Last Update : 10-Sept.-2010, Friday

મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ

આજે મુંબઇ ઇન્ડિયન્સ અને લાયન્સ વચ્ચે રાત્રે ૯ વાગ્યાથી મુકાબલો

જોહનીસબર્ગ,તા.૯
પાકિસ્તાનના મેચ ફિક્સિંગ વિવાદને કારણે સર્જાયેલા ચિંતા અને આઘાતના વાતાવરણ વચ્ચે આવતીકાલથી સાઉથ આફ્રિકામાં ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦ના મેગા શોનો પ્રારંભ થશે. ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની ઘરઆંગણાંની કુલ ૧૦ ટીમો વચ્ચે રમાનારી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦માં ૧૭ દિવસમાં કુલ ૨૩ મુકાબલા ખેલાશે. આવતીકાલે ટર્નામેન્ટનો પ્રથમ મુકાબલો મુંબઇ ઇન્ડિયન્સ અને સાઉથ આફ્રિકાની લાયન્સ ટીમ વચ્ચે રાત્રે ૯ વાગ્યાથી શરૃ થશે.

sportsવિશ્વની ટોચની ૧૦ ટ્વેન્ટી-૨૦ ટીમો વચ્ચે મેગા મુકાબલો ૧૭ દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં કુલ ૨૩ મેચો રમાશે

વિશ્વની ટોચની ઘરઆંગણાની ટીમો વચ્ચે રમાનારી ટુર્નામેન્ટમાં આઇપીએલની ત્રણેય ટીમો ચેન્નઇ, મુંબઇ અને બેંગ્લોરને જીતવા માટે ફેવરિટ મનાય છે. તેની સાથે ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકાની લાયન્સ અને વોરિયર્સ ટીમો પણ અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે. વિન્ડિઝની ગયાનાની, શ્રીલંકાની વાયમ્બા તેમજ ન્યુઝીલેન્ડની સેન્ટ્રલ ડીસ્ટ્રીક્ટની ટીમ પણ સફળતા મેળવવાની આશા સાથે સાઉથ આફ્રિકા પહોંચી છે. ટુર્નામેન્ટમાં મોટાભાગે દરરોજ બે મેચો રમાવાની છે, જેનો સમય અનુક્રમે સાંજે ૫ અને રાત્રે ૯નો રહેશે.
ચેન્નાઇ સુપર કિંગ્સ (ભારત)
આઇપીએલની ચેમ્પિયન ટીમ અને મેજિકલ કેપ્ટન ધોનીના માર્ગદર્શન સાથે ચેન્નાઇ સુપર કિંગ્સને પણ ટાઇટલ જીતવા માટેની પ્રબળ દાવેદાર ટીમ માનવામાં આવે છે. ચેન્નઇ પાસે એમ. વિજય, હેડન, રૈના, મુરલીધરન, કેમ્પ, એ.મોર્કેલ, બાલાજી, બોલીંજર જેવા મેચ વિનર ખએલાડીઓ છે.
ટીમ ઃ ધોની (કેપ્ટન), એમ.વિજય, મુરલીધરન, રૈના, કેમ્પ, એ.મોર્કેલ, જકાતી, જોગીન્દર શર્મા, હેડન, માઇકલ હસી, બાલાજી, બોલીંજર, અશ્વિન, બદ્રિનાથ, અનિરૃદ્ધ.
મુંબઇ ઇન્ડિયન્સ (ભારત)
આઇપીએલમાં જબરદસ્ત સફળતા છતાં ફાઇનલ જીતવામાં નિષ્ફળ રહેલી તેંડુલકરની ટીમ નવો ઇતિહાસ રચવાના ઇરાદા સાથે જ રમવા ઉતરશે. કેપ્ટન તેંડુલકરની સાથે બ્રેવો, પોલાર્ડ, માલિંગા, હરભજન, ઝહીર જેવા સ્ટાર્સને કારણે મુંબઇની ટીમ ચેમ્પિયન્સ લીગ ચેમ્પિયન બનવા માટે હોટફેવરિટ છે.
ટીમ ઃ તેંડુલકર (કેપ્ટન), બ્રેવો, ધવન, ડયુમિની, હરભજન, ઝહીર, ડી.કુલકર્ણી, મેક્લારેન, માલિંગા, મુર્તઝા, પોલાર્ડ, રાયુડુ, સતીષ, તારે, તિવારી.
બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ (ભારત)
આઇપીએલમાં નોંધપાત્ર સફળતા મેળવનારી બેંગ્લોરની ટીમને ચેમ્પિયન્સ લીગ ડ્રીમ રનની આશા છે. કેપ્ટન કુમ્બલે, દ્રવિડ, ઉથપ્પા, મનીષ પાંડે જેવા ઘરઆંગણાના સ્ટાર ખેલાડીઓની સાથે તેમની પાસે કાલીસ, સ્ટેન, વ્હાઇટ, રોસ ટેલર જેવા વિદેશી ખેલાડીઓ છે. બેંગ્લોર ગત વર્ષના નબળા દેખાવને ભુલી વિજયના નિર્ધાર સાથે રમવા ઉતરશે.
ટીમ ઃ કુમ્બલે (કેપ્ટન), દ્રવિડ, ઉથપ્પા, વ્હાઇટ, કાલીસ, વિનય કુમાર, ડી.સ્ટેન, આર. ટેલર, એમ.પાંડે, મિથુન, કોહલી, પી.કુમાર, ડયુ પ્રિઝ, એન. દોશી, બી. અખિલ.
વિક્ટોરિયા (ઓસ્ટ્રેલિયા)
ચેમ્પિયન્સ લીગની પ્રબળ દાવેદાર ટીમોમાં ડેવિડ હસીની વિક્ટોરિયાની ટીમ છે, જેમાં હોજ, મેક્ડોનાલ્ડ, હારવુડ, મકાય, નેનીસ, સીડલ જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ધુરંધર સ્ટાર્સ છે. ઓસ્ટ્રેલિયાની બીગ બાસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલા વિક્ટોરીયાએ સતત બીજા વર્ષે ટુર્નામેન્ટમાં સ્થાન મેળવી લીધું છે. યુવા ખેલાડી ક્યુઇનીના દેખાવ પર બધાની નજર રહેશે.
ટીમ ઃ ડી.હસી (કેપ્ટન), આર.કાર્ટેર્સ, એ.ફિન્ચ, એસ.હારવુડ, જે.હેસ્ટીંગ, બી.હોજ, એ.મેક્ડોનાલ્ડ, બી.મેક્ગેઇન, સી.મકાય, જી.મેક્સવેલ, ડી.નેનીસ, જે.પેટ્ટીનસન, આર.ક્યુની, પી.સિડલ, એમ.વાડે.
સાઉથ ઓસ્ટ્રેલિયા (ઓસ્ટ્રેલિયા)
માનોયુની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટીક ટીમમાં ફર્ગ્યુસન, ક્લીંગર, ટૈટ વિગેરે જેવા સ્ટાર ખેલાડીઓ છે. ક્લીંગરની કેપ્ટન્સી હેઠળ સાઉથ ઓસ્ટ્રેલિયા પણ ટાઇટલ જીતવાની દાવેદાર ટીમોમાં સામેલ મનાય છે.
ટીમ ઃ જી.માનોયુ (કેપ્ટન), સી.બેઇલી, સી.બોર્ગેસ, ડી.ક્રિસ્ટીયન, ટી.કૂપર, સી.ડયુવલ, સી.ફર્ગ્યુસન, પી.જ્યોર્જ, જે.હાર્બરફિલ્ડ, ડી.હેરિસ, એમ.ક્લીંગર, ટી.લ્યુડમેન, એ.ઓ'બ્રાયન, જી.પ્યુટલેન્ડ, એસ.ટૈટ.
લાયન્સ (સાઉથ આફ્રિકા)
સાઉથ આફ્રિકાની પ્રો-ટ્વેન્ટી-૨૦ ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમ લાયન્સ હવે ચેમ્પિયન્સ લીગમાં ખળભળાટ મચાવવા આતુર છે. કેપ્ટન એ.પીટરસન અને નીલ મેકેન્ઝીનો બહોળો અનુભવ ટીમ માટે ઉપયોગી સાબિત થશે તેમ મનાય છે. જો કે તેમના બોલરો પાસે ખાસ અનુભવ નથી અને આ નબળુ પાસુ તેમને ભારે પડી શકે છે.
ટીમ ઃ એ.પીટરસન (કેપ્ટન), સી.એલેક્ઝાન્ડર, એસ.બર્ગર, આર.કેમેરોન, ડબલ્યુ. કોઇસ્ટસી, સી.ડેએકોન, ડી બુ્રયન, આર.ફ્રાયલીન્ચ, એન.મેકેન્ઝી, ઇ.ઓ'રેલી, એ.ફોન્ગીસો, જે.સીમેન્સ, ટી.ત્સોલેકીલે, જે.વેન્ડીર, વી.વાન જાર્સવેલ્ડ.
ગયાના (વેસ્ટ ઇન્ડિઝ)
ચેમ્પિયન્સ લીગની પ્રથમ સિઝનમાં ધમાલ મચાવનારી ટ્રીનીદાદ ટોબેગોની ટીમ આ સિઝન માટે ક્વોલિફાય થઇ શકી નહતી પણ તેનું સ્થાન લેનારી ગયાનાની ટીમ પાસે ચાહકોને વિજયી દેખાવની આશા છે.
ટીમ ઃ સરવન (કેપ્ટન), સી.બર્નવેલ, ડી.બિશૂ, એસ.ચેટેરગૂન, ડી.ક્રિસ્ટીયન, ઇ.ક્રાન્ડોન, આર.ક્રાન્ડોન, એસ.ક્યુસ, એન.દેવનારાયણ, ટી.ડોવલીન, જે.ફૂ, એ.ફ્યુડેડીન, એસ.જેકોબ્સ, આર.રામદીન, પી.વિન્ટ્ઝ.
સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ (ન્યુઝીલેન્ડ)
ન્યુઝીલેન્ડની ટીમને ટુર્નામેન્ટ શરૃ થતાં પહેલા જ તેના બે સ્ટાર ખેલાડીઓ આર.ટેલર અને જે.ઓરમ ગુમાવી ચુકી છે. તેમની બેટિંગનો મુખ્ય આધાર ઇન્ગ્રામ, સિંકલેર અને કેપ્ટન હાઉના દેખાવ પર રહેશે.
ટીમ ઃ જે.હાઉ (કેપ્ટન), ડી.બ્રેસવેલ, બી.ડીએમેન્ટી, બી.ગ્રીગ્સ, પી.ઇનગ્રામ, એમ.મેક્ક્લીનગ્લેન, એમ.મસોન, એ.મીલ્ને કે.નોઇમા-બારનેટ, બી.પેટ્ટોન, એસ.રાન્સ, એમ.સિંકલેર, ટી.વોટસન, બી.વ્હીલર, જી.વોર્કેર.
વાયમ્બા (શ્રીલંકા)
શ્રીલંકાની ઘરઆંગણાની ટ્વેન્ટી-૨૦ ટીમ સતત બીજી વખત ચેમ્પિયન્સ લીગમાં રમશે. તેઓ ગત વર્ષની નિષ્ફળતાને ભુલી નવેસરથી શરૃઆત કરવા આતુર છે.
ટીમ ઃ જે.મુબારક (કેપ્ટન), ડી ઝોયસા, આર.હેરાથ, ડી.હુનુકુમ્બુરા, એમ.જયવર્દને, એસ.કરુનાનાયકે, જી.કુલાતુંગા, કે.લોકુરાચ્ચી, એમ.મહારૃફ, એ.મેન્ડીસ, કે.પરેરા, ટી.પરેરા, આઇ.ઉદાના, એણ.ઉદાવાટ્ટે, સી. વેલેગેડેરા.
વોરિયર્સ (સાઉથ આફ્રિકા)
સાઉથ આફ્રિકાના ઘરઆંગણાની ટુર્નામેન્ટમાં ત્રેવડા ખિતાબ જીતનારી ટીમમાં બાઉચર, એન્ટીની અને બોયે જેવા સ્ટાર ખેલાડી છે.
ટીમ ઃ જેકોબ્સ (કેપ્ટન), બોયે, બોથા, બાઉચર, સી.ઇન્ગ્રામ, એ.જેકોબ, ક્રેસ્ચ, ક્રુગર, માયેર, એન્ટીની, પ્રિન્સ, સ્મુટ્સ, થેરોન, થીસેન, સોત્સોબે.


 

 

Share |
  More News
મેગાસિટી અમદાવાદમાં ૬૪ વોર્ડ અને ૩૫.૮૭ લાખ મતદારો
અમદાવાદમાં વાદળોએ અંધકાર સર્જતા લોકોમાં ભારે વરસાદનો ડર
'નવી સીટ' રચવા હાઇકોર્ટે રાજય અને કેન્દ્ર સરકાર પાસેથી નામો માંગ્યા
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved