Last Update : 10-Sept.-2010, Friday
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ઃ વડોદરામાં ૭ ઇંચ, વિશ્વામિત્રીમાં પૂર ઃનવસારીમાં ૮ ઇંચ
નર્મદા ડેમ ઓવરફ્લો થતાં કાંઠાનાં ગામોમાં એલર્ટ

(પ્રતિનિધિ દ્વારા)
સુરત, વડોદરા, રાજકોટ, તા. ૯
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની મહેર ચાલુ રહી છે. સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે એકથી પાંચ ઇંચ વરસાદ વરસતાં લીલા દુકાળનો ભય સેવાય છે. મધ્ય ગુજરાતના વડોદરા, ભરુચ, સહિતના સ્થળોએ ભારે વરસાદથી પૂરનું સંકટ સર્જાયું હતું. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયાં હતા. નર્મદા નદી ઓવરફલો થવાથી ભરુચ તેમજ નર્મદાના તટ પ્રદેશ વિસ્તારોને એલર્ટ કરાયા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ દોઢથી આઠ ઇંચના વરસાદથી જનજીવનને ભારે અસર થઇ હતી. અને ૨૫૦૦ જેટલાનું સ્થળાંતર કરાવાયું હતું.

gujaratમધ્ય અને દ.ગુજરાતની નદીઓ ગાંડીતૂર ઃ સુરત જિલ્લામાં ૧,૦૦૦નું સ્થળાંતર ઃ સૌરાષ્ટ્રમાં એકથી પાંચ ઇંચ વરસાદથી લીલા દુકાળનો ભય

મધ્ય ગુજરાતના વડોદરા શહેરમાં ગઈકાલ રાતથી આજ સવારે નવ વાગ્યા સુધીમાં સાત ઇંચ વરસાદ ખાબકયો હતો અને સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા સાથે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાવવું પડયું હતું. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવેલ છે. કેવડિયા ખાતે નર્મદા બંધ ૧૨૧ મીટરની સપાટી વટાવી ઓવરફલો થતા નર્મદા નદીની જળસપાટી વધી હતી. જેના પરિણામે વડોદરા, ભરુચ અને નર્મદા જિલ્લાઓના નર્મદાકાંઠાના ગામોને એલર્ટ કરાયાં હતાં. મધ્ય પ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નર્મદા નદી ઓવરફલો થઇ હતી. ભરુચ જિલ્લાના જંબુસરમાં છ ઇંચ વરસાદથી ગામડાંઓ બેટ જેવાં બની ગયાં હતાં. પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ પડયો હતો. મોટા ભાગની નદીઓ ગાંડીતૂર બની હતી.
દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સૌથી વધુ ૮ ઇંચ, જલાલપોરમાં અને વલસાડમાં ૭-૭ ઇંચ, ઉમરગામમાં ૬ ઇંચ, દાદરાનગર હવેલીમાં ૬ ઇંચ તથા દમણ-વાપીરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ૬ ઇંચ, સૂરત શહેરમાં ૬ કલાકમાં ૪ ઇંચ અને કામરેજ તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો. સુરત જિલ્લામાં ૨૨૦૦ અને નવસારી જિલ્લામાં ૨૯૦ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. મેઘરાજાની તોફાની ઇનિંગ્સથી ર્વત્ર જળ બંબાકારની સ્થિતિ સર્જાતા અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો હતો. નવસારીની પૂણા અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ગામડાં અને ખેતરો જળબંબાકાર થતાં લીલાં દુકાળનો ભય સેવાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના ૨૦થી વધુ તાલુકા મથકોમાં ૫૦ ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. જેમાં જામનગરના ખંભાળિયા તાલુકામાં ૯૫ ઇંચ વરસાદ પછી પણ ધોધમાર વરસાદ વરસે છે. રાજકોટમાં આજે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. વલ્લભીપુરમાં પાંચ, ભાવનગરમાં ચાર તથા અન્ય સ્થળોએ અડધાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બે ડઝન જેટલાં જળાશયો છલકાતાં નીચાણવાળા ગામો વિસ્તારોમાં ચિંતા સર્જાઈ હતી.


 

 

Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved