બોસ્ટન, ગુરૃવાર
વિશ્વની ટોતની ૧૦ સૌથી વધુ મૂડી સર્જક કંપનીઓમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બીજા ક્રમાંકે આવે છે તેમ બોસ્ટન કન્સલ્ટીંગ ગૃપ દ્વારા તૈયાર કરાયેલ એક રિપોર્ટમાં જણાવાયું છે.
બ્રાઝિલની માઈનીંગ જાયન્ટ વાલે પ્રથમ ક્રમાંકે
ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટીંગ કંપની બોસ્ટન દ્વારા તૈયાર કરાયેલ આ રિપોર્ટમાં પ્રથમ ક્રમાંકે બ્રાઝિલની માઈનીંગ- મટિરીયલ્સ જાયન્ટ વાલેનો સમાવેશ થાય છે. બોસ્ટન દ્વારા તૈયાર કરાયેલ આ રિપોર્ટમાં મંદીના સમયમાં પણ ઉભરતા અર્થતંત્રની કંપનીઓ કે જેમણે શેરહોલ્ડરોની મૂડીમાં નોંધપાત્ર વધારો કર્યો હોય તે વિષય વસ્તુને ધ્યાનમાં લેવાઇ હતી.
બોસ્ટને જારી કરેલા રિપોર્ટમાં છેલ્લા એક દાયકામાં શેરહોલ્ડરોની મૂડીમાં નોંધપાત્ર વધારો કર્યો હોય તેવી વિશ્વની ૧૦ મોટી કંપનીઓમાં ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બીજો ક્રમાંક હાંસલ કર્યો છે.
આ રિપોર્ટ ૨૦૦૫થી ૨૦૦૯ વચ્ચે શેરહોલ્ડરોની મૂડીમાં મહત્તમ વધારો કરનાર ઈન્ડસ્ટ્રીઝ દીઠ કરાયો હતો. જેમાં વિશ્વભરની ૪૦૦૦થી વધુ કંપનીઓનો ડેટા એકત્ર કરાયો હતો. આ રિપોર્ટમાં ૧૪ અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝમાંથી ૭૧૨ કંપનીઓ દ્વારા 'ટોટલ શેરહોલ્ડર રીટર્ન' વિષય પર એનાલીસીસ કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષની ગ્લોબલ-ઈન્ડસ્ટ્રી રેન્કીંગ ધરાવતી ટોચના ૧૪૨ કંપનીઓમાં ૮૧ કંપનીઓ ઊભરતા અર્થતંત્ર સ્થિત છે. ટોચની ૧૦ કંપનીઓ એશિયાની છે જેમાં પાંચ કંપનીએ ચીનના શેરબજાર પર લિસ્ટીંગ કરાવ્યું છે. બાકીની બે કંપનીઓએ હોંગકોંગ અને ભારત, ઈન્ડોનેશિયા અને દ. કોરિયાની એક એક કંપનીનો સમાવેશ થાય છે.