Last Update : 10-Sept.-2010, Friday

કાજોલ લાંબી મેટર્નિટી લીવ પર ઉતરી ગઈ છે

 

કાજોલની ફિલ્મ ‘વી આર ફેમિલિ’ રિલીઝ થઈ છે અને હવે તે લાંબી મેટર્નિટી લીવ પર ચઢી ગઈ છે. આથી કાજોલના ચાહકો માટે આ એક મહત્ત્વની ફિલ્મ છે. ‘વી આર ફેમિલિ’ તેને માટે એક ખાસ ફિલ્મ હોવાનું કહેતા કાજોલ ઉમેરે છે કે તે ચુનંદા ફિલ્મોમાં જ કામ કરતી હોવાને કારણે તેને પોતાની દરેક ફિલ્મ ખાસ હોય એવું જ લાગે છે.
કરણ જોહેર જેવા ખાસ મિત્રની ફિલ્મ સાઈન કરતા પૂર્વે પણ કાજોલ ફિલ્મની સ્ક્રિપ્ટ જોવાનો આગ્રહ રાખે છે. ‘‘આ બાબતે શંકાને કોઈ સ્થાન જ નથી મને લાગે છે કે ફિલ્મ માટે સ્ક્રિપ્ટ સૌથી વઘુ મહત્ત્વની છે. સારી સ્ક્રિપ્ટ હોય નહીં તો કુશળ દિગ્દર્શક, ટેલન્ટેડ કલાકારો પણ ફિલ્મને તારી શકતા નથી. આ ઉપરાંત કરણ સાથે મારે એવો સંબંધ છે કે મને સ્ક્રિપ્ટ ગમે નહીં તો હું તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવી શકું છું પછી એમા ફેરફાર કરવા કે નહીં એ તેણે નક્કી કરવાનું છે. તે મારે બદલે બીજા કોઈ સાથે કામ કરે તો મને માઠું લાગતું નથી અને હું તેની ફિલ્મ કરવાની ના પાડું તો તેને ખરાબ લાગતું નથી.’’
કરીના કપૂર સાથે કાજોલ આ પૂર્વે ‘કભી ખુશી કભી ગામ’માં કામ કરી ચૂકી છે. પરંતુ એ ફિલ્મમાં તેમના બન્નેના સાથે દ્રશ્યો ખૂબ જ ઓછા હતા પરંતુ આ વખતે આ બન્ને આખી ફિલ્મમાં જ સાથે છે. કરીનાની વાત નીકળતા જ કાજોલ કહે છે, ‘‘કરીના સાથે કામ કરવાની ઘણી મઝા આવી હતી. તેનામાં ભારોભાર રમૂજ વૃત્તિ છે. જેને કારણે ઘણો ફેર પડે છે. તે પોતાની જાત પર પણ હસી શકે છે. આવી વિનોદી અભિનેત્રી સાથે કામ કરતી વખતે સમય ક્યાં પસાર થઈ જાય છે એની ખબર જ પડતી નથી. અગાઉ કરતા આજે તે ઘણી અનુભવી બની ગઈ છે. કભી ખુશી કભી ગમ તેની કારકિર્દીની શરૂઆતથી ફિલ્મોમાંની એક હતી તે સમયે તે બિન અનુભવી હતી અને મારા તેની સાથે વઘુ દ્રશ્યો નહોતા. પરંતુ ‘વી આર ફેમિલિ’માં એકબીજા સાથે વાતો કરવાની જરૂર હતી. આ એક એવા પ્રકારની ફિલ્મ છે જેમાં તમે અતડા રહી કામ કરી શકો નહીં.
ફિલ્મમાં કાજોલે એલ્વિસ પ્રિસલીના ‘જેલ હાઉસ રોક’ના દેસી વર્ઝન પર ડાન્સ કર્યો છે જેની ઘણી ચર્ચા છે. ‘‘આ ડાન્સ કરવાની ઘણી મઝા આવી હતી. મને એલ્વિસ ગમે છે મને લાગે છે કે તે ‘રોક એન્ડ રોલ’નો કિંગ છે અને રહેશે. તે મારી કારમાં છે મને લાગે છે કે તે અફલાતુન છે. આ નૃત્ય કરવાની મને તક મળી એ માટે હું આભારી છું. મારી જાતને સ્પશિયલ સમજું અને મને લાગે છે કે મૂળ ગીતની સાથે અમે તાલ મેળવી શક્યા નથી. કોઈ પણ એલ્વિસની તોલે આવે તેમ નથી.
કાજોલ એક એવી અભિનેત્રી છે જેને પડદા પર જોવી ગમે છે. પરંતુ આ તેની છેલ્લી ફિલ્મ હશે એવો પણ ડર સતત રહે છે. અને હવે તો ખરેખર તે એક લાંબા બ્રેક પર છે અને હમણા સુવાવડ કરવા તેને પિયર ગઈ છે. કાજોલે કબૂલ કર્યાં પ્રમાણે તેને પોતાને પણ એમ લાગે છે કે હવે ક્યારે તે પોતાની જાતને પડદા પર જોશે. ‘‘મને લાગે છે કે લોકોને લાગે કે હવે તેઓ સંતાનો ઉછેર માટે તૈયાર છે ત્યારે તેમણે સંતાનને જન્મ આપવો જોઈએ. હું એવા ઘણા લોકોને જાણું છું જેઓ આર્થિક સમસ્યાને કારણે તેમના સંતાનના ઉછેર માટે લાંબી રજા લઈ શકતા નથી. અને એ માટે તેમને દાદ દેવી પડે તેમ છે કારણ કે ત્રણ મહિનાના બાળકને બીજા પાસે છોડીને જવાનું કામ સહેલું નથી. પરંતુ મને ઘરે બેસવાનું પરવડી શકે છે. આર્થિક સમસ્યા નથી આથી હું મારા સંતાનને મારે હાથે ઉછેરી શકું છું. મને લાગે છે કે એક બાળક માટે પણ તેની માતા પાસે હોય એ જરૂરી છે.’’ કાજોલ કહે છે.
એક પુત્રી પછી હવે પરિવાર પૂર્ણ કરવા એક પુત્રની ઇચ્છા છે? આ પ્રશ્વ્નના ઉત્તરમાં કાજોલ કહે છે, ‘‘પુત્રથી જ પરિવાર પૂર્ણ થાય એમ હું માનતી નથી. અમે પણ બે બહેનો જ છીએ. પરંતુ ક્યારે પણ અમને કે અમારા માતા-પિતાને અમારો પરિવાર પૂર્ણ નથી એમ લાગ્યું નથી. અજય અને મને માત્ર એક સ્વસ્થ સંતાનની ઇચ્છા છે. પછી એ પુત્ર હોય કે પુત્રી એ વાત અમારે માટે ગૌણ છે.’’ુ

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved