Last Update : 10-Sept.-2010, Friday
મોતી ડુંગરીના ગણપતિદાદાને ૧.૨૫ લાખ લાડુ ચઢાવાયા
 

(પીટીઆઈ) જયપુર, તા. ૯
દેશભરમાં શનિવારે ગણેશ ચતુર્થી ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જયપુરના મોતી ડુંગરી મંદિર ખાતે ભગવાન વિઘ્ન વિનાયકને ૧.૨૫ લાખ લાડુનો અનોખો ભોગ ચડાવવામાં આવ્યો છે. જેમાં ૩ લાડુ ૨૫૧ કિ.ગ્રા., પાંચ લાડુ ૫૧ કિગ્રા, ૨૧ લાડુ ૨૧ કિગ્રા, ૧૦૮ લાડુ ૧.૨૫ કિગ્રા, જેટલું વજન ધરાવે છે. જ્યારે બાકીના લાડુ વિવિધ કદનાં છે.

જયપુર પાસેના મંદિરમાં ભક્તોએ ૨૫૧ કિલોના ૩,૫૧ કિલોના પાંચ, ૨૧ કિલોના ૨૧ લાડુ સહિત સવા લાખ લાડુનો પ્રસાદ ચડાવ્યો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિને ફુલોથી શણગારીને મુકવામાં આવી છે. ગણેશ ચતુર્થી માટે વિશેષ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે અને તે દિવસે ગમેશજીની વિવિધ વાઘા પહેરાવીને સરઘસ કાઢવામાં આવશે. જેમાં રિદ્ધિ-સિદ્ધિ અને લાભ-શુભના પોશાકોનો પણ સમાવેશ થાય છે.
આ મંદિરના મહંત કૈલાશચંદ્ર શર્માએ જણાવ્યું હતું કે ભગવાન ગણેશને પહેરાવાનારા દરેક વાઘા ૨૮ મીટર લાંબા હશે અને સાથે ૧૮૦ વર્ષ જુનો સોનાનો મુગટ પણ ગણેશજીને માથે શોભશે. આ ઉપરાંત ચાંદીમાંથી બનાવેલી ધોતિ પણ ભગવાનને પહેરાવવામાં આવશે. આ ઐતિહાસિક મંદિર મોતિ ડુંગરી (મોતિ પર્વત) પાસે આવેલું છે અને દૂરથી પર્વતની ટોચ પર હિરો જડેલો હોય તેવું દ્રશ્ય મંદિરના કારણે ખડું થાય છે.
આ મંદિર જયપુરના ભૂતપૂર્વ શાસક મહારાજા માઘોસિંહના પુત્રએ મેળવ્યા બાદ તે આ જ પરિવારની અંગત મિલકત છે. આ જગ્યાએ જ સ્વ. રાજમાતા ગાયત્રિ દેવી અને તેમના પુત્ર જગતસિંહ રોકાતા હતા. ઉલ્લેખનીય છે કે શંકરગઢ કિલ્લામાં આવેલું આ પૌરાણિક મંદિર વર્ષોથી પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.


 

 

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved