એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર સમીક્ષા હેઠળના (૪થી ૧૦ ફેબ્રુઆરી) સપ્તાહ દરમિયાન યુરો, બ્રિટીશ પાઉન્ડ, યેન અને ડોલરના કરન્સી વાયદાઓમાં ૨,૮૪,૧૬૮ સોદામાં કુલ રૃ.૫૮,૫૬૬.૪૬ કરોડની કિંમતનાં ૧,૨૬,૬૨,૨૭૬ લોટનું ટર્નઓવર નોંધાયું હતું.
યુરોના વાયદાઓમાં ૩૯,૦૦૬ સોદામાં રૃ.૧,૯૪૧.૯૪ કરોડનાં ૩,૧૨,૨૯૫ લોટનું કામકાજ થયું હતું. ૨૪ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૨.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૨.૪૨ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૬૨.૮૦ અને નીચામાં રૃ.૬૧.૭૫ બોલાયો હતો. ફેબ્રુઆરી વાયદામાં રૃપિયો યુરો સામે ૫૭ પૈસા વધ્યો હતો.
બ્રિટીશ પાઉન્ડના વાયદાઓમાં ૧૫,૬૨૮ સોદામાં કુલ રૃ.૫૩૪.૪૦ કરોડનું ૭૨,૭૧૭ લોટનું વોલ્યુમ નોંધાયું હતું. પાઉન્ડનો ૨૪ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૭૪.૧૧ ખૂલી, ઊપરમાં રૃ.૭૪.૧૧ અને નીચામાં રૃ.૭૨.૮૯ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૃ.૭૩.૫૬ બંધમાં રહ્યો હતો. પાઉન્ડના ફેબ્રુઆરી વાયદામાં ૬૧ પૈસાનો સુધારો રૃપિયામાં રહ્યો હતો.
યેનના વાયદાઓમાં ૯,૫૭૪ સોદામાં રૃ.૩૬૮.૩૨ કરોડનાં ૬૬,૨૩૭ લોટનાં કામ થયાં હતાં. યેનનો ૨૪ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૫૬.૦૮ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૫૫.૪૦ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૃ.૫૬.૧૪ અને નીચામાં રૃ.૫૫.૦૪ના સ્તરને સ્પર્શ્યેે હતો. યેનના ફેબ્રુઆરી વાયદામાં રૃપિયો ૫૧ પૈસા મજબૂત હતો.
ડોલરના વાયદાઓમાં ૨,૧૯,૯૬૦ સોદામાં રૃ.૫૫,૭૨૧.૮૦ કરોડનું ૧,૨૨,૧૧,૦૨૭ લોટનું વોલ્યુમ નોંધાયું હતું. ડોલરનો ૨૪ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૪૫.૮૧ ખૂલી, ઊંચામાં રૃ.૪૫.૮૫ અને નીચામાં રૃ.૪૫.૩૮ના સ્તરે રહી સપ્તાહના અંતે રૃ.૪૫.૮૨ બંધ રહ્યો હતો. ડોલરના ફેબ્રુઆરી વાયદામાં રૃપિયો ૬ પૈસા ઢીલો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્તાહના પ્રારંભે તા.૪ ફેબ્રુઆરીએ રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૪૫.૬૪, યુરો સામે રૃ.૬૨.૨૪, બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૭૩.૮૯૩૨ અને ૧૦૦ યેન સામે રૃ.૫૫.૯૧નો ઠરાવ્યો હતો, જે સપ્તાહના અંતે તા.૧૦ ફેબ્રુઆરીએ રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૪૫.૫૮, યુરો સામે રૃ.૬૨.૪૧, પાઉન્ડ સામે રૃ.૭૩.૩૬૫૬ અને ૧૦૦ યેન સામે રૃ.૫૫.૧૯નો નિશ્ચિત કરાયો હતો.