| Last Update : 10-Sept.-2010, Friday |
|
|
|
|
|
|
યુએસ ઓપનઃબોપન્ના અને કુરેશી મેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં |
હવે આર્જેન્ટીનાના સ્ચવાંક-ઝેબલોસ સામે જંગ
ઈન્ડો-પાક જોડીએ નોર્મન-મૂડીને હરાવ્યા
|
ન્યૂ યોર્ક,તા.૮
ભારતના રોહન બોપન્ના અને પાકિસ્તાનના કુરેશીની જોડીએ યુએસ ઓપન મેન્સ સિંગલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ઈન્ડો-પાકિસ્તાની જોડીએ તેમની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જીયમના નોર્મન અને સાઉથ આફ્રિકાના મૂડીની જોડીને સીધા સેટોમાં ભારે સંઘર્ષ બાદ ૭-૫, ૭-૬થી હરાવ્યા હતા.
૧૬ મો સીડ ધરાવતા બોપન્ના અને કુરેશીની જોડીએ ટુર્નામેન્ટમાં સુપરસ્ટાર મનાતી નોસ્ટર અને ઝીમોન્જીકની જોડીને હરાવતા મેજર અપસેટ સર્જતા તેમનુ જોરદાર ફોર્મ સાબિત કરી દીધું હતુ અને હવે તેઓ ચેમ્પિયન થવા માટેના મજબુત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. હવે તેમનો મુકાબલો આર્જેન્ટીનાની બીનક્રમાંકિત જોડી સ્ચવાંક અને ઝેબાલોસ સામે થશે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|