Last Update : 10-Sept.-2010, Friday
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 

(પીટીઆઇ) લંડન, તા.૯
બેન્કિંગ અગ્રણી ગોલ્ડમેન સાસ પર બ્રિટનમાં ૨ કરોડ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવે એવી શક્યતા છે. અમેરિકામાં ૧ અબજ ડૉલરની છેતરપીંડીના આક્ષેપો બાદ પાંચ મહિનાથી ચાલી રહેલી તપાસના અંતે યુએસ સિક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઇસી)એ બેન્ક પર પેનલ્ટી લાગુ કર્યા બાદ બ્રિટનની નાણાકીય નિયમન સંસ્થા એફએસએ (ફાયનાન્સીયલ સર્વિસ ઑથોરિટી) દ્વારા પણ બેન્કને દંડ ફટકારશે એવી શક્યતા છે. એસઇસીએ એબાકસ નામની મોર્ગેજ આધારીત સિક્યુરીટીની સ્કીમમાં ગોલ્ડમેન પર રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો.

અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કની સ્કિમને કારણે રોકાણકારોને અબજ ડૉલરનું નુકસાન થયું હતું

બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે એફએસએ એકથી બે દિવસમાં જ ગોલ્ડમેન સાસને ૨ કરોડ પાઉન્ડ સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરશે એવી શક્યતા છે. ૫૫ કરોડ ડૉલરના કેસમાં એસઇસી સાથે સમધાન કરવાના બેન્કના પ્રયાસોને એફએસએનો નિર્ણય મોટા ફટકા સમાન પુરવાર થશે.
અમેરિકી માર્કેટ રેગ્યુલેટરે 'એબાકસ'નામની સંકુલ મોર્ગેજ આધારીત સિક્યુરીટીમાં ગોલ્ડમેન પર રોકાણકારોને છેતરવાનો આક્ષેપ કર્યો હતો એ પછી એફએસએએ પણ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક સામે તપાસ શરૃ કરી હતી. એસઇસીનો દાવો હતો કે જે સિક્યુરીટીના આધારે બેન્કે બેટીંગ કર્યું હતું એ હેજ ફંડની વિગતો રજૂ કરવામાં ગોલ્ડમેન નિષ્ફળ નિવડી હતી. જેને કારણે રોકાણકારોને અંદાજે ૧ અબજ ડૉલરનો ફટકો પડયો હતો.
બ્રિટિશ રેગ્યુલેટર એફએસએ દ્વારા અત્યાર સુધી સૌથી વધુ દંડ જેપી મોર્ગન પર લાદવામાં આવ્યો છે, ગ્રાહકોના નાણાં અલગ ખાતામાં નહિ રાખવા બદલ જેપી મોર્ગન પર ૩.૩૩ કરોડ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એસઇસીના આક્ષેપોને કારણે ગોલ્ડમેનની છબિને મોટો ફટકો પડયો છે. એબાકસના કેસમાં ગોલ્ડમેને ભૂલ થઇ હોવાનું જણાવ્યું હતું જો કે એઇસીના આક્ષેપો બેન્કે નકાર્યા હતા.

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved