ગગાંધીનગર, ગુરૃવાર
રાજ્ય ચૂંટણી પંચે આજે રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણી તા. ૧૦-૧૦-૧૦ના રોજ યોજવાની જાહેરાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા માટે તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ જાહેરનામું બહાર પડતાં ઉમેદવારી પત્રો ભરવાનું શરૃ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા. ૨૫ સપ્ટેમ્બર, મતદાન તા. ૧૦ સપ્ટેમ્બર અને મતગણતરી તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ યોજાશે. ૬ મહાનગરપાલિકાઓના કુલ ૧૮૬ વોર્ડમાં ૫૫૮ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસમાં આતુરતાનો અંત આવતા કાર્યકરોના ટોળા ઉમટવા લાગ્યા છે.
અમદાવાદ સિવાય અન્ય મહાનગરપાલિકાઓની ચૂંટણી બે માસ વહેલી યોજાશે ઉમેદવારોની પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસમાં પ્રક્રિયાનો આરંભ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે ઘણા દિવસોથી અનેક અટકળો ચાલતી હતી. ચૂંટણી પંચે પણ અગાઉ જાહેર કર્યું હતું કે આ વખતે તમામ ચૂંટણીઓ ઓક્ટોબર આખર સુધીમાં પુરી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણી તા. ૧૩ ઓક્ટોબરે યોજાઈ હતી. જ્યારે અન્ય પાંચ મહાનગરપાલિકાઓ વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ૨૦૦૫માં ૧૧ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેથી આ પાંચ શહેરોમાં ૨ માસ વહેલી ચૂંટણી યોજાઈ રહી છે.
૨૦૦૫ની ચૂંટણીમાં તથા મહાનગરપાલિકામાં ભાજપને બહુમતિ મળી હતી. કુલ ૪૮૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૩૯૭, કોંગ્રેસને ૮૧, અન્ય પક્ષને ૧ તથા ૭ અક્ષપો ચૂંટાયા હતા.
નવા વિસ્તારો ઉમેરાતા નવા સિમાંકનના કારણે અમદાવાદ, સુરત, અને જામનગર ખાતે બેઠકોમાં વધારો થયો છે. જ્યારે વડોદરા ખાતે ૯ બેઠકોનો ઘટાડો થયો છે. રાજકોટ અને ભાવનગરમાં સ્થિતિ યથાવત રહી છે.
આજે બપોરે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાં રાજકીય પક્ષોમાં સળવળાટ શરૃ થયો છે. ભાજપ દ્વારા ૧૫ દિવસ પહેલાં જ પ્રદેશના હોદ્દેદારોને ૬ મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની જવાબદારી સોંપી ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી આયોજન અંગે કાર્યકરો અને હોદ્દાદારોની બેઠકો શરૃ કરી દેવામાં આવી છે. જોકે આ માત્ર નોંધ અને સુચનોના સ્વરૃપમાં રહેશે. જે પાર્લામેન્ટરી બોર્ડને નિર્ણય કરવામાં અનુકૂળતા કરી આપશે.
કોંગ્રેસમાં આ ચૂંટણીમાં તમામ જવાબદારી સ્થાનિક એકમો પર છોડી છે. પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે શહેર એકમ સાથે મળીને ઉમેદવારોની પસંદગી કરશે. કોઈ બેઠક પર વિવાદ ઉભો થશે તો જિલ્લા કક્ષાએ તેનો નિર્ણય લેવાશે. પરંતુ પ્રદેશ કક્ષાએ કોઈ નિર્ણય કરવામાં નહીં આવે જેથી પ્રદેશ કાર્યાલય ખાતે કોઈ રજૂઆતો અને ટોળા એકત્ર થશે નહીં.
૬ મહાનગરપાલિકાઓની ચૂંટણીનો કાર્યક્રમ - ઓક્ટોબર-૨૦૧૦
અમદાવાદ, ગુરૃવાર
તારીખ |
વિગત |
૨૦-૦૯-૨૦૧૦ |
ફોર્મ ભરવાનો પ્રારંભ |
૨૫-૦૯-૨૦૧૦ |
ભરવાની છેલ્લી તારીખ |
૨૭-૦૯-૨૦૧૦ |
ફોર્મની ચકાસણી |
૨૮-૦૯-૨૦૧૦ |
ફોર્મ પરત ખેંચવાની |
૧૦-૧૦-૨૦૧૦ |
મતદાન (સવારે ૮થી ૫) |
૧૨-૧૦-૨૦૧૦ |
મત ગણતરી |
વર્ષ ૨૦૦૫ની ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણીના પરિણામો
- |
મહાનગરપાલિકા |
કુલ બેઠકો |
ભાજપ |
કોંગ્રેસ |
અન્ય પક્ષ |
અપક્ષ |
૨૦૧૦ની બેઠકો |
(૧) |
અમદાવાદ શહેર |
૧૨૯ |
૯૬ |
૩૨ |
- |
૧ |
૧૯૨ |
(૨) |
વડોદરા શહેર |
૮૪ |
૭૬ |
૭ |
- |
૧ |
૭૫ |
(૩) |
સુરત શહેર |
૧૦૨ |
૯૦ |
૧૧ |
- |
૧ |
૧૧૪ |
(૪) |
રાજકોટ શહેર |
૬૯ |
૫૯ |
૧૦ |
- |
- |
૬૯ |
(૫) |
જામનગર શહેર |
૫૧ |
૩૭ |
૯ |
૧ |
૪ |
૫૭ |
(૬) |
ભાવનગર શહેર |
૫૧ |
૩૯ |
૧૨ |
- |
- |
૫૧ |
- |
કુલ |
૪૮૬ |
૩૯૭ |
૮૧ |
૧ |
૭ |
૫૫૮ |