Last Update : 10-Sept.-2010, Friday
મોન્સુન મસ્તીમાં ફોટોગ્રાફીની મજા માણો.....

વર્ષમાં થોડા દિવસ માટે જ વરસાદી માહોલમાં ફોટોગ્રાફીની તક મળે. હવામાન ખરાબ હોય ત્યારે ક્રીએટિવ ફોટોગ્રાફરને તો મજા પડી જાય. ચોમાસામાં કેમેરાને થર્મોકોલના બોક્ષમાં મૂકી ફૂગ ના લાગે તે જોવું જોઈએ. પરંતુ સાથે મસ્તીભર્યા લીલા-પીળા-ગ્રે રંગો ક્લીક કરવા જોઈએ.
મોન્સુનમાં રંગબેરંગી છત્રીઓ, બાળકોના રેઈનકોટ, છત્રીમાં કપલ, આકાશમાં વાદળો અને વીજળી તેમજ દરિયાકિનારે તોફાની મોજાં અને ભીંજાતા લોકો તમને ફોટોગ્રાફીની ઉત્તમ તકો આપે છે. થોડી ટિપ્સ નોંધી લ્યો.
પ્લાસ્ટિક બેગમાં કેમેરાને ઢાંકી અથવા છત્રીનું આવરણ લઈ ફોટોગ્રાફી કરતા રહો.

રીક્ષા કે કારમાં સંતાઈને પણ ફોટોગ્રાફી કરી શકાય. સામાન્ય કરતાં એક સ્ટોપ ઓછું રાીખવાથી દ્રશ્ય જરા ઘેરૂ બનશે અને રિઝલ્ટમાં તોફાની અસર પણ મળી જશે.
નેશનલ જીઓગ્રાફિક ફોટોગ્રાફર્સ ફિલ્ડગાઈડના સૂચન પ્રમાણે ઘેરા બ્રેકગ્રાઉન્ડ સામે વરસતા વરસાદનો ફોટો સરળતાથી લઈ શકાય. શટરસ્પીડ ઓછામાં ઓછી ૧/૧૨૫ રાખવી. વરસાદને લાંબી લીટીમાં ઝડપવો હોય તો ઓછી સ્પીડ વાપરવી.
ફ્લેશ પર પાણી પડે તો શોક લાગશે એટલે છત્રીનો ઉપયોગ કરવો. બેગમાં સિલિકા જેલ રાખવી. ભેજ સામે લડવા માટે તે શ્રેષ્ઠ હથિયાર છે. ગેડગેટ બેગ, સ્લાઈડ બોક્ષ, નેગેટિવ અને પ્રિન્ટમાં સિલિકાને સીલ કરી રાખો. ઓવનમાં સૂકવી ફરી વાપરો. સિનિઅર ફોટોગ્રાફરના વરસાદી ફોટા જુઓ, મેગેઝીન વાંચો, ચર્ચા કરો અને સલામતી સાથે મોન્સુન ફોટોગ્રાફી માણો.

 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved