Last Update : 10-Sept.-2010, Friday
વીજળી ક્ષેત્ર માટે રૃ.૫૦૦ અબજના ફંડની યોજના
 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૯
કેન્દ્ર સરકારે વીજ ક્ષેત્ર માટે રૃ.૫૦૦ અબજનું ડેટ ફંડ ઉભુ કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય વીજ સચિવ પી. ઉમા શંકરે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨-૨૦૧૭ સુધીમાં ૧ લાખ મગાવૉટની ક્ષમતા ધરાવતા વીજ કેન્દ્રો સ્થાપવા માટે રૃ.૫ હજાર અબજના રોકાણની જરૃરિયાત છે.

૨૦૧૭ સુધીમાં આ ક્ષેત્રે રૃ.પાંચ હજાર અબજનું રોકાણ જરૃરી હોવાથી દેવા ફંડ રચવા વિચારણા

કેન્દ્રીય વીજ સચિવે જણાવ્યું હતું કે ડેટ ફંડ ઉભુ કરવાની યોજના હાલ આયોજનના તબક્કામાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટાપાયે રોકાણના સરકારે છેડેલા અભિયાનના ભાગરૃપ આ ફંડ ઉભુ કરવાનો પ્રસ્તાવ છે. એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર એવા ભારત માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો વિકાસ સૌથી મોટો પડકાર છે.
અગાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે ૧૧ અબજ ડૉલરના અલગ ડેટ ફંડની જાહેરાત કરવામાં આવી છે. શંકરે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨-૨૦૧૭ સુધીમાં ૧ લાખ મેગાવૉટ વીજ ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરવા માટે રૃ.૫ હજાર અબજના રોકાણની જરૃરીયાત છે.
આયોજન પંચે હાલમાં જ રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે વીજ ઉત્પાદનની અછતને કારણે ભારત બે આંકડાનો વિકાસ દર હાંસલ કરવામાં પાછળ પડી શકે એમ છે. આયોજન પંચે આગાહી કરી હતી કે વર્ષ ૨૦૧૨ સુધીના પાંચ વર્ષમાં ભારતની વીજ ઉત્પાદન ક્ષમતામાં ૬૨,૦૦૦ મેગાવૉટનો ઉમેરો થશે, જે ૭૮,૦૦૦ મેગાવૉટના લક્ષ્યાંક કરતા થોડી ઓછી ક્ષમતા છે.


 

 

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved