Last Update : 10-Sept.-2010, Friday

‘‘શો ગ્રિન્સ સિન્ડ્રોમ’’ નામનો પીડાદાયક પણ ઘાતક નહીં એવો એક રોગ

બહુ ઓછો જાણતો અને થયા પછી પણ ડૉકટરો પણ થાપ ખાય જાય અને નિદાન કરતા પંદર પંદર વર્ષ થઇ જાય છે એવો એક રોગ
આ રોગનો ભોગ બનનાર દસ દર્દીઓમાં નવ દર્દી તો સ્ત્રીઓ જ હોય છે
શું તમને આંખો બળે છે ? આંખો શુષ્ક રહે છે ? લાલ રહે છે ? પ્રકાશ, ઘૂળ, ઘૂમાડાથી તકલીફ થાય છે ? દાંતોમાં વારંવાર સડો થાય છે ? જીભ પર ચીરા પડે છે ? ચામડી સુકાઈ
છે ? અતિશય થાક લાગે છે ? સુંઘવાની અને સ્વાદની શક્તિમાં ઘટાડો થાય છે ?


શોગ્રિન્સ સિન્ડ્રોમ એ એક અસાઘ્ય ગંભીર ઑટોઇમ્યુન રોગ છે. તેમાં શ્વ્લેષ્મ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ પર શ્વેતકણો ત્રાટકે છે અને તેમનો નાશ કરે છે. તેનાથી લાળ તેમ જ આંસુનું ઉત્પાદન ઓછું થઇ જાય છે. આ રોગની સૌ પ્રથમ ઓળખ એક સ્વિડિશ ફિઝિશિયન હેન્રિક શોગ્રિને ઇ.સ. ૧૯૩૩માં આપી હતી.
આમ તો શોગ્રિન્સનાં મુખ્ય લક્ષણો શુષ્ક આંખો અને શુષ્ક મોઢું છે, પરંતુ ક્યારેક તે શરીરનાં બીજાં અંગોમાં પણ શુષ્કતા લાવે છે. તે મૂત્રાશય, પાચનતંત્ર, રક્તવાહિનીઓ, ફેફસાં, યકૃત, સ્વાદુપિંડ તેમજ ચેતાતંત્રને પણ અસર કરી શકે. આ રોગના ઘણા દર્દીઓ નિષ્ક્રિય બની જાય તેવી કમજોરી તેમ જ સાંધાનો દુઃખાવો પણ અનુભવે છે. તેના દર્દીઓમાં દર દસ દર્દીઓ પૈકી નવ સ્ત્રીઓ છે.
જ્યારે માત્ર શોગ્રિન્સ સિન્ડ્રોમ રોગ એકલો જ થાય ત્યારે ‘પ્રાઇમરી શોગ્રિન્સ સિન્ડ્રોમ’ કહેવાય. જ્યારે તે સ્કલેરોડર્મા, રૂમેટોઇડ આર્થરાઇટીસ (સંધિવા) જેવા બીજા રોગોને કારણે થાય ત્યારે તે ‘સેકન્ડરી શોગ્રિન્સ સિન્ડ્રોમ’ તરીકે ઓળખાય છે.
આ રોગનાં લક્ષણોમાં વધ-ઘટ થયા કરે છે. કેટલાક લોકો હળવી તકલીફો અનુભવે છે, જયારે કેટલાક ગંભીર અસરોથી પીડાય છે. મહત્વની વાત એ છે કે ત્વરિત નિદાન તથા યોગ્ય સારવાર રોગને જટિલ અવસ્થામાં જતો રોકી શકે છે તથા શોગ્રિન્સના દર્દીઓને રાહત આપી શકે છે.
શોગ્રિન્સ સિન્ડ્રોમ કોને થઇ શકે ?
શોગ્રિન્સના દર દસ દર્દીઓ પૈકી નવ સ્ત્રીઓ છે. આ રોગ લગભગ ૪૦ વર્ષની આસપાસની ઊંમરની વ્યકિતને થવાની શકયતા છે. છતાં પણ બધાં જ વયજૂથ તેમજ સ્ત્રી-પુરૂષ બંનેને આ રોગ થવાની શકયતા રહેલી છે.
શોગ્રિન્સ સિન્ડ્રોમનાં લક્ષણો કયાં કયાં છે ?
આંખો સૂકાઈ જાય, તેમાં કંઇક ખૂંચતું હોય એવું લાગે અથવા તેમાં બળતરા થાય. ખોરાક લેવામાં, ચાવવામાં તેમ જ ગળે ઉતારવામાં તકલીફ પડે. જીભમાં ચીરા પડે કે જીભ ચચરે, ગળું સુકાઈ જાય કે તેમાં બળતરા થાય. સ્વાદ અને સુંઘવાની સંવેદના બદલાય. દાંત સડી જાય, સાંધાનો દુઃખાવો થાય તેમ જ પાચનમાં તકલીફ થાય. નાક તથા ત્વચા સૂકાઈ જાય તેમ જ નબળાઈ આવે તે આ રોગનાં લક્ષણો છે. દરેક દર્દી એક સરખાં લક્ષણો અનુભવે એ જરૂરી નથી.
