Last Update : 10-Sept.-2010, Friday
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ

રાજ્યમાં આવા ૭.૧૨ લાખ કેસ

મુંબઇ - મહારાષ્ટ્રમાં બાઉન્સડ્ (અસ્વીકૃત) ચેકના અનિર્ણીત કેસોની મોટી સંખ્યાથી ચોંકેલી મુંબઈ હાઇ કોર્ટે બુધવારે આવા કેસના ઝડપી નિકાલ માટેના ઉપાયોનું સૂચન કરવા ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરી હતી. રાજ્યમાં બાઉન્સડ્ ચેકના કુલ ૭.૧૨ લાખ કેસ અનિર્ણિત હાલતમાં છે. આ પૈકીના ૩.૧૭ લાખ કેસ એકલા મુંબઈની જ વિવિધ મેટ્રોપોલિટન અદાલત સમક્ષ પડતર સ્થિતિમાં છે.

ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, રજિસ્ટ્રાર (લિગલ) અને મુંબઈના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની બનેલી આ સમિતિને આ કેસો આટલી મોટી સંખ્યામાં કેમ અનિર્ણિત રહ્યા તેનાં કારણોનો અભ્યાસ કરવા તથા ચાર સપ્તાહમાં અહેવાલ સુપરત કરવા જણાવવામાં આવ્યું છે. નાશિક ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રિયલ એન્ડ મર્કન્ટાઈલ કો. ઓ. બેન્ક લિ.એ નોંધાવેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં ન્યાયમૂર્તિઓ બી. એચ. માર્કોપલ્લે અને અમજદ સૈયદની ડિવિઝન બેન્ચે બાઉન્સડ્ ચેકના કેસ ચલાવવા ૧૫ ખાસ અદાલતોની સ્થાપના કરવા રાજ્ય સરકારને જણાવ્યું છે.

આ સાથે ન્યાયમૂર્તિઓએ એવી પણ ટકોર કરી હતી કે આ સમસ્યાનો ઉકેલ માત્ર નવા હોદ્દા ઊભા કરવાથી આવશે નહીં. સરકાર ૧૫ નવી અદાલતોની સ્થાપના કરે ત્યાં સુધી અમે રચેલી સમિતિ બાઉન્સડ્ ચેકની સમસ્યા તપાસશે અને ઉપયોગી સૂચનો કરશે. મુંબઈમાં મૂળભૂત સુવિધાન નબળા માળખા વિશે વાત કરતાં ન્યાયમૂર્તિ માર્કોપલ્લેએ ટિપ્પણી કરી હતી કે મુંબઈમાં વધુ ન્યાયમૂર્તિઓનો સમાવેશ કરી શકાય તેટલી જગ્યા જ ક્યાં છે? ખરેખરી સમસ્યા તો કેસોનો સમયસર નિકાલ થતો નથી તે છે.

રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ-જનરલ રવી કદમ અને ધારાશાસ્ત્રી આનંદ પાટીલે અદાલતને કહ્યું હતું કે સરકારે આ પરિસ્થિતિની ગંભીર નોંધ લીધી છે અને તે વિવિધ ઉપાયો વિશે વિચારી રહી છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (અસ્વીકૃત ચેકના કેસ હાથ ધરવા માટેનો (એક્ટ)ની ૧૩૮ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવા માટેની કોર્ટમાં અમે વધારો કર્યો હતો પણ તેથી કોઈ ફાયદો થયો નહતો. મોટા ભાગની નાણાકીય સંસ્થાઓ મુંબઈ બહાર હોવાથી ચેક બાઉન્સિંગના મોટા ભાગના કેસ મુંબઈની અદાલતોમાં નોંધાવવામાં આવે છે.

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved