મુંબઇ - દક્ષિણ મુંબઇમાં શેરબજાર નજીક ફરજ બજાવી રહેલા એક કોન્સ્ટેબલે ત્રણ દિવસ અગાઉ માથામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું, એમ પોલીસે કહ્યું હતું.
એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ૬ સપ્ટેમ્બરનાં રોજ શેર બજાર નજીક ડયુટી બજાવી રહેલા રાજારામ પવારે પોતાની એસએલઆર રાયફલમાંથી માથામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
સારવાર અર્થે તેને જેજે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું, એમ એમઆરએ માર્ગ પોલીસે કહ્યું હતું.
તે સમયે પવાર પાસેથી એક સ્યુઇસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરતો હોવાનું તથા આ માટે કોઇ જવાબદાર નથી એમ લખ્યું હતું. પવાર ડાયાબિટીસની બીમારીથી પીડાતો હતો. |