Last Update : 10-Sept.-2010, Friday

અરબાઝ ખાન - મલઇકા અરોરા-ખાન ફિલ્મનિર્માતા તરીકે સફળતા મળવાની આશા રાખતું દંપતી

 


૧૪ વર્ષ ફિલ્મો-દ્યોગમાં ગાળ્યા બાદ પણ અરબાઝ ખાનની અભિનય કારકિર્દીની ગાડી પાટે ચડતી નહોતી. આથી તેને કંઇ નવું કરવાની જરૂર લાગતી હતી. ફિલ્મોદ્યોગમાં મધઝરતાં શબ્દો અને અનોખા દ્રષ્ટિકોણની જ બોલબાલા જોવા મળે છે. આવા સિનારિયામાં અભિનેતા અરબાઝની નિખાલસતા હૃદયને સ્પર્શી જાય તેવી છે. જોકે અભિનેતા તરીકે સફળતા ન મળતાં તે પત્ની મલઇકા અરોરાખાન સાથે મળીને ‘દબંગ’ ફિલ્મ દ્વારા નિર્માતા બન્યો છે.
અરબાઝે કહ્યું હતું કે, ‘જ્યારે દિગ્દર્શક અભિનવ કશ્યપે ફિલ્મના પાત્ર માટે મારો સંપર્ક કર્યો ત્યારે પોતે નિર્માતા શોધી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અભિનવની વાતમાં મને સોનેરી તક દેખાઈ જેની હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો.’
મલઇકાએ વાતનો દોર સંભાળતાં કહ્યું હતું કે, ‘પોતાના નિર્માતા બનવાના નિર્ણયની સૌથી પહેલી જાણ અરબાઝે મને કરી હતી. તે આ બાબતે અત્યંત ઉત્સાહિત હતો અને ફિલ્મની સફળતા વિશે ખાતરી અનુભવતો હતો. જોકે તેણે મને ફિલ્મની કથા વિશે ખૂબ જ ઓછી માહિતી આપી હતી. પરંતુ તેનો ઉત્સાહ અનેરો હતો અને તે જોઈને હું તેની વાત સાથે સંમત થઇ ગઈ હતી.’
અરબાઝે ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે પોતાના ભાઈ સલમાનને લીધો. જ્યારે અભિનેત્રી તરીકે નવી પ્રતિભાની શોધ આરંભી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ‘દબંગ’ની અભિનેત્રી, પાર્શ્ચગાયકો અને દિગ્દર્શક નવોદિત છે. ‘ફિલ્મના મોટાભાગના ક્રૂ મેમ્બર ત્રીસીની અંદરના હતા અને અમે જરા સરખી પણ બાંધછોડ કરવા તૈયાર નહોતા. કોઇપણ ક્રૂ મેમ્બર કંઇ સૂચન કરતો અને તે ફિલ્મ માટે યોગ્ય લાગતું તો અમે તે વિચારને સ્વીકારી લેતા હતા’ એમ અરબાઝે કહ્યું હતું.
કદાચ આ જ કારણે ફિલ્મનું બજેટ ધાર્યા કરતાં ઘણું વધી ગયુ ંહતું તથા શૂટિંગ શેડ્યુલ પણ લંબાયું હતું. પરંતુ અરબાઝને આ વાતનો અફસોસ નથી. કારણ કે બિઝનેસના દ્રષ્ટિકોણથી શરૂ કરેલું આ કામ પછી તેના રસનો વિષય બની ગયું હતું. જોકે નિર્માત્રી તરીકે મલઇકાની ભૂમિકા અત્યંત મર્યાદિત હતી. તેણે પોતાના પતિને નૈતિક ટેકો આપવાનો હતો તથા તે જે કંઇ કામ સોંપે તે કરવાનું હતું. ‘ફિલ્મ નિર્માણની ટેક્નિકલ જાણકારી હું ધરાવતી નથી. છતાં અરબાઝને જ્યાં મુંઝવણ જેવું લાગતું હતું ત્યાં તે મારો અભિપ્રાય લેતો હતો’ એમ મલઇકાએ જણાવ્યું હતું.
જોકે ‘દબંગ’ રજૂ થાય તે પૂર્વે જ મલઇકા અભિનિત આઇટમ ગીત ‘મુન્ની બદનામ’ હિટ થઇ ગયુ ંહતું. આ વાતે હરખ અનુભવતાં અરબાઝે કહ્યુ ંહતું કે, ‘હું મલઇકાને તેની કારકિર્દીના સૌથી હિટ ગીતની ભેટ આપી શક્યો તેનો મને આનંદ છે.’
આ સાંભળતાં જ આનંદિત થઇ ગયેલી મલઇકાએ કહ્યું હતું કે, ‘આ ગીતમાં એક ગ્લેમરસ ચહેરાની જરૂર હતી અને અરબાઝે અન્ય કોઇનો વિચાર કર્યા વગર જ મને આ ગીત સોંપી દીઘું હતું.’
‘હું આ ગીત માટે કરીના કપૂર કે શિલ્પા શેટ્ટીનો સંપર્ક કરી શક્યો હોત. પરંતુ મારે તેવા કોઇ અખતરા કરવા નહોતા. મલઇકા જ આ ગીત માટે તમામ રીતે લાયક હોવાનું મને લાગ્યું હતું,’ એવું અરબાઝે ઉમેર્યું હતું.
અરબાઝે દિગ્દર્શક કશ્યપની પહેલી ફિલ્મના નિર્માતા બનવા ઉપરાંત ફિલ્મમાં અભિનય કરવાની તેની ઓફરનો પણ સ્વીકાર કર્યો હતો. સલમાનના ભાઈ માખનચંદ પાંડે ઉર્ફે મખીની ભૂમિકામાં અરબાઝ જોવા મળે છે. જોકે અભિનેતા નિર્માતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘મેં નાની જ ભૂમિકા ભજવી છે અને કોઇ સ્ટાર અભિનેતા તે ભજવવા તૈયાર ન થાત એટલે મારે તે સ્વીકારવી પડી હતી. વળી હું માત્ર નિર્માતા બનીને જ રહેવા માગતો નથી એટલે હું મહત્ત્વની ભૂમિકા ભજવી શકું છું. તેમ છતાં મારા નિર્માણગૃહની આગામી ફિલ્મોમાં હું ભૂમિકા ભજવીશ જ એવું જરૂરી નથી.ુ

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved