ગુજરાતની ગામઠી સંસ્કૃતિ અને વન્યજીવોને ગોવાના કમલદેવ પંડિતે માટીકામ દ્વારા અદ્ભૂત ટેરાકોટા પોટ બનાવ્યા છે. તેમાંના બનાવેલા પોટમાં સુપડામાં અનાજ વીણતી ગામડાની કન્યા, પદમણી સ્ત્રી, માનવીય ચહેરા, લેમ્પ, કુડા, શંખ, દેડકા, કાચબા, ગાય, ઘોડા, હાથી, ફીગર સિરામિક, ટોટેજ, ફેટ પોટ, લોટઝ, મ્યુરલ્સ પોટ વગેરેમાં માટીકલાની અદ્ભૂત કારીગરી જોવા મળે છે. આ ટેરાકોટ પોટની કિંમત ૫૦થી માંડીને ૩૫૦૦ સુધી છે.
ગોવામાં બનતા માટીના ટેરાકોટા પોટમાં તમામ રાજ્યોની ગ્રામિણ સંસ્કૃતિને અનુલક્ષીને પોટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત વિદેશમાં અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ ટેરાકોટા પોટ વેચાય છે. ગોવામાં ટેરાકોટા પર કામ કરતા ૨૦ કારીગરો છે. જેઓ વન્યજીવો અને ગ્રામીણ સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને માટીના રમકડાં બનાવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિસરાતી જતી ગ્રામીણ સંસ્કૃતિને ફરીથી જીવિત કરવી તથા પરંપરાગત આભૂષણોને માટીકામ દ્વારા જીવંત કરવા. વર્ષો પહેલા માટલાને વિવિધ આભૂષણો દ્વારા શણગારવામાં આવતા હતા. મોટે ભાગે ગામડામાં આ પ્રકારના માટલા વધારે જોવા મળતા હતા, પરંતુ આધુનિક સમયમાં ગામડામાં પણ આ પ્રકારના માટલા જોવા મળતા નથી. પરંતુ ગોવાના માટીકામ કરતા કારીગરોએ ફરીથી વિસરાઇ ગયેલી ગ્રામીણ સંસ્કૃતિને અદ્ભૂત રીતે પોતાના કલા કારીગરીમાં વર્ણવી છે. આ અંગે કમલ દેવ પંડિત કહે છે કે, ગ્રામીણ સંસ્કૃતિ અને વન્યજીવો અસ્તિત્વ જોખમાય છે. તેથી સંસ્કૃતિને ટકાવી રાખવા તથા આપણી સંસ્કૃતિમાં કેટલી સૌંદર્યતા છે તે લોકો સમક્ષ પહોંચાડવા માટે અમે તમામ રાજ્યના ગામઠી સંસ્કૃતિ તથા વન્ય જીવોને ટેરાકોટા પોટમાં વર્ણવીએ છીએ.