Last Update : 10-Sept.-2010, Friday
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
'જોકે, એનસીપી અને કોંગ્રેસના ટોચના નેતાઓએ એરપોર્ટ નજીક રહેણાક ઝોન ઉભા કરવા દબાણ શરૃ કર્યું'

મુંબઈ - નવી મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવી રહેલી રાજ્ય સરકાર અને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરપોરેશન (સિડકો)એ સાઈટ નજીક રહેણાંક ઈમારતો બાંધવાની પરવાનગી આપવાની ધસીને ના પાડી દીધી છે. સત્તાવાળાઓએ એવી સ્પષ્ટતા કરી છે કે એરપોર્ટની સાઈટ તેમજ ફનેલ ફરતો ઓછામાં ઓછી પાંચ કિ.મી. ત્રિજયાનો વિસ્તાર રહેણાંક ઈમારતોથી મુક્ત હોવો જોઈએ.

નવા એરપોર્ટ માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી હોવાથી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસના ટોચના નેતાઓના એક જુથે હાલના જમીનના આરક્ષણોમાં ફેરફાર કરીને નવા એરપોર્ટ નજીક રહેણાંક ઝોન્સ ઊભા કરવાની પરવાનગી આપવા સિડકો પર દબાણ લાવવાનું શરૃ કરી દીધું છે.
'સિડકો'ના સ્ત્રોતોએ જણાવ્યું હતું કે સાઈટની આસપાસની જમીનના ઉપયોગમાં ફેરફાર કરાવવા અમુક ટોચના રાજકારણીઓએ અમારો સંપર્ક સાધ્યો હતો.
'એરપોર્ટ નજીક રહેણાંક મકાનો બાંધવાની પરવાનગી આપવાથી ત્યાં પક્ષીઓ આકર્ષાશે, જે વિમાનો માટે જોખમી બની શકે છે. વળી, આ વિસ્તારમાં ઊંચી ઈમારતો બાંધવા બિલ્ડરો અમુક વરસો બાદ વધુ એફએસઆઈ મેળવવા રાજકારણીઓને લાંચ આપશે, એમ 'સિડકો'નાએક અધિકારીએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારનું પણ એવું માનવું છે કે એરપોર્ટની આસપાસ રહેણાંક બંધાવાથી આ વિસ્તારની સલામતી જોખમાશે. 'આવા મકાનો ત્રાસવાદી હુમલાનું જોખમ ઊભું કરી શકે છે', એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

તાજેતરમાં નવી મુંબઈની મુલાકાત લેનારા ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (આઈસીએઓ)એ પણ 'સિડકો'ને આ બાબતમાં તકેદારી રાખવા જણાવ્યું હતું. રાજ્ય સરકારે 'સિડકો'ને વાઘીવલી ટાપુ યથાવત્ જાળવી રાખી ત્યાં કોઈ પણ પ્રકારના વસવાટની પરવાનગી ન આપવા જણાવ્યું છે. સુધરાઈઓને ઝૂંપડપટ્ટીથી મુક્ત રાખવા જણાવાશે.

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved