| Last Update : 10-Sept.-2010, Friday |
|
|
|
|
|
|
| ગાઢ નિદ્રાથી નાના બાળકોને સ્થૂળતા સામે રક્ષણ મળે છે |
| |
(પી.ટી.આઈ.) લંડન, તા. ૮
તાજેતરમાં જ હાથ ધરાયેલા એક સંશોધનમાં સ્થૂળતા ઘટાડવા માટેના ચોંકાવનારા ઉપાયો પ્રકાશમાં આવ્યા છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે બાળપણમાં ગાઢ નિદ્રા લેવાથી સ્થૂળતા અથવા મેદસ્વીપણું આવતું અટકાવી શકાય છે. નવજાત શિશુઓ અને બાળમંદિરમાં જતા બાળકો રાત્રે ૧૦ કલાકથી ઓછી ઉંઘ લેતા હોય તો તેમની ઉંમર વધે તેમ તેમનામાં સ્થૂળતા આવવાની શક્યતા વધુ રહેલી છે.
નવજાત અને શાળાએ નહિ જતાં નાના બાળકો ૧૦ કલાકથી ઓછી ઊંઘ લેતા હોય તો મેદસ્વિતાનું જોખમ
આ સંશધન સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે અપૂરતી ઊંઘ લેવાથી વ્યક્તિને ભૂખ લાગે છે અને આખો દિવસ તેને કંઈકને કંઈક ખાવાની પ્રબળ ઈચ્છા થતી રહે છે. આ અગાઉ હાથ ધરાયેલા અભ્યાસમાં અપૂરતી ઊંઘના કારણે પુખ્ત વયના લોકોમાં મેદસ્વીપણું આવતું હોવાનું તારણ નિકળ્યું હતું.
જો કે બાળકોમાં પણ અપૂરતી ઊંઘ સ્થૂળતા કે મેદસ્વીપણુ નોતરી શકે છે તેવું તારણ કોઈ અભ્યાસમાંથી નીકળ્યું હોવાની આ પહેલી ઘટના છે. વોશિંગ્ટન અને કેલિપોર્નિયાની યુનિવર્સિટીઓના સંશોધકોએ પાંચ વર્ષથી ઓછી વયના ૧૦૦૦ બાળકોની ઊંઘવાની ટેવ અંગે પરીક્ષણ કર્યું હતું. જેમાં તારણ નીકળ્યું હતું કે ૧૦ કલાકથી ઓછી ઉંઘ લેતા બાળકો પાંચ વર્ષ પછી મેદસ્વી બને તેવી શક્યતા બમણી રહેલી છે. આ અભ્યાસમાં પાંચથી ૧૩ વર્ષની વયના બાળકોને પણ સમાવવામાં આવ્યા હતા. જેમાં ૬ વર્ષની વયના બાળકોમાંથી ૧૦ ટકા બાળકો મેદસ્વી હતા અને તેમાં આગામી વર્ષોમાં વધારો થાય તેવી પણ શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીની સંશોધનકર્તાઓએ ૫૦૦૦ જેટલા યુવાનો પર સર્વેક્ષણ કર્યું હતું. જેમાં વૈજ્ઞાાનિકોએ અપૂરતી ઊંઘ અને ડાયાબિટીસ વચ્ચે સંબંધ હોવાનું તારણ પણ કાઢ્યું હતું.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|