Last Update : 10-Sept.-2010, Friday
ફિલ્મ સર્જક ડી. રામાનાયડુને દાદા સાહેબ ફાળકે એવોર્ડ
 

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૯
ભારતીય સિનેમા ક્ષેત્રે આગવા પ્રદાન બદલ પીઢ ફિલ્મ નિર્માતા ડી. રામનાયડુને વર્ષ ૨૦૦૯ માટેની પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાઝવામાં આવ્યા છે. આ પુરસ્કાર તેમને ઓક્ટોબર મહિનામાં ગોવા ખાતે યોજાનારા ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં એનાયત કરાશે. આ પુરસ્કારમાં 'સુવર્ણ કમળ', રૃા. ૧૦ લાખની ધનરાશી અને એક શાલનો સમાવેશ થાય છે.

વિવિધ ભાષાઓમાં ૧૩૦થી વધુ ફિલ્મ બનાવનારા તેલુગુ નિર્માતાને ઓક્ટોબરમાં એવોર્ડ સાથે રૃા. ૧૦ લાખ અર્પણ થશે

આંધ્રપ્રદેશના પ્રકાશમ્ જીલ્લામાં કારામ્ચેક ખાતે ૧૯૩૬માં જન્મેલા રામનાયડુએ ૧૯૬૩માં તેમની પહેલી ફિલ્મ 'અનુરાગમ્' સાથે ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સુપર સ્ટાર એન.ટી. રામારાવને લઈને તેમણે ૧૯૬૪માં ફિલ્મ બનાવી હતી. તેમણે છેલ્લા ૪૭ વર્ષમાં ભારતની અનેક ભાષાઓમાં ૧૩૦થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને તેમનો ઉલ્લેખ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે.
રામનાયડુએ તેલુગુ ઉપરાંત હિંદી, ગુજરાતી, બંગાળી, ઉડીયા, આસામી, મલયાલમ, તમિલ, કન્નડ, મરાઠી અને ભોજપુરી ભાષામાં પણ ઉત્તમ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ 'સુરિગડુ'ની ૧૯૯૩માં ભારતીય 'યેનો રામા'માં પસંદગી થઈ હતી. જ્યારે 'અસુખ' નામની બંગાળી ફિલ્મને ૧૯૯૯માં શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તેમની ફિલ્મોને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પણ અનેક પુરસ્કારો એનાયત કરાયા છે.
આ પીઠ ફિલ્મ નિર્માતા સાથે કામ કરી ચુકેલા કલાકારોમાં સિવાજી ગણેશન, પન્દારિબાઈ, જમુના, પટમિનિ, કમલહસન, જયાપ્રદા, ચિરંજીવી, રજનિકાંત, રાજેશ ખન્ના, હેમા માલિની, રેખા, જીતેન્દ્ર અને શ્રીદેવીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે તેમણે બનાવેલી હિન્દી ફિલ્મોમાં પ્રેમનગર, દિલદાર, બંદિશ જ્યારે તેલુગુ ફિલ્મોમાં બોબ્બિલિ રાજા, અહના પેલાન્ત, આંધ્ર વૈભવમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામનાયડુએ સ્ટુડીયો, રેકોર્ડીંગ અને ડબિંગ થિયેટર પણ ઉભા કર્યા છે જે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમ્ ખાતે કાર્યરત છે.


 

 

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved