| Last Update : 21-April-2011, Thursday |
|
|
|
|
|
|
| સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસઃલટકતું ભાવિ |
| |
નવી દિલ્હી, તા.૨૦
વિપક્ષોએ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની માગણી કરી ત્યારથી જ વરિષ્ઠ ભાજપી નેતા મુરલી મનોહર જોશીના અધ્યક્ષપદ હેઠળની પાર્લામેન્ટરી એકાઉન્ટ્સ કમિટી (પીએસી) વારાફરતી એક પછી એક કટોકટીમાં ધકેલાઇ રહી છે.
વડાપ્રધાને જેપીસીસી સમક્ષ ઉપસ્થિત રહેવાની તૈયારી બતાવીને આખા વિવાદને નવો વળાંક આપ્યો, તો જોશીના પીએસી તરફી વલણને કારણે, જેપીસીની માગણી પર અડીખમ ભાજપમાં ખળભળાટ જાગ્યો. જેપીસીની રચના થયા પછી પણ તેના અધ્યક્ષ પી.સી.ચાકોએ લોકસભાના અધ્યક્ષ સમક્ષ રાવ ખાધી કે જેપીસી અને પીએસી બન્ન દ્વારા તપાસ થશે, તો અનેક ગૂંચવાડા સર્જાશે. જોકે, ગયા અઠવાડિયે ફાટી નીકળેલા નવા વિવાદથી પીએસીના ભવિષ્ય સામે નવેસરથી પ્રશ્નાર્થ ઉભા થયા છે. યુપીએ અને એનડીએ વચ્ચેની તકરારને લીધે પીએસી સમક્ષનાં ત્રણ મહત્ત્વનાં નિવેદન રદ કરવામાં આવ્યાં. આ નિવેદનો એટર્ની જનરલ વહાણવટી, કેબિનેટ સેક્રેટરી ચંદ્રશેખર અને વડાપ્રધાનની કચેરીના મુખ્ય સચિવ ટી.એે.કે.નાયરે આપેલા હતા. આ વિવાદ માટેનું મુખ્ય કારણ એ હતું કે પીએસીની મુદત ૩૦ એપ્રિલના રોજ સમાપ્ત થઇ રહી છે. નોંધપાત્ર બાબત એ છે કે ભાજપે વર્તમાન વિવાદ અંગે રહસ્યમય રીતે મૌન સેવ્યું છે. ભાજપ પીએસીના વડા તરીકે ફરીથી જોશીનું નામ મૂકશે કે કેમ એ વિશે પણ શંકા છે.
આવતી કાલે યોજાનારી પીએસીની બેઠકમાં ચર્ચાઓનું આખરી તારણ કાઢીને અહેવાલને છેલ્લું સ્વરૃપ આપવામાં આવે એવી સંભાવના છે. ત્યાર પછી ફરી પીએસીની બેઠક યોજાય એવું લાગતું નથી. કોંગ્રેસી સભ્યોનો મુદ્દો એવો હતો કે પીએસીએ વહાણવટીની પૂછપરછ ન કરવી જોઇએ. કારણ કે તે કેસમાં સાક્ષી હતા અને કેસ સબજ્યુડીસ હતો.
વાંધો ઉઠાવનાર કોંગ્રેસ અને ડીએમકેના સભ્યો ઇચ્છે છે કે પીએસીના અહેવાલમાં મોડું થાય અથવા તેમનો વાંધો નોંધવામાં આવે. એ લોકો કદાચ આ અહેવાલ પર તેમની સહી ન પણ મૂકે. આખરી અહેવાલ ૩૦ એપ્રિલ પહેલાં તૈયાર કરવાનો પ્રયાસ થશે.
પીએસીની અડધો ડઝન નવા સભ્યો સાથેની સમિતિ ૧ મેથી કામગીરી સંભાળશે. માટે વર્તમાન પીએસી ૩૦ એપ્રિલ સુધીમાં અહેવાલ ન આપે તો નવા સભ્યો નવેસરથી કેગના અહેવાલ પર સુનાવણીની માગણી કરી શકે છે.
પીએસી ૩૦ એપ્રિલ પહેલાં અહેવાલ તૈયાર કરીને અધ્યક્ષને સુપ્રત કરે તો પણ એ અહેવાલને જાહેર કરવો કે નહીં, તે અદ્યક્ષની મુન્સફી પર આધારિત રહેશે. એ અહેવાલ જાહેર ન કરવાનું નક્કી કરે, તો અહેવાલ ચોમાસુ સત્રમાં સંસદમાં મૂકાય ત્યાં સુધી રાહ જોવી પડે.
- ઇન્દર સાહની |
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|