મુંબઈ - અંધેરીનાં લોખંડવાલા કોમ્પલેક્સ સ્થિત ચાર દુકાનમાં જાણીતી કંપનીનો નકલી માલ વેચાતો હોવાની માહિતીને આધારે પોલીસે અહીં ગઈકાલે દરોડો પાડયો હતો.
અહીંની પોલીસે અંદાજે ૨૨ લાખ રૃપિયાની કિંમતનાં લેપટોપ બેગ, ટ્રોલી બેગ, સન ગ્લાસ, ચપ્પલ, જેન્ટસ- લેડીઝ પર્સ વગેરે કબજે કર્યા હતા.
ઓશિવરા પોલીસે એન્ફોર્સર્સ ઓફ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સનાં અધિકારીઓએ અંધેરીનાં લોખંડવાલા કોમ્પલેક્સ સ્થિત ચાર દુકાન પર દરોડા પાડયા હતા.
જેમાં ફેશન ફયુઝન શોપ, આલીશાન આર્ટ ગેલેરી, કબાના બુટીક શોપ તથા સ્મોકી, ડીઝાયર ઓફ યુથ શોપ પર દરોડા પાડીને લુઈ વ્યુટન કંપનીનો બનાવટી માલ કબજે કર્યો હતો.
જેમાં લેપટોપ બેગ, ટ્રોલી બેગ, જેન્ટસ- લેડિઝ પર્સ, સનગ્લાસ, મેકઅપ સેટ, ચપ્પલ વગેરે મળીને ૨૧,૯૨,૦૦૦ રૃપિયાનો સામાન કબજે કર્યો હતો. |