Last Update : 10-Sept.-2010, Friday
સુરત જિલ્લામાં ૩૨ કલાકમાં કુલ ૩૯ ઇંચ વરસાદ ઝીંકાયો

૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી
કામરેજમાં ૪ કલાકમાં ૪.૫ ઇંચ વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાતાં જનજીવન ખોરવાયું ઃ ઓલપાડમાં ૩.૫ ઇંચ

સુરત,
સુરત જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા રોટેશન મુજબ વરસી રહ્યા છે. આજે દિવસના ૪ કલાકમાં કામરેજ તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસતાં ૪.૫ ઇંચ અને ઓલપાડમાં ૩.૫ ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતો. આ બે સિવાયના તાલુકામાં મેઘરાજાની ગતિ ધીમી રહી હતી. દરમિયાન સુરત શહેર-જિલ્લામાં છેલ્લા ૩૨ કલાકમાં કુલ ૩૯ ઇંચ વરસાદ ઝીંકાયો છે.
પૂર નિયંત્રણ કક્ષના પ્રવકતાના જણાવ્યા મુજબ ગઇકાલ મંગળવારે વિતેલા ૨૪ કલાકમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવતાં પલસાણા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. જો કે આ ૬.૫ ઇંચ વરસાદમાં દિવસના ૮ કલાકમાં જ ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. બાકીનો ૨.૫ ઇંચ વરસાદ રાત્રે વરસ્યો હતો. જ્યારે વિતેલા ૨૪ કલાકમાં બારડોલીમાં દિવસના ૨ ઇંચ અને રાત્રે ૨.૫ ઇંચ મળી કુલ ૪.૫ ઇંચ વરસાદ ઝીંકાયો હતો. આ સિવાયના તાલુકામાં પણ અડધા ઇંચથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ૨૪ કલાકમાં વરસ્યો છે.
મંગળવારે મેઘરાજાએ ધુંઆધાર બેટીંગ કર્યા બાદ આજે સવારે ૪ કલાકમાં ગતિ ધીમી પડી હતી. ત્યારબાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધીના ૪ કલાકમાં ૪.૫ ઇંચ વરસાદ ઝીંકાતાં કામરેજ ચાર રસ્તાના શોપીંગ સેન્ટરોમાં પાણી ભરાયા હતા. તો કામરેજ રોડ ઉપર ભૈરવ કોલોનીમાં બોર્ડ પાસે ઘુંટણસમા પાણી વહેતાં વાહન વ્યવહાર અને લોકોની અવરજવર બંધ થઇ ગઇ હતી. કામરેજ બજારમાં પણ પાણી ફરી વળ્યા હતા. બપોરે ૪ વાગ્યા પછી વરસાદ થોડો ધીમો પડતાં વરસાદી પાણી ઓસરી જતાં જનજીવન પૂર્વવત થઇ ગયું હતું. આમ શનિવારે ઓલપાડ, સોમવારે માંડવી, મંગળવારે પલસાણા અને આજે કામરેજમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
કામરેજ તાલુકાને બાદ કરતાં ઓલપાડ તાલુકામાં બપોરે ૨ વાગ્યા પછી મેઘરાજા આક્રમક બન્યા હતા. જેમાં ૪ વાગ્યાથી લઇને ૬ વાગ્યા સુધીના ૨ કલાકમાં ૨.૫ ઇંચ વરસાદ વરસતાં જનજીવન ખોરવાયું હતું. ઓલપાડ તાલુકામાં બપોરે ૨ થી ૬ વાગ્યા સુધીના ૪ કલાકમાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. આ બન્ને તાલુકાને બાદ કરતાં અન્ય તાલુકામાં સવારે ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધીમાં ૮ કલાકમાં બારડોલીમાં ૧.૫ ઇંચ, પલસાણામાં ૧ ઇંચ, માંડવી, મહુવા, માંગરોળમાં ૦.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાકમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવતાં તંત્ર એલર્ટ થઇ ગયું છે.

Share |
  More News
મેગાસિટી અમદાવાદમાં ૬૪ વોર્ડ અને ૩૫.૮૭ લાખ મતદારો
અમદાવાદમાં વાદળોએ અંધકાર સર્જતા લોકોમાં ભારે વરસાદનો ડર
'નવી સીટ' રચવા હાઇકોર્ટે રાજય અને કેન્દ્ર સરકાર પાસેથી નામો માંગ્યા
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved