Last Update : 10-Sept.-2010, Friday

દિલ્હીની કોકટેલ પાર્ટીઓમં ‘કીક’ મેળવવા લેવાતા ડ્રગ્સ....

હેરોઈન અને કોકેઇન તો ભૂતકાળ બની ગયા
નવા ડ્રગ્સમાં દવાઓ અને સિન્થેટીક કેમિકલ્સ વપરાય છે ઃ સરકાર બેદરકાર


મેટ્રો સીટીમાં યુવાનો આજકાલ ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. દિલ્હી યુનિવર્સિટીનું સ્ટુડન્ટ યુનિયન કબજે કર્યા બાદ એબીવીપીએ પહેલું કામ વિદ્યાર્થીઓને ડ્રગ્સના ચક્કરમાંથી છોડાવાની જરૂર છે. કેમ્પસમાં છાને- છૂપે વેચાતા ડ્રગ્સના અડ્ડાઓનો ખાત્મો બોલાવવાની જરૂર છે. આપણે ત્યાં પૈસાદાર વિદેશી દારૂ પીવે છે અને ગરીબ કોથળી પીએ છે બંને ગુનેગાર છે. દારૂ જ દારૂડિયાને પીવે છે એ સ્લોગન પીનારાઓ ક્યારેય સમજતા નથી નશા માટે, થાક ઉતારવા કે પાર્ટીમાં દારૂની રેલમછેલ નજરે પડે છે. પાર્ટી ડ્રગ્સ, ડિઝાઇનર પાર્ટી ડ્રગ્સ અને મેટ્રો પાર્ટી ડ્રગ્સ હેઠળ વિવિધ પીણા પીરસવામાં આવે છે. સિન્થેટિક્સ કેમીકલવાળા ડ્રગ્સની બોલબાલા છે. લેટેસ્ટ સ્ટાઇલ અનુસાર જે કોકટેલ બનાવાય છે તે સ્પાસમો બ્રોક્સીવોનનું મિશ્રણ હોય છે અને તેજ બનાવવા થોડું આયોડેક્સ

 

મિક્સ કરાય છે. કેફી દ્રવ્યો કે ડ્રગ્સ એટલે માત્ર કોકેઇન કે હેરોઇન છે એવું માનવાની ભૂલ ન કરશો. આ બધા ડ્રગ્સ હવે આઉટડેટેડ કહેવાય છે. આવા ડ્રગસ લેનારને લેડી-ફૂંક કહે છે. હવે દવાની કંપનીઓ દ્વારા બનાવાતી ડ્રગ્સ અને કેટલીક અન્ય દવાઓ ઉમેરીને કોકટેલ બનાવાય છે જેનો એક ધૂંટ એક પાર્ટીમાં લેવાય છે. આ ધૂંટમાં સિન્થેટીક ફ્લેવર મેળવેલી હોઈ નથી તો તેની દારૂ જેવી વાસ આવતી કે નથી તો તે પહેલી નજરે નશાખોર લાગતો પરંતુ એક ડોઝ તેની સૂઝબૂઝને ઝીરો લેવલ પર લાવી દે છે. એક સમય હતો કે નશાખોર લોકો વેલીયમ કે વાસ્પારેક્સ ન મળે તો દવાની દુકાનો પર માથા અફાળતા હતા પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. કેટામાઇન જેવી દવાઓ વેલીયમ કરતા દશ ગણી સ્ટ્રોંગ હોય છે. સાયકોથ્રોપી ડ્રગ યેબા નશા તેમજ સેક્સનાનશા માટે પણ વપરાય છે. તેવી જ રીતે આઇસ અને મીથેલોન પણ નશાનું બીજું નામ બની ગઈ છે.

લોકો ખાસ કરીને બેજવાબદાર વિદ્યાર્થીઓ નશો માત્ર ગમ ભૂલવા કરે છે એવું ના માનશો.પરંતુ આ નવતર કોકટેલ નશો હવે ફેશન બનતો જાય છે. દેશી દારૂ બદનામ એટલા માટે થાય છે કે આ લોકો શ્રમજીવીઓ છે. ચરસ- ગાંજાની પક્કડમાંથી યુવા વર્ગ છૂટે અને તે બાબતે જાગૃતિ આવે એટલે બોલીવુડ અનેક ફિલ્મો બનાવી હતી પરંતુ નવી પેઢીને એકાદ ‘કીક’ની જરૂર પડવા લાગી છે. વર્લ્ડ ડ્રગ રિપોર્ટ (૨૦૧૦) વાંચો તો ખ્યાલ આવશે કે એમ્ફીટેમાઇન જેવી દવાઓ નશાકારક હોય છે. સરકાર આ બાબતે નવી પોલીસી તૈયાર કરી રહી છે, જો કે ગમે તેવા પ્રતિબંધને દવાઓ વેચનારા ગાંઠતા નથી. કેમ કે દવા લેનારા વિદ્યાર્થીઓના રાફડા છે.

ડ્રગ્સ માફીયાઓ પરત્વે સરકાર બેદરકાર છે. હપ્તા સિસ્ટમ હેઠળ કોકટેલ પાર્ટીઓ ચાલે છે. અને બહોળો નફો કરનારા પૈસા પણ વેરી જાણે છે. નશો કરાવતી પાર્ટીઓ ઘણીવાર દવા કોકટેલ મારફતે પીવડાવે છે તો ઘણીવાર આઇસ્ક્રીમના કપમાં નશાને મિક્સ કરી દેવાય છે.
ઇન્ટરનેટનો વપરાશ વઘ્યા પછી નશો કરાવતી દવાઓ ઘેર બેઠા લોકો મંગાવે છે.

ભારતીય કંપનીઓ પર સરકાર પ્રતિબંધ મૂકી શકે પણ વિદેશમાં તે કંઈ કરી શકે નહીં. સરકાર ચાંપતી નજર રાખે છે પણ પોલીસની આંખમાં ઘૂળ નાખવા બ્રાન્ડનેમ બદલીને દવાઓની હેરાફેરી થતી હોય છે.

આ અંગે ટીકાઓ થાય તે સ્વાભાવિક છે પરંતુ મેટ્રોસીટીમાં તો ડ્રગ્સની પાર્ટી હોય છે. જેમાં એક ફૂંકના એક ડોઝના પૈસા ચૂકવાય છે. હુક્કાબાર તો એક ફેશન સમાન ટ્રેન્ડ હતો બિચ્ચારા વગર લેવેદેવે દંડાયા છે પરંતુ પોલીસની નજરે નશાની દિશાનું આ પ્રથમ પગથિયું છે. જ્યાં વઘુ વિદ્યાર્થીઓ ભેગા થાય છે ત્યાં કંઈક કેફી ડોઝનું સ્થાન હોય છે એમ દિલ્હી પોલીસ માને છે.

વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે એકવાર ડ્રગ્સના નશામાં ડૂબનાર વઘુ ને વઘુ હેવી ડ્રગ્સની માગણી કરે છે. લોકોને જરૂરિયાત પ્રમાણેનો સ્ટ્રોંગ નશો મળી રહે છે. સરકાર દરેક સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે અને પછી આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ અપનાવે છે. દેશની યુવા પેઢીને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરાવવા ત્વરિત પગલા લેવાની જરૂર છે.

 

 

 

 

 

 

 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved