બરવાળા -
બરવાળાના ખાંભડા ગામે તસ્કરોએ એક રાત્રીમાં ગ્રામ પંચાયત અને પાવન વિદ્યાલયના તાળા તોડી પુસ્તકો, ટીવી, કોમ્પ્યુટર સહિતના માલ મતાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.
આ બનાવની વિગત એવી છે કે, ખાંભડા ગામે બરવાળા - બોટાદ રોડ પર આવેલ પાવન વિદ્યાલય તેમજ ગ્રામ પંચાયત કચેરીનાં તાળા તોડી તસ્કરો હાથ ફેરો કરી ગયેલ. પાવન વિદ્યાલય ખાતેથી આચાર્યની ઓફિસનાં તાળા તોડી તેમાં રહેલ વેસ્ટર્ન કંપનીનું કલર ટીવી તેમજ બે તિજોરી કબાટના તાળા તોડી આશરે બસ્સો નંગ જેટલા પુસ્તકો પણ તસ્કરો ઉઠાવી ગયેલ તેમજ ટેબલનાં તમા ખાનાં પણ તોડી નાખેલ ખાંભડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ તસ્કરોએ હાથ ફેરો કરી કોમ્પ્યુટર તેમજ એલસીડી વગેરે સામાન ઉઠાવી ગયેલ છે. આમ આ બનાવને લઇ ખાંભડા પાવન વિદ્યાલયનાં આચાર્ય એચ.ડી. પટેલ તેમજ ખાંભડા ગ્રામ પંચાયતનાં સરપંચે બરવાળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરેલ છે. બરવાળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરેલ છે. હાઇસ્કૂલ તેમજ પંચાયતમાં એક સાથે ચોરી થતા કોઇ જાણ ભેદુનો હાથ હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે.