Last Update : 10-Sept.-2010, Friday
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
ઉત્તરવહીની પુનઃચકાસણી કર્યા પછી ફક્ત ત્રણ વિદ્યાર્થીને ઉત્તીર્ણ જાહેર કરાયા

મુંબઇ - ભાયખલાસ્થિત એમએચ સાબુ સિદીક પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ પરિણામ જોઈને ચકિત થઈ ગયા હતા. પહેલી જુલાઈએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જોઇને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 'લાઇસેન્ટીએટ ઇલેક્ટ્રોનિક એન્ડ રેડિયો સર્વિસિંગ'ના તમામ ૫૭ વિદ્યાર્થીને થિયરી તથા પ્રેકિટકલની તમામ પરીક્ષામાં શૂન્ય માર્ક મળ્યો હતો.

જેને પરિણામે હતપ્રભ થયેલા કોલેજના સંચાલકોએ 'મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ વોકેશનલ એક્ઝામ્સ' (એમએસબીવીઇ)ને પત્ર મોકલ્યો હતો. જેમાં ઉત્તરવહીની પુનઃચકાસણી કરીને ભૂલ સુધારવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે પુનઃચકાસણી કર્યા પછી ફક્ત ત્રણ જ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા હતા.

ઘૂંઘવાયેલા વિદ્યાર્થીઓએ બોર્ડની બેદરકારીને પરિણામે સમગ્ર વર્ષ ગુમાવવું પડયું હોવાનો આરોપ મૂક્યો હતો. 'અમે ૧૩મી જુલાઇએ એમએસબીવીઇને ભૂલને સુધારવા સંદર્ભનો પત્ર પાઠવ્યો હતો' એમ કોલેજના શિક્ષક પ્રકાશ પાટણેએ જણાવ્યું હતું. ૨૩મી ઓગસ્ટે નવીન માર્કલિસ્ટ મોકલી હોવાની જાણકારી આપીને શિક્ષકે ઉમેર્યુ હતું કે જે મુજબ ફક્ત ત્રણ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં સારા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં શૂન્ય માર્ક મળે એ બાબત અંગે તેમણે શંકા વ્યક્ત કરી હતી.

આ સંદર્ભમાં એમએસબીવીઇના સેક્રેટરી ટી. એમ. વાડિલેનો વારંવાર સંપર્ક સાધવાની કોશિશ કરવા છતાં તે નિષ્ફળ સાબિત થઇ હતી. વાંદરાસ્થિત બોર્ડની ઓફિસના વરિષ્ઠ અધિકારીએ બોર્ડના નીતિ-નિયમ મુજબ વોકેશનલ કોર્સ માટે ઉત્તરવહીની પુનઃચકાસણી કરવામાં આવતી ન હોવાનું જણાવ્યું હતું.
એમએચ સાબુ સિદીક પોલિટેકનિક કોલેજના પ્રાચાર્ય ૅજાવેદ અખ્તરે બોર્ડમાં ઉત્તરવહીની પુનઃચકાસણી કરવાની જોગવાઇ ન હોવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. વધુમાં ઉત્તરવહીની ફોટોકોપી પણ પ્રદાન કરવા તૈયાર ન હોવાનું જણાવીને પ્રાચાર્યએ આ બાબતને બોર્ડની બેદરકારી લેખાવી હતી.
વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતિત કોલેજે આ સંદર્ભમાં 'હાયર એન્ડ ટેકિનકલ એજ્યુકેશન'ના પ્રધાન રાજેશ ટોપેને મધ્યસ્થી કરવા માટેની વિનંતી કરી છે.

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved