંતુ કોમન મેન માટે આ ભાવો ખરીદી માટેના નથી પરંતુ જોઈને હરખાવવા માટેના છે. કેટલાંક લોકો સંતાનોને ભણાવવા કે મકાન ખરીદવા માટે પણ આ વધતા ભાવોનો ઉપયોગ કરતા જણાય છે.

 

જેને પ્રોગ્રેસીવ વિચાસરણી કહી શકાય. જે બુલીયન માર્કેટ પર ભાગ્યે જ કોઈ નજર રાખતું હતું તે આજે મેન પ્લેયર બની ગયો છે. સોના-ચાંદીના ભાવોમાં થતા ઉછાળા દરેકની સંપત્તિમાં વધારો કરી રહ્યા છે.

પેટ્રોલ ઃ ભાવ વધારો

દિલ્હીના વર્તુળો કહે છે કે પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ પછી તરત પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો આવી રહ્યો છે. આ ભાવ વધારો વધતી મોંઘવારીને વઘુ તીવ્ર બનાવશે. પાંચેય રાજ્યોની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો ઉંચકાયો નથી તે સૌથી મોટા આશ્ચર્યની વાત છે.

 

મોંઘવારીનો મુદ્દો તમિળનાડુની ચૂંટણીઓમાં અગ્રેસર હતો પરંતુ ચૂંટણી-ગીફ્‌ટનું વિતરણ એટલા મોટા પાયે થયું હતું કે તેમાં મોંઘવારીનો મુદ્દો ઉડી ગયો હતો. સરકાર જ્યારે પેટ્રોલના ભાવો વધારે છે ત્યારે હવે પહેલાં જેવા પ્રત્યાઘાતો પડતાં નથી. હવે ડાબેરી પક્ષો પશ્ચિમ બંગાળને સાચવવાની લ્હાયમાં છે તો ભાજપવાળાઓને આંદોલનમાં રસ ઓછો પડે છે.

 

પેટ્રોલના ભાવ વધારાનો કોઈ વિકલ્પ નથી, એ સૌ સમજતા થયા છે. ભારતમાં સૌથી મોટું આશ્ચર્ય એ છે કે ટુ-વ્હીલરનું વેઇટીંગ લીસ્ટ છે અને ફોર વ્હીલરના વેચાણમાં ૧૭ ટકા જેટલો વધારો થયો છે. આ સંજોગોમાં રાજકીય સમિક્ષકો પણ માથું ખંજવાળે એવી સ્થિતિ ઉભી થઈ છે.

 

રાજકીય પક્ષના આંદોલનોમાં પાંખી હાજરી હોય છે એટલે તે જોઈતો પ્રભાવ પાડી શકતા નથી. સરકાર આ ચૂંટણીઓની રાહ જોતી હતી. તેમના માટે તમિળનાડુ અને પશ્ચિમ બંગાળ મહત્ત્વના છે. જો ચૂંટણી સમયે ભાવ વધત તો પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોને એક મુદ્દો મળી રહેત.

 

ત્યાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના જોડાણને ફીફટી-ફીફ્‌ટી ચાન્સ છે. સરકારે આ બઘું ઘ્યાનમાં રાખીને ભાવવધારો પાછો ઠેલ્યો હતો. જો કે ભાવવધારો કોમનમેનના બજેટ પર મોટા ફટકા સમાન નીવડશે.

Share |
  More News
ગુજરાતમાં એન્કાઉન્ટર કેસોની તપાસ માટે એસટીએફની રચના
અદાલતનું અવમાન કરનારને હાઇકોર્ટે ફટકારેલી જેલની સજા
રજનીશરાય સામે કરાયેલી વિપરીત કાર્યવાહી પર 'કેટ'નો સ્ટે
ફરિયાદની ચેડાં કરેલી કોપી દર્શાવી હાઈકોર્ટમાંથી 'આગોતરા' મેળવ્યા
ગરીબોને અપાતો ઘઉંનો લોટ બારોબાર વેચનાર મીલ માલિક જેલના હવાલે
પૂણેની સતત બીજી હાર ઃ મુંબઈએ સાત વિકેટથી વિજય મેળવ્યો
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટરોએ બોર્ડ પાસે ૫ કરોડનું ઇનામ માંગ્યું
શ્રીલંકન ખેલાડીઓએ ૫ મે સુધીમાં IPL છોડી સ્વદેશ પરત ફરવું પડશે
વર્લ્ડ કપમાં ટોચની ૧૦ ટીમોને જ રમાડવી જોઇએઃઓસ્ટ્રેલિયા
  More News
હીરા બજારમાં વધુમાં વધુ કાળું નાણું ફરે છે ઃ ટોચના અધિકારીનો ઘટસ્ફોટ
પોલીસ સાથેના નાના પાટેકરના સંબંધોથી તિગ્માશું ધુલિયાને લાભ
મુંબઈ બની ગયું રાજ્યનું મલેરિયાનું પાટનગર
એમએસઆરટીસીની બસમાં હવે છ સીટો મહિલાઓ માટે અનામત
વાંદરાની ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં ૧૮ ઝૂંપડા ખાખ થયા
સાજિદ ખાનની ફિલ્મની સિકવલમાં રાણી મુખર્જીનું એક આઈટમ ગીત
અમિતાભ બચ્ચનના પાડોશી બનવા અક્ષયકુમાર સહિત અનેક જણાહોડમાં
હવે અમીષા પટેલ નિર્માત્રી બની પોતાના માટે ફિલ્મો બનાવશે
મનમોહન દેસાઈના પ્રોડકશન હાઉસને તેમના પુત્ર-પૌત્રી ફરીથી ધમધમતું કરશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'ફુકુશિમા પાવર પ્લાંન્ટ ન્યુક્લિયર ડેન્જર ઝોન'
ગણિતનો રસથાળ પીરસનાર અધ્યાપક રાવ સાહેબનો ૧૦૩ વર્ષે દેહવિલય
આપણી જીનેટિક પેટર્ન પ્રાચીન છે અને લાઈફસ્ટાઈલ આધુનિક અને કૃત્રિમ બની ગઈ છે... !
સોલર સેલવાળી આધુનિક પર્સ
 

Gujarat Samachar Plus

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું લંડન- પેરિસ કનેક્શન
એક બેચમાં ૩૫ને બદલે ૬૫ સ્વીમર્સને એડમિશન સ્વીમંિગ પૂલ થયા હાઉસફૂલ
સુખ-દુઃખની આપલે કરતા ૪૦ હજાર સિનિયર સિટીઝનોના ફેડરેશન
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved