| Last Update : 10-Sept.-2010, Friday |
|
|
|
|
|
|
|
 |
|
પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂર-હમ સાથ સાથ હૈ |
| |
|
પ્રિયંકા અને શાહિદ પ્રેમમાં હોવાનો ગમે તેટલો ઇન્કાર કરે પરંતુ જાહેરમાં તેમનું વર્તન અલગ જ વાતની ચાડી ખાય છે. પ્રિયંકા બ્રાઝિલ ગઇ એ પૂર્વે લોખંડવાલાની એક કાફેમાં આ લવ બર્ડસ્ ડિનર લેતા જોવા મળ્યા હતા. જો કે આ સમયે તેમનું ઘ્યાન ભોજનમાં ઓછું પરંતુ એકબીજા પર વઘુ હતું. જો કે શાહિદનો નાનો ભાઇ સાથે હતો એટલે તેમણે માત્ર તારા મૈત્રક રચીને જ સંતોષ માનવો પડ્યો હતો. તેની સામે વઘુ પ્રેમ ગોષ્ઠિ તો તેઓ કરી શકે તેમ નહોતું. પ્રિયંકા ખાસ હોય એવું લાગે છે. એમ નહોત તો શાહિદ એના નાના ભાઇને સાથે કેમ લાવત? શક્ય છે દિયર-ભાભી વચ્ચે દોસ્તી થાય એવો શાહિદનો ઇરાદો હશે. ખેર, આ ડિનર દરમિયાન પણ બંને વચ્ચે નાની ચણભણ થઇ હતી. પરંતુ તરત જ સમાધાન થઇ ગયું હતું. લાગે છે હવે આ વખતે આ પ્રેમી પંખીડા તેમની આડે કોઇ પણ વાત આવવા દેવા માગતા નથી.ુ
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|