Last Update : 10-Sept.-2010, Friday
૧૨મીએે મીટર જામ ઝુંબેશનો બીજો તબક્કો
આ વખતે મુંબઇ ઉપરાંત નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નાઇ પણ જોડાશે

મુંબઇ - મહાનગર મુંબઇમાં 'મીટર જામ' ઝુંબેશને હજુ મહિનો પણ થયો નથી ત્યાં હવે ફરીથી તે ઝુંબેશ મોટા પાયા પર આદરવાની તૈયારી થઇ રહી છે. વધુમાં આ વખતે મુંબઇ ઉપરાંત અન્ય ત્રણ શહેરના પ્રવાસીઓ પણ તેમાં જોડાવાના છે.

મુંબઇમાં 'મીટર જામ' ઝુંબેશના પ્રણેતા તથા એડવર્ટાઇઝિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા રચના બ્રાર, જયદેવ રૃપાની તથા અભિલાષ કૃષ્ણન હવે મોટા પાયા પર અને સુયોગ્યતાપૂર્વક ફરીથી તે ઝુંબેશ આદરવાના છે. પ્રથમ ઝુંબેશના બેમહિના બાદ ભારતના ચાર શહેરમાં ફરીથી તે ઝુંબેશ આદરવામાં આવશે. જે મુજબ ૧૨મી ઓક્ટોબરે મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ તથા બેંગલોરમાં 'મીટર જામ' કરવામાં આવશે.

ઓગસ્ટ મહિનાની ઝુંબેશ પછી અન્ય શહેરમાં પણ તેવા પ્રકારની ઝુંબેશ શરૃ કરવાની અનેક વિનંતીઓ કરવામાં આવી રહી છે એમ ૨૮ વર્ષનો જયદેવ રૃપાની કહે છે. હજુ પણ અનેક રિક્ષા-ટેક્સી ચાલકો દ્વારા પ્રવાસીને ગંતવ્ય સ્થાને લઇ જવા માટે નનૈયો ભણવામાં આવે છે તથા મીટર સાથે ચેડાં કરવામાં આવે છે અને ગેરવર્તણૂક પણ આચરવામાં આવતી હોવાનું રૃપાની ઉમેરે છે.

નિર્ધારિત ઝુંબેશના દ્રિતીય તબક્કાને હવે એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. જેને અનુલક્ષીને જાહેરાત ક્ષેત્ર સાથે સંકળાયેલા ત્રણેય વ્યવસાયિકો ફેસબુક અને તેમની વેબસાઇટનો ઉપયોગ કરે છે. જેના દ્વારા તેઓ દિલ્હી, બેંગલોર અને ચેન્નાઇમાં સ્વયંસેવકોની નિમણૂક કરવાની શરૃઆત કરી છે. સ્વયંસેવકોને ફોર્મ ભરવાનંું હોય છે. અત્યાર સુધીમાં૧૫૦ સ્વયંસેવકોની નોંધણી થઇ હોવાનું જણાવીને કૃષ્ણન ઉમેરે છે કે તે પૈકી અમુકની પસંદગી કરવામાં આવ્યા પછી ટેલિફોન પર તેમનો ઇન્ટરવ્યુ લઇને ઝુંબેશનો મોરચો સંભાળવા માટે શહેર દીઠ ત્રણ વ્યક્તિની નિમણૂક કરીશું.

અનેક લોકો દ્વારા આ વખતે ઝુંબેશને એક દિવસની જગ્યાએ બે-ત્રણ દિવસ સુધી ચાલુ રાખવાની વિનંતી કરી હોવાનું કૃષ્ણન જણાવીને કહ્યું હતું કે તે બાબતમાં તેઓ હજુ અનિર્ણિત છે. આ ઉપરાંત ૧૨ ઓક્ટોબર સુધીમાં તેઓ ફરિયાદ પ્રક્રિયા શરૃ કરવાના હોવાનું રચના બ્રાર જણાવે છે. જેને અંતર્ગત વ્યક્તિઓ એસએમએસ કે વેબસાઇટ મારફતે અપરાધી ડ્રાઇવરનું નામ નોંધાવી શકે છે.

જેને પરિણામે વારંવાર ગુનો કરનારાની ડેટાબેંક બનાવવી સુલભ સાબિત થશે. બીજે છેડે ભાડું નકારતાં ન હોય તથા ખૂબ નમ્રતાપૂર્વક વાતચીત કરતા હોય તેવા ડ્રાઇવરનના નામ અને નંબર નોંધાવવાની પણ લોકોને વિનંતી કરી રહ્યા ંછે. જેને કારણે અનેક લોકો સેવાનો લાભ લેવા ફોન પર તેમનો સંપર્ક સાધીને તેમને કમાણી કરવાની તક પ્રદાન કરી શકે છે.


Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved