| Last Update : 14-Feb-2011, Monday |
|
|
|
|
|
|
| 'વેલેન્ટાઈન-ડે'ની એબીસીડી... |
| |
આજે વેલેન્ટાઈન-ડે છે. આના માટે વડીલો અને યુવાનો બન્નેની અલગ અલગ એબીસીડી ચાલે છે! પહેલાં વડીલોની એબીસીડી સાંભળો...
A = આ
B = બિમારી
C = ચારે
D = દિશામાં
E = એકદમ
F = ફેલાઈ
G = ગયેલી
H = હોવાથી
I = ઈડિયટો
J = જીવનમાં
K = ખાલીપીલી
L = લવ
M = મહોબ્બતાના
N = નકાબ
O = ઓઢીને
P = પ્રેમની
Q = કવ્વાલીઓના
R = રાગડા
S = સૂણાવતા
T = ટાંટિયા
U = ઉછાળતા
V = વાહિયાત
W = વાયડી
X = 'એકશનો'ની
Y = યેડાગિરીમાં
Z = ઝલાયા છે !
* * *
હવે યુવાનોની એબીસીડી શું કહે છે...
A = અમે
B = બન્ને
C = છોકરા-છોકરી
D = દિલની
E = એક
F = ફાલતું
G = ગલતીનો
H = હૃદયપૂર્વક
I = ઈઝહાર
J = જબાનથી
K = કરીને
L = લવનો
M = મતલબ
N = નાચગાના
O = આઉટીંગ
P = પાર્ટી-પ્રેઝન્ટ્સમાં
Q = ક્વીક
R = રોમાન્સના
S = સેન્સેશનલ
T = ટ્વિંકલીંગથી
U = અલ્ટીમેટલી
V = વિશીયસ
W = વેસ્ટફૂલ...
X = 'એકઝામો'ની
Y = યાતનાઓને
Z = ઝેલીએ છીએ !
- મન્નુ શેખચલ્લી
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|