ન્યૂયોર્ક, તા. ૯
ભારતના બોપન્ના અને પાકિસ્તાનના કુરેશીની જોડીએ યુએસ ઓપનની મેન્સ ડબલ્સમાં ફાઈનલમાં પ્રવેશ મેળવતા આર્જેન્ટીના સ્કવાન્ક અને ઝબાલોની જોડીને ૭-૬, ૬-૪થી હાર આપી હતી.
કુરશી-પેસર્ચે મિક્ષ ડબલ્સની પણ ફાઈનલમાં
હવે આવતી કાલે ફાઈનલમાં વિશ્વની ૧૬મી ક્રમાંકિત જોડી બોપન્ના-કુરેશી અમેરિકાની ટોપ સીડ માઈક અને બોએ બ્રાચન સામે રમશે.
કુરેશી માટે આ વખતની યુએસ ઓપન યાદગાર રહેશે કેમકે મિક્ષ્ડ ડબલ્સમાં પણ તેની ચેક.પાર્ટનર પેસચકે જોડે તેઓ ફાઈનલમાં પ્રવેશ્યા છે.
ભુપતિ-કુરેશીએ જે પણ ઈનામી રકમ મળશે તે પાકિસ્તાનના ઐતિહાસિક પૂર કે જેમાં બે કરોડ અસરગ્રસ્તો અને હજારો મૃતક છે તેમની ચેરીટીમાં આપવાનું ...... છે. કુરેશીએ કહ્યું હતું કે એક તરફ પૂર અને બીજી તરફ મેચ ફિક્સિંગ વિવાદમાં પાક. સપડાયુ જે ત્યારે મારી રમત કંઈ હકારાત્મક વાતાવરણ ઉભુ કરશે તેવી આશા સાથે રમું છું.
બોપન્નાએ કુરેશીની સ્ફૂર્તિ અને શારીરિક ક્ષમતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે મિક્ષ્ડ ડબલ્સની સેમિ ફાઈનલમાં રમીને આવ્યો તે પછી તરત જ મારી જોડે મેન્સ ડબલ્સની સેમિફાઈનલ રમ્યો હતો.