Last Update : 16-Jan.-2011, Sunday

આપણા વેદોમાં અદ્યતન વિજ્ઞાન

* અંગ્રેજોએ એને બકવાસ ગણાવ્યું એટલે આપણા ‘‘વિદ્વાનો’’ પણ અક્કલ વાપર્યા વિના અંગ્રેજોનું ગુલામપણું હજી પણ છોડ્યા વિના વેદોને તિરસ્કૃત કરે છે

* વેદોમાં વાપરેલા સંસ્કૃત શબ્દના એક એકના પાંચ-દસ અર્થ થાય છે પણ કોઇએ એમાં વિજ્ઞાનને ન જોયું! (અંગ્રેજોને તો જોવું જ નહોતું)

* વેદોમાં ગણિત પણ છે, અઘ્યાત્મ પણ છે આરોગ્ય પણ છે અને પર્યાવરણ પણ છે

* વેદોમાં બીગબેંગની વાત છે, બ્લેકહોલની વાત છે, કોસ્મીક સુપની, આઈન્સ્ટાઈનના ટાઈમ તથા ઈલેકટ્રોન,
પ્રોટોન વગેરેની પણ વાત છે

* સોમ, ઈન્દ્ર, અપ્સરા, રાક્ષસ, જેવા શબ્દોનો વેદમાં કરેલો
અર્થ આપણે સમજ્યા જ નથી

આપણને ગુલામ કરવા અને ગુલામમાં જ અંગ્રેજોએ આપણા સંસ્કારો, આપણા સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણા ઈતિહાસ આપણી પરંપરા વગેરે ઉપર જે પ્રહારો કરેલા એ દરેક વિજેતા કરતા હોય છે. એમાં નવાઇ નથી. પણ આપણા જ વિદ્વાનો, આપણા જ ઈતિહાસકારો, આપણા જ સંસ્કારદાતાઓ, આંખો ઉપર ડાભલા ચઢાવીને અંગ્રેજોએ કહેલું, લખેલું, શીખવેલું, ભણાવેલું... એને જ પ્રમાણભૂત માને એવી માનસગુલામી જરા પણ ચલાવી લેવાય નહીં.

અંગ્રેજોએ શીખવેલું, ભણાવેલું એ ગુલામીનું શિક્ષણ, ભ્રમજાળ, તોડવા ‘‘નેટવર્ક’’ વર્ષોથી પોતાની રીતે પ્રયત્ન કરે છે. સામાન્ય વાચક, આપણા દેશનો અદનો આદમી એનો આવકાર્ય પ્રતિભાવ આપે છે.
અંગ્રેજોએ દા.ત. આપણને એવું શીખવ્યું કે વેદો તો ‘‘બોગસ’’ છે એટલે વર્ષો સુધી આપણે વેદોને (‘‘આપણે’’ એટલે આપણા કહેવાતા ‘‘વિદ્વાનો’’ અને ‘‘ઈતિહાસકારો’’એ) તિરસ્કૃત કર્યા. સ્વામિ દયાનંદ સરસ્વતી કે સ્વામી સહજાનંદ સ્વામી કે શંકરાચાર્યો વગેરેએ વેદમાં રહેલા આઘ્યાત્મ ઉપર પ્રકાશ ફેંક્યો.

બાકી વેદ એ મહાન ગ્રંથ છે, વિશ્વનો પહેલો ગ્રંથ છે, વગેરે તો અમેરિકાના વિદ્વાનોએ કહ્યું... તો પણ જોકે અંગ્રેજોએ તો એમનો આપણા માટેનો ગુલામીનો ભાવ નથી છોડ્યો.
એ અમેરિકનોએ વેદમાં રહેલા ‘‘યોગ’’ને બહાર કાઢ્યો તો કેટલાક વેદોમાં રહેલા ગણિતને બહાર લાવ્યા. એ ગણિત આધારિત ‘‘મજાનું ગણિત’’ નામનું મેગેઝીન ડો. હર્ષદ એ. પટેલે પ્રગટ કર્યું જેમાં વેદોમાં બતાવેલા ‘‘સૂબ્બ સૂત્ર’’ વિષે લેખો આપ્યા.

તો વેદોમાં રહેલા અદ્યતન વિજ્ઞાન અને ટેકનીકલ જ્ઞાનને પ્રકાશમાં લાવવાની મહેનત રાજકોટના ડો. નીલરત્ન મહેતાએ કરી. એમણે વેદોના એકેએક સુક્તોમાં રહેલા વિજ્ઞાનને પ્રકાશમાં લાવવાની જહેમત ઉઠાવી છે. વેદો વિષે ઘણું લખાયું છે પણ એમાં સંતાયેલા આ પાસાને કોઇ બહાર લાવ્યું નથી. શંકરાચાર્ય, દયાનંદ અને સહજાનંદના કારણે વેદોને આપણે બધા ધાર્મિક ગ્રંથ ગણવા લાગ્યા.

સંસ્કૃત ભાષાની વિશિષ્ટતા અને તકલીફ એ છે કે એના એકેએક શબ્દના થતા પાંચથી દસ જાતના અર્થ! દુનિયાભરની ભાષાઓમાં એકાદ શબ્દના બેત્રણ અર્થ હોય શકે છે પણ પાંચથી દસ અર્થ એક જ શબ્દના હોય એ તો સંસ્કૃતમાં જ છે.

દા.ત. સોમ શબ્દનો અર્થ છે. અંગ્રેજોએ પોતાના સંસ્કારો પ્રમાણે ‘‘સોમ’’ શબ્દનો અર્થ ‘‘દારૂ’’, ‘‘શરાબ’’ કર્યો એટલે આપણા ‘‘વિદ્વાનો’’એ પોતાની અક્કલ વાપર્યા વિના, અંગ્રેજોના અને અંગ્રેજીના ગુલામ હોય એ પુરવાર કરવા ‘‘સોમ’’નો અર્થ ‘‘દારૂ’’ ઠઠાડી દીધો! અરે, ભલા માણસો, અંગ્રેજોને તો સંસ્કાર જ જૂદા છે પણ તમારા સંસ્કાર ક્યાં ગયા હતા?

 

એટલે સોમ શબ્દને અંગ્રેજોના આધારે (એમને આપણા વેદમાં શું ખબર પડે? આપણે બાઈબલ કે જૈન આગમો કે બુઘ્ધ ત્રિપિટિક ગમે તેટલું ઉંડાણથી જાણીએ તો પણ ખ્રિસ્તી કે જૈન કે બૌઘ્ધો એને જેટલું સમજી શકે એટલું તો બીજા સમજી ન જ શકે.) આપણે ‘‘સોમપાન’’ સાથે જોડી દીધો. પછી મુશ્કેલી થઇ ‘‘સોમ’’ નામની વનસ્પતિની! એટલે ‘‘સોમવેલ’’ ઊભી કરી જે ક્યાં છે કે શું છે એ કોઇ જાણતું નથી
પણ અંગ્રેજોએ કહ્યું એટલે ઈશ્વર વચન!

હવે, જુઓ! પેલા નીલરત્ન મહેતાએ ડીક્ષનેરીઓ ઉથલાવી ઉથલાવીને સોમના અર્થો શોઘ્યા.
એટલે સોમનો એક અર્થ નીકળ્યો સ્વયંઉત્પન્ન. બીજો અર્થ છે બ્રહ્માંડમાં જેનું ખૂબ પ્રમાણ છે તે.

એ સિવાયના સોમના અર્થોમાં પ્રકાશકિરણ, વાયુ, ચોખાની ખીર,
ચન્દ્ર, વગેરે પણ છે.

હવે વેદમાં વિજ્ઞાન જે છે એ જૂઓ!
વેદના સુકતોમાં સોમ એટલે ‘‘પવતે જનિતા મતીનામ પૂર્વા’’ એવો એક અર્થ નીકળે છે. એટલે ‘‘પવતે’’નો અર્થ ગતિ, ‘‘જનિતા’’નો અર્થ ઉત્પન્ન, ‘‘મતીનામ પૂર્વા’’નો અર્થ ફોટોન્સ, સૂર્ય.

એટલે કે સોમ જ સૂર્ય એટલે ઊર્જા એટલે ફોટોન્સ બનાવે છે... એવો અર્થ નીકળે.

સૂર્યનો પણ એક બીજો અર્થ વેદમાં છે વિખરાયેલા કિરણો વાળો ઉત્પાદક, પ્રેરક.

સોમનો અર્થ હજી વઘુ છે. (૧) એક સ્થળે છે ‘‘જનિતે ઈન્દ્રસ્થ’’ એટલે સોમ ઈન્દ્રને પણ બનાવે છે. (૨) સોમ... જનિતોત વિષ્ણો.. વિષ્ણો એટલે બ્રહ્માંડમાં વ્યાપક છે તે.

સોમ વિષે વેદ વઘુમાં કહે છે કે... ‘‘સોમને આદિત્ય બબિન’’ એટલે કે સોમથી જ સૂર્ય બળવાન બને છે... એટલે વૈજ્ઞાનિક પરિભાષામાં જોઇએ તો... ફયુઝન થી ઈલેક્ટ્રોન છૂટા પડીને એનર્જી રેડીએટ થાય છે એ જાણીતું છે.

હવે આમાં ‘‘સોમ’’ એટલે ‘‘દારૂ’’ અર્થ ક્યાં મેળ ખાય છે? પેલું ‘‘વાંદરામાંથી માણસ’’ જેવું ડાર્વિનનું ડિંડક!
હજી ‘‘સોમ’’ની વાત પૂરી નથી થતી. વેદ કહે છે... ‘‘સોમેન પૃથિવી મહીઃ’’ આમાં ‘‘પૃથિવી’’ એટલે ફેલાવું અર્થ છે. એટલે વેદ કહે છે કે... સોમ જ ‘‘મહી’’ એટલે અંતરીક્ષમાં ફેલાય છે.
એક ઠેકાણે કહ્યું છે કે... ‘‘સોમો હિ પ્રજાપતિ’’ એટલે સોમ જ ઉત્પાદનનો નિયામક છે.
બીજા ઠેકાણે કહ્યું છે કે... ‘‘યો વૈ વિષ્ણુ’’ એટલે કે... બ્રહ્માંડમાં વ્યાપક મૂળતત્ત્વ જેમાંથી સૂર્ય બને છે એ સોમ જ છે.
‘‘સોમે વિશ્વેભિઃ અંશુભિ’’ એમ પણ કહ્યું છે. એટલે સોમ જ પ્રકાશ તરંગો છે... તો બ્રહ્માંડીય પીંડોને બનાવનાર જ સોમ છે.. એમ પણ કહ્યું છે.
સોમની જેમ બીજો એક શબ્દ છે ‘‘ઈન્દ્ર.’’ સોમની જેમ ઈન્દ્ર કોઇ વ્યક્તિ કે વસ્તુ નથી પણ વૈજ્ઞાનિક શક્તિ છે. એ શક્તિ ગુરૂત્વાકર્ષણની છે. વેદમાં ઈન્દ્રના જે વર્ણનો છે એમાં એક વર્ણન ‘‘ઈન્દ્ર નમસ્યન ઉપમે ભિઃઅર્કઃ’’ છે. એટલે કે સૂર્યના ઉત્પાદનને ઈન્દ્ર જ નિયંત્રિત કરે છે.

ઈન્દ્ર શબ્દ ઈન્દુ ઉપરથી બન્યો છે અને ઈન્દુ શબ્દ ઈન્દ્ર પરથી બન્યો છે. એટલે ભીનું કરવું, ઘીથી તરબોળ કરવું એટલે કે સમસ્ત બ્રહ્માંડ જેનાથી ભરેલું છે તે શક્તિ ઈન્દ્ર છે. અહીં ઈન્દ્રના દિપ્તિ, પ્રકાશ, સૂર્ય, મેઘ અર્થ છે. બીજા પછી ૧૬ અર્થ છે. વળી વેદમાં ઈન્દ્રને સર્વશક્તિમાન કહ્યો છે. (સામવેદમાં મેડલ ૭, ખંડ ૧, અઘ્યાય ૨, ઐન્દ્ર પર્વ)

આમ, જોવા જઇએ તો, વેદના શબ્દોથી પરિચીત થવાય તો જ વેદ સમજાય. હવે, અંગ્રેજો ગમે તેટલા સંસ્કૃતના ખાં હોય તો પણ આપણે ભારતીયોની જેમ સંસ્કૃતના શબ્દોને અંતસ્ત ન કરી શકે. જ્યારે આપણા મોટાભાગના વિદ્વાનોએ વેદો વાંચતી વખતે એની સાથે અંગ્રેજીનું ભાષાંતર રાખ્યું હોય છે. એટલે એમને મેળ જ ન બેઠો.
વેદોમાં કેટલાક શબ્દો સીધા વૈજ્ઞાનિક અર્થોવાળા પણ છે. દા.ત. ‘‘પાંસુર’’ શબ્દ છે. પાંસુરનો અર્થ છે પરમાણુથી ઘુંધળુ અંતરિક્ષ.
એક શબ્દ ‘‘વસુ’’ છે. વસુના ઘણાં અર્થો છે... પૃથ્વી, અગ્નિ, વાયુ, અંતરિક્ષ, આદિત્ય (સૂર્ય), ચન્દ્ર વિશ્વદેવા અને સાઘ્ય. વેદમંત્રોના રચનારાઓએ આ બધા જ શબ્દોએ જૂદા જૂદા સંદર્ભમાં ઉપયોગ કર્યો છે. દા.ત. આદિત્ય એટલે અદિતિનો પુત્ર. અદિતિ એટલે જે અમર્યાદ ફેલાયેલું છે તે.

આ અર્થ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો... અંતરિક્ષમાં કોસ્મીક સુપ ફેલાયેલું છે. અમર્યાદ ફેલાયેલું છે.

એમાંથી લ્લ૨ અને લ્લી ના વાદળો બનતા સૂર્ય નહીં પણ સૂર્યો બને છે. એક જ શબ્દમાં વેદોએ વિજ્ઞાનની કેવડી મોટી વાત કહી નાંખી છે
!

કેટલાક આપણા રોજિંદા શબ્દોના અર્થ પણ નવાઈ પમાડે એવા કર્યા છે. જેમકે, ‘સ્ત્રી’નો અર્થ કિરણ કર્યો છે અને ‘સતી’નો અર્થ ‘કુદરતના પરમાણુઓને ઉત્પન્ન કરનાર શકિત’ કહી છે. એ ગુરૂત્વાકર્ષણ સિવાય શું હોય ? (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

 

સોનેરી સૂત્રો, પાળો અને સંઘરો

એક ડોકટરે બધા જ માટે એક નવા પ્રકારનું પ્રિસ્ક્રિપશન બનાવ્યું છે જે આપણે બધાએ મમળાવ્યા કરીને એને રોજિંદા જીવનમાં ઉતારવાથી જીવન સુખમાં પસાર થશે. આ પ્રિસ્ક્રિપશન આપનાર ડો. કે.આર. મોમિન ‘‘અશોક’’ છે.

*દરરોજ ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
*ચર્ચા-નિંદા-કુથલીમાં સમય ન બગાડો.
*ભૂતકાળ ભૂલી જાઓ. વર્તમાનકાળનો આનંદ લો.
*દરેક દલીલની સામે જીતી શકવાના નથી એટલે મતભેદ સ્વીકારી
લો.
*સરખામણી કરવાનું છોડો, કારણ કે તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
*દરેકને સ્મિતસહ માફી બક્ષો-જતું કરવાની ટેવ પાડો.
*બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
*ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
*માંદા પડો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે માટે મિત્રોના સંપર્કમાં રહો.
*ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઇતું બઘું તમારી પાસે છે.
*ઉત્તમ હજી આવવાનું બાકી છે માટે દરરોજ સવારે ઊઠીને ઈશ્વરનો આભાર માનો.
*દરરોજ દસથી ત્રીસ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ.
*દરરોજ સાત કલાક ઉંઘો અને રોજ ઓછામાં ઓછી દસ મિનિટ માટે એકાંતમાં બેસો.
*ઘ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
*પુષ્કળ પાણી પીઓ.
*જોશ, ઉત્સાહ અને કરૂણા- આ ત્રણ મહત્ત્વના ગુણ છે જીવનમાં.
*ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.
*સિત્તેરથી વધારે ઊંમરના વૃઘ્ધ અને સાતથી ઓછી ઊંમરના બાળકો સાથે રોજ થોડો સમય જરૂર ગાળો.
* જાગતામાં સપનાં જુઓ.

...આ જડી બુટ્ટીઓનું સેવન કરો અને મનથી ચિરયુવાન રહો!

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

X-Women મનુષ્ય ઈતિહાસનું અનોખું પ્રકાશ
એક પેઢીને એક વખત જોવા મળતી ઘટના સૌરત્સુનાંમી કે સૌરઝંઝા ?
ભારતીય વૈજ્ઞાાનીકોની પાંચ શોધો કોની જીવનશૈલી બદલી શકશે ?
બજારૃ તૈયાર મળતા અથાણા પ્રિઝર્વેટીવ, તેલ,કેમીકલ્સ સ્વાસ્થ્ય માટે કેટલા આરોગ્ય કારક ?
 

Gujarat Samachar Plus

કિટીપાર્ટી ગુ્રપ ઉત્તરાયણ અગાઉ કિચનમાં ભેગું થાય છે
જોઘપુરી ચીલ,ખંભાતી પાવલો અને રામપુરી કમાન પેચમાં પાછા ના પડે
પૂર્વ અમદાવાદમાં પતંગબાજીના બે દિવસ
તમે કેવી દોરી વાપરો છો તે પૂરતું નથી...

જુનો ક્લચ વાયર પણ કાતિલ દોરીથી બચાવી શકે

 
lagnavisha
archive
   

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
usa a

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved