| Last Update : 14-Feb-2011, Monday |
|
|
|
|
|
|
| પાંચ વર્ષ સુધી ખર્ચ સ્થગિત કરવાનો ઓબામાનો પ્રસ્તાવ |
|
(પી.ટી.આઈ.) વોશિંગ્ટન, તા. ૧૨
અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ જણાવ્યું હતું કે વાર્ષિક આંતરિક ખર્ચને આગામી પાંચ વર્ષ સુધી સ્થગિત કરી દેવાથી આગામી દશક દરમિયાન દેશની ખાધમાં ૪૦૦ અબજ ડોલર જેટલો ઘટાડો થશે.
બેકાબુ બનેલી ખાધમાં ૪૦૦ અબજ ડૉલરનો ઘટાડો કરવા બજેટમાં કરકસરનાં પગલાં લેવાશે
ઓબામાએ જણાવ્યું હતું કે તેઓ જે યોજનાની ખાસ કાળજી રાખતા હતા તે સહિતના વાર્ષિક આંતરિક ખર્ચને બજેટમાં આગામી પાંચ વર્ષ સુધી સ્થગિત કરતા દેશની ખાધમાં ઘટાડો કરવામાં ઘણી મોટી મદદ મળી રહેશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારે ખર્ચને સ્થગિત કરવાથી ખર્ચ સૌથી નીચેના સ્તર સુધી પહોંચી જશે. નકામા ખર્ચમાં ઘટાડો કરવા માટે ઓબામા વહીવટી તંત્રએ બજેટમાં કાપ મૂકયો છે.
અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર હસ્તકની અનેક ઇમારતોની કોઇ જરૃર નહોતી તેથી એ ખાલી પડી રહેતી હતી. જેના પગલે સરકારે તેનાથી છૂટકારો મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. બીજી બાજુ દરેક વ્યકિતએ તેમના ભાગની ફરજ બજાવવી પડશે તેથી તેમણે મહેનતુ સરકારી કર્મચારીઓના પગારો સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. રાજકારણના કારણે દેશની ખાધમાં વધારો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ ઓબામા વહીવટી તંત્રએ પગલા ભરવાનું નક્કી કર્યું છે.
અંદાજે એક દશક સુધી દેશની ખાધમાં વધારો કર્યા બાદ હવે આગામી બજેટમાં વોશિંગ્ટનને તેની મર્યાદામાં રહેવાની સાથે દેશના ભવિષ્ય માટે રોકાણ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ વખતના બજેટમાં દેશના બિનજરૃરી અને અનિવાર્ય ન હોય તેવા ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો છે. આવા પગલા ભરવાની અમેરિકાને તાતી જરૃરીયાત હોવાનું પણ ઓબામાએ જણાવ્યું હતું.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|