Last Update : 21-April-2011, Thursday
સોલર સેલવાળી આધુનિક પર્સ

 

ચાર્જ વગરનો ફોન ડબલું બની જાય છે. મોબાઈલ ફોનની આ મર્યાદા દૂર કરીને હરતા હરતા કે રસ્તામાં પણ મોબાઈલ ફોન ચાર્જ કરી શકાય એ હેતુથી અમેરિકાની આયોવા સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી જો હાઈને કે 'પાવર પર્સ' તૈયાર કર્યું છે.

મીકેનીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતાં ૨૯ વર્ષના હાઈને કે તેના પર્સમાં હીરા તો નહીં પરંતુ સોલાર સેલ અવશ્ય ટાંક્યા છે. તેના કારણે ચાર્જિંગ માટે ખર્ચાતી વીજળી પણ પર્યાવરણનું નુકસાન કર્યા વિના પેદા થઈ શકે છે. એ વધારાનો ફાયદો છે. કાળા રંગના લંબચોરસ આકાર ધરાવતાં આ પર્સને ફોટોવોલ્ટેઈક સેલથી મઢી લેવામાં આવ્યું છે. તેમાંથી પેદા થતો વિદ્યુત પ્રવાહ સરકીટ મારફતે પર્સમાં છૂપાયેલી બે બેટરી અને એક યુએસબી પોર્ટમાં આવે છે. જેને મોબાઈલ સાથે જોડવાથી ચાર્જિંગ શરૃ થઈ જાય છે. આ પર્સની કમાલ એ છે કે તેનાથી ફક્ત મોબાઈલ જ નહીં, આઈપોડ, ડિજિટલ કેમેરા અને પર્સનલ ઓર્ગેનાઈઝર જેવાં ઉપકરણોનું ચાર્જિંગ પણ થઈ શકે છે.

પર્સના પોતાના ચાર્જિંગનો આધાર સૂર્યશક્તિ પર છે. 'પાવર પર્સ'ને તેની પૂરેપૂરી ક્ષમતા સાથે ચાર્જ થવા માટે બે કલાક સુધી સૂર્યપ્રકાશ મળવો જોઈએ. આ રીતે સંપૂર્ણપણે ચાર્જિંગ થયા પછી તે પર્સની બેટરી એક મહિના સુધી ચાલી શકે છે.

પર્સ તૈયાર કરનાર વિદ્યાર્થી હાઈનેકના જણાવ્યા પ્રમાણે પર્સને ઘસરકાની કશી અસર પડતી નથી. એટલે કે તેને છાતીએ ચાંપીને ફરવાને બદલે સામાન્ય પર્સની જેમ જ ઉપયોગમાં લઈ શકાય છે. પર્સમાં કરવામાં આવેલું તમામ વાયરિંગ તેના આંતરિક હિસ્સામાં દેખાય નહીં એ રીતે રાખવામાં આવ્યું છ એટલે તેના દેખાવથી માંડીને વપરાશ સુધીની કોઈપણ બાબતમાં અસુવિધાનો પ્રશ્ન રહેતો નથી. આ વર્ષના અંતભાગમાં બજારમાં મુકનારા પાવર પર્સની કિંમત હાલ ૧૫૦ પાઉન્ડ રાખવામાં આવી છે.

 

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

'ફુકુશિમા પાવર પ્લાંન્ટ ન્યુક્લિયર ડેન્જર ઝોન'
ગણિતનો રસથાળ પીરસનાર અધ્યાપક રાવ સાહેબનો ૧૦૩ વર્ષે દેહવિલય
આપણી જીનેટિક પેટર્ન પ્રાચીન છે અને લાઈફસ્ટાઈલ આધુનિક અને કૃત્રિમ બની ગઈ છે... !
સોલર સેલવાળી આધુનિક પર્સ
 

Gujarat Samachar Plus

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું લંડન- પેરિસ કનેક્શન
એક બેચમાં ૩૫ને બદલે ૬૫ સ્વીમર્સને એડમિશન સ્વીમંિગ પૂલ થયા હાઉસફૂલ
સુખ-દુઃખની આપલે કરતા ૪૦ હજાર સિનિયર સિટીઝનોના ફેડરેશન
 
 
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved