રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઊદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજનો ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ.લ.ઈ.) The Hermit - ધ હેરમીટનું કાર્ડ વિદેશ યાત્રા માટે કોઈ અવરોધ સર્જાયેલ હોય તો તેનો માર્ગ મેળવી શકવાનું સૂચવી જાય છે. જીવનસાથી સાથે ટુંકી મુસાફરી થશે. કૌટુંબિક દ્રષ્ટિએ કોઈ સમસ્યા સર્જાયેલી હશે તેનો સુખદ ઊકેલ આવશે. આવકમાં વધારો જોવા મળશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૪, ૧૫. શુભ.
વૃષભ (બ.વ.ઉ.) Three of swonds - થ્રી ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ તમારામાં હતાશા ઊદ્ભવે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત કરી રહ્યા હો તો નકારાત્મક વિચારો આવશે. આરોગ્ય માટે સામાન્ય તકલીફ જણાશે. વધુ પડતો આત્મવિશ્વાસ કોઈપણ કાર્ય માટે નુકશાનકારક નીવડી શકે. તા. ૧૨, ૧૩. શુભ.
મિથુન (ક.છ.ઘ.) The Magician - ધ મેજીસીયનનું કાર્ડ તમારા દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ રાખવા સૂચવી જાય છે. નવી તક તમારા વ્યવસાયક્ષેત્રે મેળવી શકશો. અવિવાહિત હોય તેઓને વિવાહ-લગ્ન માટે યોગ્ય પસંદગીની તક પ્રાપ્ત થશે. ભાગીદારી સંબંધિત બાબતો ફાયદાકારક નીવડશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૪, ૧૫ શુભ.
કર્ક (ડ.હ.)ઃ The Tower - ધ ટાવરનું કાર્ડ તમારા શુભ ભાગ્ય પરિવર્તન માટે સંજોગો ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. મિત્રો અને વડિલોનો સહકાર પ્રાપ્ત થશે. યશ મેળવી શકો તેવી ઘટના બનશે. તમારા વિલંબમાં પડેલા કાર્યોને ઊકેલી શકાશે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩. શુભ.
સિંહ (મ.ટ.) ઃ Five of swords - ફાઈવ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ સમયનો સદ્ઉપયોગ કરવા અને જે કોઈ કાર્યો માટે વિચારી રહ્યા હો તેનો તાત્કાલિક અમલ કરવા સૂચવી જાય છે જે તમને અણધારી સફળતા આપશે. સંતાનોની કારકિર્દી માટે મહત્ત્વનાં નિર્ણય લઈ શકશો. મિત્રો સહાયક બનશે. તા. ૧૨, ૧૩, ૧૪, ૧૫. શુભ.
કન્યા (પ.ઠ.ણ.) ઃ The Moon ધ મૂનનું ઊલટું આવેલું કાર્ડ તમને હાલ પૂરતું નવા નિર્ણયો ન લેવા સૂચવી જાય છે. કોઈપણ કાર્યની શરૃઆત કરી રહ્યા હો તો ઊતાવળા ન બનવું. કૌટુંબિક બાબતો મહત્ત્વની બનશે. સ્થાવર સંપત્તિ માટે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે. ધાર્મિક યાત્રા થઈ શકશે. તા. ૧૪. ૧૫. શુભ.
તુલા (ર.ત.) ઃ The chariot - ધ શેરીઓટનું કાર્ડ તમારા અગત્યનાં કાર્યોની સફળતા માટે વધુ પુરૃષાર્થ કરવા સૂચવી જાય છે જે ઝડપી પરિણામ આપી શકશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ આવી હશે તેમાં રાહત જણાશે. દૂર વસતા સ્નેહીજનો અંગે સમાચાર મળશે. સહકુટુંબ ટુંકી મુસાફરી માટે આયોજન કરી શકશો. તા. ૯, ૧૦, ૧૧. શુભ.
વૃશ્ચિક (ન.ય.) ઃ Temperance - ટેમ્પેરન્સનું કાર્ડ તમારા નિશ્ચિત કરેલા કાર્યો માટે આગળ વધવા સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. નાણાંકીય રીતે કોઈ તકલીફ આવેલી હશે તો તે દૂર થઈ શકશે. નવી ચીજવસ્તુઓની ખરીદી થશે. જીવનસાથી સાથે કોઈ ગેરસમજ ઊદ્ભવેલી હોય તો તે દૂર થઈ શકશે. તા. ૯, ૧૧, ૧૧, ૧૨, ૧૩. શુભ.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ Six of coins - સીક્સ ઓફ કોઈન્સનું કાર્ડ તમને વધુ પડતા લાગણીશીલ ન બનવા સૂચવી જાય છે. મિત્રો અને વડિલ વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત થશે. એકાદ ઘટના તમારા માનસન્માનમાં વધારો કરશે. એકાદ અગત્યનાં કાર્યમાં અણધારી સફળતા પ્રાપ્ત થશે. આરોગ્ય સારૃં જળવાઈ રહેશે. તા. ૧૨, ૧૩, ૧૪, ૧૫. શુભ.
મકર (ખ.જ.) ઃ Five of swords - ફાઈવ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ ભાવિ નિશ્ચિત છે અને બનવા કાળ જે બનવાનું છે તે બનીને જ રહે છે તેની પ્રતિતિ કરાવતો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. તમારા વ્યવસાયક્ષેત્રે નવાં ફેરફારો થશે. સંતાનોની કારકિર્દી માટે નિર્ણયો લઈ શકાશે. સ્હેનીજનો સાથેની મુલાકાત મહત્ત્વની બની રહેશે. તા. ૧૪. ૧૫. શુભ.
કુંભ (ગ.શ.સ.ષ.) ઃ The Sun - ધ સનનું કાર્ડ કૌટુંમ્બિક કાર્યોમાં યશ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સ્થાન પરિવર્તન કરી રહ્યા હોય તેઓને માટે લાભદારક પરિસ્થિતિ ઊદ્ભવશે. નવું મકાન ખરીદવા ઈચ્છતા હોય તેઓને યોગ્ય પસંદગીનું મકાન મળી શકશે. વડિલ વ્યક્તિઓ સાથે સામાન્ય મતભેદ ઊદ્ભવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તા. ૯, ૧૦, ૧૧. શુભ.
મીન (દ.ચ.ઝ.થ.)ઃ Four of swords - ફોર ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ તમને રોજિંદા જીવનમાં થાક વર્તાઈ રહ્યો હોય તો ટૂંક સમય માટે આરામ કરવા સૂચવી જાય છે. તમારા રોજિંદા કાર્યોમાં કોઈ વધારાની જવાબદારીઓ ઊભી ના કરશો નહિ તો મુશ્કેલીમાં મૂકાવું પડશે. ટુંકી મુસાફરી તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે. તમારા નોકરી-વ્યવસાયક્ષેત્રે નવાં ફેરફારો આવશે. તા. ૧૨, ૧૩. શુભ.
- ઈન્દ્રમંત્રી
|