શું શોગ્રિન્સ સિન્ડ્રોમ નિદાન સરળતાથી થાય છે ?
મોટાભાગના કિસ્સાઓમાં શોગ્રિન્સ સિન્ડ્રોમનું નિદાન થતું નથી અથવા તો ખોટી રીતે થાય છે. શોગ્રિન્સનાં લક્ષણો ઘણી વખત લ્યુપસ, રૂમેટોઇડ આર્થરાઇટીસ (સંધિવા), ફાઇબ્રોમાયલ્જિઆ, ક્રોનિક ફેટીંગ સિન્ડ્રોમ તેમ જ મલ્ટીપલ સ્કલેરોસિસ જેવા રોગોનાં લક્ષણોનો આભાસ કરાવે છે. શોગ્રિન્સનાં બધાં જ લક્ષણો એક જ સમયે પ્રગટ ન થવાથી જુદાં જુદાં અવયવોમાં દેખાતાં લક્ષણોની સારવાર અલગ-અલગ રીતે થાય છે. આ લક્ષણો એક જ રોગનાં ચિહ્નો છે તે ઘણી વાર સ્પષ્ટ થતું નથી.
કયા પ્રકારના ડૉકટર શોગ્રિન્સની સારવાર આપી શકે ?
શોગ્રિન્સ સિન્ડ્રોમમાં સારવાર આપવાની પ્રાથમિક જવાબદારી રૂમેટોલોજિસ્ટ (સંધિવા નિષ્ણાત)ની છે. ઓપ્થેલ્મોલૉજિસ્ટ (નેત્ર નિષ્ણાત), ડેન્ટિસ્ટ (દાંતના નિષ્ણાત) તેમજ અન્ય નિષ્ણાતો આ રોગ સંબંધી લક્ષણોની સારવાર આપી શકે છે.
શોગ્રિન્સ સિન્ડ્રોમ શરીરને કયા કયા પ્રકારે અસર કરે છે ?
શોગ્રિન્સથી પીડાતા લોકોને યાદશક્તિ તેમ જ એકાગ્રતામાં ઘટાડા જેવી ન્યુરોલોજિકલ (જ્ઞાનતંતુઓને લગતી) તકલીફો તથા પેરીફેરલ ન્યુરોપથી જેવી તકલીફો થઇ શકે છે.
શુષ્ક મોઢું, ખોરાક, બોલી, સ્વાદ, ચોકઠા સહન કરવાની ક્ષમતા તેમ જ મોઢાની સંપૂર્ણ તંદુરસ્તીને અસર પહોંચાડે છે.
ચામડી પર ચકામા પડે, ઠંડકમાં આંગળીઓ સફેદ-ભુરી પડી જાય, આંગળીના વેઢામાં ચાંદા પડી જાય વગેરે જેવા ચામડીના રોગો થાય છે.
પાચનતંત્રમાં શુષ્કતા આવવાથી પોષણ પ્રક્રિયામાં અવરોધો ઉભા થાય છે.
અમુક દર્દીઓને સ્વાદુપિંડમાં સોજો આવી શકે છે. શુષ્ક આંખોથી ઘણી તકલીફો થાય છે. આંખોમાં કંઈ ખૂચતું હોય એવું લાગે. બળતરા થાય અને આંખો લાલ થઇ જાય, પ્રકાશ, પવન, ઘૂળ, ઘુમાડા વગેરે સહન ન થાય. કીકીમાં ચાંદા પડવા એ એની ગંભીર અસરનું લક્ષણ છે.
કેટલીક વાર મોઢું સુકાઈ જવાથી અન્નનો કોળિયો ઉતારવામાં તકલીફ થાય તથા કયારેક ખોરાક અન્નનળીમાં ચોંટી જાય.
સાયન્સાઇટીસ અને ફેફસાના વઘુ ગંભીર રોગો થઇ શકે.
યકૃતિને લગતા ગંભીર રોગો તથા લાંબા ગાળાનો કમળો થવાની શકયતા છે.
યોનિમાર્ગની શુષ્કતા ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે.
શોગ્રિન્સનું નિદાન કઇ રીતે થાય છે ?
શોગ્રિન્સ સિન્ડ્રોમ થયો હોવાની શકયતા જણાયા બાદ દર્દીએ કેટલાક ખાસ પ્રકારનાં રક્ત-પરીક્ષણો કરાવવાં જરૂરી છે. તે નીચે મુજબ છે ઃ
રક્ત પરીક્ષણ
* એએનએ (એન્ટી ન્યુકિલઅર એન્ટીબોડી) ઃ કોષના સામાન્ય ઘટકો સામે પ્રતિક્રિયા કરનારી એન્ટીબોડીનું પ્રમાણ શોગ્રિન્સ સિન્ડ્રોમના લગભગ ૭૦ ટકા દર્દીઓમાં વધેલું જોવા મળે છે.
* એસએસ-એ અથવા આરઓ (ર્ઇ) તથા એસએસ-બી અથવા એલએ (ન્ચ) એસએસ-એ માટે પોઝિટિવ હોય એવા લગભગ ૭૦ ટકા દર્દીઓ જોવા મળે છે. ૪૦ ટકા દર્દીઓ એસએસ- બી માટે પોઝિટિવ જોવા મળે છે.
* આરએફ (રૂમેટોઈડ ફેકટર) ઃ ૬૦ થી ૭૦ ટકા દર્દીઓ આરએફ માટે પોઝિટિવ હોય છે.
* ઇએસઆર (ઇરીથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેઇટ) ઃ ઇન્ફલેમેશન (આંતરિક સોજા)નો દર માપે છે.
* આઇજીએસ (ૈંય્જ- ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ) રૂધિરમાંના આ પ્રોટિનનું પ્રમાણ શોગ્રિન્સ સિન્ડ્રોમના દર્દીઓમાં વઘુ પ્રમાણમાં જોવા મળે છે.
આંખ પરીક્ષણ
* શીર્મર ઃ તે આંસુનું પ્રમાણ માપે છે.
* રોઝ બેન્ગાલ એન્ડ લિસ્સમીન ગ્રીન - તેમાં રંગકોનો ઉપયોગ કરીને આંખની સપાટી પરના અસામાન્ય કોષો જોવામાં આવે છે.
* સ્લિટ- લેમ્પ (જીનૈા-ન્ચસૅ) કીકીની સ્થિતિ દર્શાવે છે.
દાંત પરીક્ષણ
* પેરોટીડ (લાળ) ગ્લેન્ડ ફલો (ઁચર્િૌગ ય્નચહગ ખર્નુ) - લાળ ઉત્પન્ન થયાનું પ્રમાણ ચકાસે છે.
* સલાઇવરી સિન્ટીગ્રાફી ઃ તે લાળગ્રંથીની સક્રિયતા માપે છે.
* સાઇલોગ્રાફી ઃ તે લાળગ્રંથી તથા લાળવાહિનીઓનો એકસ-રે છે.
* લિપ બાયોપ્સી ઃ નાની લાળગંર્થીમાં શ્વેતકણોની હાજરી દર્શાવે છે. શોગ્રિન્સ સિન્ડ્રોમના ખાતરીપૂર્વકના નિદાન માટ આ પરીક્ષણ મહત્વનું છે.
રોગ માટે કઇ કઇ સારવાર ઉપલબ્ધ છે ?
સૂકા મોઢા માટે સ્પ્રે, જેલ, આંખના ટીપાં જેવી રાહત આપતી દવાઓ સામાન્ય રીતે બજારમાં ઉપલબ્ધ હોય છે. વઘુ ગંભીર લક્ષણોમાં ડોકટરની સલાહ મુજબ જ દવા લેવી જરૂરી છે.
અન્ય કઇ સારવાર ઉપલબ્ધ છે ?
દાંતની તેમ જ આંખની નિયમિત અને ઉત્તમ સારવાર અત્યંત જરૂરી છે. હ્યુમિડિફાયર (ભેજ ઉત્પન્ન કરતું સાધન) અને ગોગલ્સનો ઉપયોગ કરવો. ઉપરાંત, દર્દીઓ ેકબીજા પાસેથી પણ ઘણું શીખતાં હોય છે.
શું શોગ્રિન્સ સિન્ડ્રોમથી મૃત્યુ થઇ શકે ?
શોગ્રિન્સ સિન્ડ્રોમ એ ેક જટિલ અને ગંભીર રોગ છે, પરંતુ જો તેનાં તપાસ નિદાન તેમજ સારવાર યોગ્ય સમયે ચાલુ થઇ જાય તો સામાન્ય રીતે તેનાથી મૃત્યુ થતું નથી. એક અભ્યા સમુજબ લિમ્ફોમા (લિમ્ફ ગ્લેન્ડનું કેન્સર) થવાની શકયતા શોગ્રિન્સ સિન્ડ્રોમના દર્દીઓમાં અન્ય લોકો કરતાં ૪૪ ગણી વઘુ હોય છે. આથી શોગ્રિન્સના દર્દીઓએ લિમ્ફોમાં જેવા ઑટોઇમ્યુન રોગો અને અન્ય જટિલ રોગો સામે પણ ખૂબ સંભાળ રાખવી જોઈએ.
શું આ રોગ સંપૂર્ણપણે મટવો શકય છે ?
હજુ સુધી તો નહીં.
- ગુણવંત છો. શાહ

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved