Last Update : 10-Sept.-2010, Friday
કચ્છ જિલ્લામાં બાઇક્સ ચોરી પંચમહાલમાં વેચવાનું કૌભાંડ

એક ભેજાબાજની ૧૫ બાઇક સાથે ધરપકડ ઃ અંજારના બે વાહનચોરો ફરાર

ગોધરા
કચ્છ જિલ્લામાંથી મોટર સાયકલો ચોરી કરીને પંચમહાલ જિલ્લામાં લાવી નંબર પ્લેટ બદલી તેને વેચવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડી સીંગેડી ગામના એક યુવાનને ઝડપી પાડયો હતો. તેણે વેચેલી ૧૪ મોટર સાયકલો સહિત ૧૫ કબજે કરવામાં આવી છે જ્યારે અંજારના બે વાહનચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે.
પંચમહાલ જિલ્લા સ્પેશ્યલ પેરોલ સ્કવોડના પોસઇ એમ.આર. સોલંકી અને સ્ટાફના માણસોને સીંગેડી ગામનો રમેશ મગન બારીયા નામનો ઇસમ ચોરીની મોટર સાયકલ સાથે ગોધરા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી ગોધરા વાવડીબુર્ઝગ ખાતે મુનલાઇટ સીનેમા નજીક વોચ ગોઠવી હતી. વર્ણન આધારિત બાઇક સાથે પસાર થતા ઇસમને અટકાવી પોલીસે પુછપરછ કરતા રમેશે ગલ્લા તલ્લા કર્યા હતા. પોલીસે મોટર સાયકલના કાગળોની માંગણી કરી કડકાઇ પુર્વક પુછપરછ હાથ ધરતા તે ભાંગી પડયો હતો. અને પોતે ચોરીની બાઇકની નંબર પ્લેટ બનાવવા આવ્યો હોવા સહિત મોટર સાયકલ કચ્છ જિલ્લાના અંજાર ખાતે રહેતા દેવનાથ રામનાથ બાવા અને સલીમ ફકીર મહંમદ શેખે ચોરી કરી વેચવા આપી હોવાનું જણાવ્યુ હતું. જેથી પોલીસે ૩૫ હજારની કિંમતની મોટર સાયકલ સાથે અટકાયત કરી હતી. ગોધરા શહેર પોલીસ મથકે મુદ્દામાલ સુપ્રત કરી પોલીસે વધુ પુછપરછ કરતા તેણે અન્ય ૧૪ મોટર સાયકલો ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અળગ વ્યક્તિઓને વેચાણ કરી હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે તેને સાથે રાખી વેચાણ કરેલા ઇસમો પાસેથી અંદાજીત અઢી લાખ રૃપિયાની ૧૪ મોટર સાયકલો કબ્જે લીધી હતી. પોલીસે ઝડપાયેલા રમેશ બારીયા સામે કાર્યવાહી હાથ ધરી અંજારના બે ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 
Share |
  More News
મેગાસિટી અમદાવાદમાં ૬૪ વોર્ડ અને ૩૫.૮૭ લાખ મતદારો
અમદાવાદમાં વાદળોએ અંધકાર સર્જતા લોકોમાં ભારે વરસાદનો ડર
'નવી સીટ' રચવા હાઇકોર્ટે રાજય અને કેન્દ્ર સરકાર પાસેથી નામો માંગ્યા
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved