Last Update : 10-Sept.-2010, Friday
ભારે વરસાદથી હરિયાણાનાં ૬૦ ગામો જળબંબાકાર
 

((પીટીઆઈ) નવીદિલ્હી/ચંદીગઢ, તા. ૯
હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી છોડાયેલા પાણીથી યમુના નદીની જળ સપાટી વધવાની ધારણા હોવાથી દિલ્હી સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત આદરી હતી. બીજી તરફ, પંજાબ અને હરિયાણામાં ચાલુ રહેલા મૂશળધાર વરસાદથી હરિયાણાનાં યમુનગર જિલ્લાના ૬૦ ગામ જળબંબાકાર થઈ ગયા હતા અને નદીઓ જોખમની સપાટીથી ઉપર વહેતી થઈ હતી.

હરિયાણા હથની કુંડ ડેમમાંથી છ લાખ ક્યુસેક પાણી છોડાતાં દિલ્હી પર પૂરનું જોખમ

હરિયાણા સરકારે બુધવારે હથની કુંડ બેરેજમાંથી આશરે ૬ લાખ ક્યુસેક પાણી છોડયું હતું, જે ગુરૃવારે સાંજે દિલ્હી પહોંચવાની ધારણા છે. આના કારણે યમુના નદીની જળસપાટી વધવાથી દિલ્હીના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ જવાની શક્યતા છે. ગારહી માન્ડુ, ઉસ્માનપુર, બાટલા હાઉસ, મજની કા ટીલા, રિંગ રોડની આસપાસના નીચાણવાળા વિસ્તારો, યમુના બાઝાર અને કુદેશિયા ઘાટ વિસ્તારોને યમુના નદીના પુરનો કોપ સહન કરવાનો આવશે તેમ કહેવાય છે.
યમુના નદીમાં જળસપાટી વધતા પુર આવશે તો ૧૯૭૮ પછી આ સૌથી ખરાબ બીજુ પૂર બની રહેશે. નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે મોડી રાતે યમુના નદીમાં પાણી ઓસરવા લાગે અને ઉપરવાસમાં વરસાદ અટકે નહિ તો રાષ્ટ્રીય રાજધાનીને ભારે પૂરનો કોપ સહન કરવામાં આવશે. ૧૯૭૮માં સાત લાખ ક્યુસેકથી વધુ પાણી યમુના નદીમાં છોડાયા પછી શહેરમાં ભારે પુર આવ્યું હતું, જેથી અસરને નાગરિકો ત્રણ દાયકા પછી પણ યાદ કરે છે.
દરમિયાન, પંજાબ અને હરિયાણામાં સતત મૂશળધાર વરસાદ ચાલુ રહેતાં હરિયાણાના યમુનાનગર જિલ્લાના ૬૦ ગામડાં જળ બંબાકાર બન્યાં હતાં. મોટા ભાગની નદીઓ જોખમની સપાટી પર વહેતી હોવાથી આ બધાં વિસ્તારોમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. હરિયાણાને ઉત્તર પ્રદેશની સાથે સાંકળતા અંબાલા-સહરાનપુર માર્ગ પર એક ફૂટ પાણી હોવાથી ટ્રાફિકને ભારે અસર પડી હતી.
હરિયાણાને હિમાચલ પ્રદેશ સાથે જોડતા યમુનાનગર-પોઆન્ટા સાહિબ નેશનલ હાઈવે ૭૩ નજીક ૨૦ ફૂટનું ભંગાણ પડતાં વાહન વ્યવહાર થંભાવી દેવાયો હતો. સતલજ નદી પર નાંગલના ભાકરા બંધ, તાંગરી અને મારકાનાડા નદીઓના તટપ્રદેશોને પૂરનો ડર સતાવી રહ્યો છે.


 

 

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved