Last Update : 05-Feb-2011, Saturday
મેડિકલ ટુરિઝમ પછી આયુર્વેદ ટુરિઝમ વિદેશીઓને આકર્ષે છે
- લેટીન અમેરિકામાં આવેલા ચીલીના પંદર સ્ટુડન્ટ્સ આયુર્વેદ વિજ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે અમદાવાદમાં આવ્યા છે. તેઓ ભારતીય આયુર્વેદ સાહિત્યનો અભ્યાસ કરીને પોતાના દેશમાં આયુર્વેદને પ્રમોટ કરવા માટે પ્રયત્નશીલ છે

આયુર્વેદનું શિક્ષણ મેળવવા માટે ચીલીથી પંદર સ્ટુડન્ટ્સ અને જર્મનીથી બે સ્ટુડન્ટ્સ છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં આવ્યા છે. ચીલી લેટીન અમેરિકાનો નાનકડો દેશ છે. અને આ સ્ટુડન્ટ્સ ચીલીના સાન્ટિયાગો શહેરમાંથી આવ્યા છે. તેઓએ પોતાની કન્ટ્રીમાં આયુર્વેદનું જે શિક્ષણ મળ્યું તે મેળવીને હવે આયુર્વેદને વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે અમદાવાદમાં આવ્યા છે. તેઓ માત્ર સ્પેનિશ ભાષામાં સમજી શકે છે. આયુર્વેદના વિજ્ઞાનને સમજવાની લગન હોવાને કારણે તેઓ પોતાની સાથે ઈંગ્લીશ- સ્પેનિશ ટ્રાન્સલેટર લઇને આવ્યા છે.

ચીલીથી આવેલી લૈલા ડેંસા કહે છે કે, અમે આયુર્વેદના પાઠ શીખવા માટે બીજી વખત ભારતમાં આવ્યા છીએ. આયુર્વેદ જીવન જીવવા માટેનો સિમ્પલ રસ્તો છે. અને મારા મતે ચરક સંહિતા આયુર્વેદનો સૌથી બેસ્ટ ગ્રંથ છે. લૈલા પોતે ચીલીમાં આયુર્વેદને પ્રમોટ કરવા માટે આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.

મહત્ત્વની વાત એ છે કે આ બઘા પોતે શાકાહારી છે અને તેઓ આલ્કોહોલિક ડ્રિન્ક પણ નથી પીતા. આ અંગે કરિના અરેન્ગિઝ કહે છે, આયુર્વેદ જીવવા માટેનું વિજ્ઞાન છે. અને ભારતમાં હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓએ આયુર્વેદની શોધ કરી હતી. તેથી ભારતમાં અમે આયુર્વેદને મૂળમાંથી સમજવા માટે આવ્યા છીએ, અને જીવવા માટેનો ઓરિજનલ રસ્તો આયુર્વેદ જ છે. આયુર્વેદ શીખવા માટે આવેલા એન્ડિસ સુરખોફ કહે છે કે, મને ઇન્ડિયન ફૂડ, બ્યુટી, કોન્ટ્રાસ્ટ અને ઇન્ડિયન કલ્ચર ખૂબ જ ગમ્યું છે. અને અમે અમારા દેશમાં આયુર્વેદને વધારે સારી રીતે પ્રમોટ કરવા માગીએ છીએ.
ભારતમાં પુષ્કળ પ્રમાણમાં આયુર્વેદિક સાહિત્ય ઉપલબ્ધ છે. આ અંગે જર્મનીના હેમ્બર્ગ શહેરમાંથી આવેલી માર્ટીના કોબ્સ અને એલેક્સ કહે છે કે, અમે જર્મનીમાં આયુર્વેદ અને યોગને પ્રમોટ કરીએ છીએ.
આયુર્વેદિક કુકિંગ સિમ્પલ અને ફાસ્ટ છે. માર્ટીના પોતે આયુર્વેદ ટિચર છે અને ન્યુટ્રિશન કુકિંગ કંપની પણ ચલાવે છે. એલેક્સ જર્મનીમાં ૧૪ વર્ષથી યોગા શીખવે છે. તેઓ કહે છે કે, જર્મનીમાં લોકો હેલ્થ માટે વઘારે કોન્સિયસ છે.

 

 

Share |
  More News
વ્યક્તિગત જાહેરખબર કરનારા ખેલાડીઓને વર્લ્ડ કપમાંથી હાંકી કઢાશે
૨૦૦૭ના વર્લ્ડકપમાં બેટિંગ ઓર્ડર બાબતે તેંડુલકર જોડે મતભેદ થયેલો
વર્લ્ડ કપમાં રમવા માટે ફિટ થઇ ગયો છુંઃ સેહવાગ
પાકિસ્તાને આખરે આફ્રિદીને વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ચાલુ રાખ્યો
મુંબઇમાં દર સોમાંથી આઠ યુવાનો કુંવારા રહી જશે
નાશિકમાં ૧.૩૫ પૈસે કિલોના ભાવે વેપારીઓ કાંદા ખરીદવા તૈયાર થતા ઉત્પાદકો વિફર્યા
સરકારની ગુલાંટ તમાકુ વિરોધી ઝુંબેશ માટે ફટકા સમાન - ડૉક્ટર
જ્યોતિષશાસ્ત્ર સામેની જનહિત અરજી હાઇ કોર્ટે ફગાવી દીધી
ભારતીય ક્રિકેટરોને વર્લ્ડ કપ જીતવા કરતાં વિજ્ઞાાપનની આંધળી આવકમાં રસ
  More News
ભારતે તેના અર્થતંત્રને વધુ ખુલ્લું કરવાની જરૃર ઃ યુ.એસ.
ઓબામા સાથે સોદાબાજીના પગલે મુબારક હોદ્દો છોડે તેવી શક્યતા
બ્રિટનમાં ઘરઆંગણેના આત્મઘાતી બોમ્બરો ત્રાટકવાનો ગંભીર ખતરો
પાક.માં ધર્મનિંદાના કાયદામાં સુધારાનો ખરડો પાછો ખેંચાયો
દુનિયામાં પ્રતિ ૧૦માંથી એક વ્યક્તિ મેદસ્વીતાથી પીડિત
રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોને મોલમાં રૃપાંતરિત કરવા ચર્ચા
કોર્મશિયલ ટેક્સ કચેરીમાં ૬૭ દિવસ વેબસાઈટ બંધ રહી છતાં મોડા રિટર્ન મા ટે દંડ !
૨૦૦૧ના ઇમ્પેક્ટ ફી કાયદાના અમલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર
ગુજરાતની ૧૧ યુનિવર્સિટીઓને અનામતનીતિનો અમલ કરવા આદેશ
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

ટેબ્લેટ પીસી ઃ
ભારતનું જીએસએલવી- એફ૦૬ નિષ્ફળ જતાં નિરાશા
મેલેરિયાના મચ્છરો માટે વાયરસ
તીખાં મરીથી ગરમીમાં વધારો
પૃથ્વી પર પ્રતિવર્ષ ૧.૫ ટકાના દરે જંગલો નષ્ટ થઈ રહ્યા છે.
 

Gujarat Samachar Plus

પેડલ વડે કપડા વોશ કરીને કેલેરી કાપો
ક્રિએટિવ સ્ટુડન્ટ્સ માટે સેપ્ટમાં શરૂ થશે ‘પરસ્પર’ ફોરમ
ઓછી મહેનતે વઘુ મળી જવાથી ટિનેજર્સની સહન શક્તિ ઘટી રહી છે
મેડિકલ ટુરિઝમ પછી આયુર્વેદ ટુરિઝમ વિદેશીઓને આકર્ષે છે
 
lagnavisha
archive
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved