| Last Update : 10-Sept.-2010, Friday |
|
|
|
|
|
|
|
 |
|
દિલ ખોલીને વાત કરે છે શિલ્પા શેટ્ટી |
| |
|
મારા લગ્નથી મારી કારકિર્દીમાં ખાસ કોઇ ફેરફાર થયો નથી.મારા પતિ રાજ કુંદ્રાને મારી કારકિર્દીથી કોઇ ફરિયાદ નથી. જ્યારે હું રાજની જિંદગીમાં આવી ત્યારે હું એક અભિનેત્રી જ હતી તો પછી હવે મારા પ્રોફેશનને તિંલાજલી આપવાની વાત જ નથી.
મેં મારો વ્યવસાય વધારી દીધો છે. થોડા જ વખતમાં જ હું મુંબઇમાં સ્પાનો ત્રીજો આઉટલેટ ખોલવાની છું.
જ્યાં સુધી સ્ટાઇલની વાત છે, તો હું મારી સ્ટાઇલ મારી જાતે જ ક્રિએટ કરૂં છું. મને પહેલાંથી જ બ્યુટી, ફેશન અને સ્ટાઇલમાં રસ રહ્યો છે. શક્ય છે કે ભવિષ્યમાં હું ફેશન વર્લ્ડ માટે પણ કામ કરૂં.
મેં શમણાંમાં પણ નહોતું વિચાર્યું કે હું બિઝનેસ કરીશ. હા, પણ એક બ્યુટી સલૂન ખોલવાની મારી ઇચ્છા જરૂર હતી. પરંતુ આજે આવડા મોટા બિઝનેસ માટેનો શ્રેય હું મારા પતિ રાજ કુંદ્રાને આપું છું.
હોના કરણ મારો ફેવરિટ ડિઝાઇનર છે. મને તેણે બનાવેલા આઉટફિટ ક્લાસિક લાગે છે.
મને જ્વેલરીનો શોખ છે. પરંતુ જ્વેલરી પહેરવા બાબત મારો એક કાયદો છે કે કાનની બૂટી અને નેકપીસ એમ બન્ને નથી પહેરતી. જો ઇયરિંગ્સ પહેરૂં તો નેકપીસ ન પહેરૂં.
રિયાલિટી શો ‘બિગ બ્રધર’થી મારી જિંદગીમાં વળાંક આવી ગયો. મને આ શોની ઓફર ત્યારે મળી હતી જ્યારે હું ફિલ્મો મળે તેની રાહ જોતાં જોતાં થાકી ગઇ હતી. ‘બિગ બ્રધર’ની જીતે જ મને મારા ચાહકોની લાગણીની પ્રતિતી થઇ હતી. અને ત્યારે મેં અનુભવ્યું હતું કે જિંદગીએ મારી સાથે ન્યાય કર્યો છે. મેં બહુ મહેનત અને સંઘર્ષ કર્યો છે.
આજે મારી જિંદગીમાં આવેલ બદલાવથી હું બહુ ખુશ છું.ુ
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|