આણંદ - ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવથી ખુલ્લા બજારમાં ભાવો નીચા જાય તો ખેડૂતોને નુકસાન ન જાય અને તેઓને ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો દ્રારા ઉત્પાદિત ડાંગરને ટેકાના ભાવે ખરીદવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે એમ અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું છે.
વધુમાં સરકાર દ્રારા ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતોના હિતમાં તેમના દ્રારા ઉત્પાદન કરેલ ડાંગરની ભારતીય ખાદ્ય નિગમ મારફત ખરીદી ખરીફ સીઝન ૨૦૧૦-૨૦૧૧ માટે શરૃ કરવાનું નક્કી કર્યું છે.
ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૦-૨૦૧૧ વર્ષ માટે ટેકાના ભાવ ડાંગર (કોમન) રૃા.૧૦૦૦-૦૦ પ્રતિ ક્વિન્ટલ તથા ડાંગર (ગ્રેડ એ) રૃા.૧૦૩૦-૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે ભારત સરકાર દ્રારા નિયત કરેલ યુનિફોર્મ સ્પેશીફીકેશન મુજબની ગુણવત્તા ધરાવતા ડાંગરની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ડાંગરની પ્રાપ્તિની કામગીરી માટે ભારતીય ખાદ્યનિગમને નોડલ એજન્સી તરીકે સોપવાનું નક્કી કરાયું છે. નિગમ દ્રારા સાબરમતી, વિરમગામ, મહેસાણા, પાલનપુર, વડોદરા, ભોમૈયા, ગોધરા, વલસાડ ડેપો પર ડાંગરની પ્રાપ્તિ તા.૬-૧૧-૨૦૧૦થી શરૃ કરવામાં આવી છે. વધુમાં તા.૯-૧૧-૨૦૧૦ રાજ્યમાં આવેલા એફ.સી.આઈના તમામ ૨૩ ગોડાઉન કેન્દ્રો પરથી પણ ડાંગરની પ્રાપ્તિ શરૃ કરવામાં આવશે તો રાજ્યના ખેડૂતોને લાભ લેવા જણાવાયું છે.
|