| Last Update : 10-Sept.-2010, Friday |
|
|
|
|
|
|
| રેફરન્સ કેસને પડકારતી મેટર જસ્ટિસ કુરેશીએ 'નોટ બી ફોર મી'કરી |
જો કે, સીબીઆઇએ સખ્ત વાંધો લઇ ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરી
|
અમદાવાદ,
નરેન્દ્ર અમીનની તાજના સાક્ષી બનવા અંગેની અરજી સંદર્ભે કલમ-૩૦૬ની બંધારણીય કાયદેસરતા નિર્ણિત કરવાના રેફરન્સ કેસને પડકારતી મેટર આજે જસ્ટિસ અકીલ કુરેશીએ 'નોટ બી ફોર મી' કરી હતી. સોહરાબ કેસના આરોપી એન.એચ.ડાભી તરફથી એડવોકેટ બી.બી.નાયક હાજર થતા હોઇ અને તે જસ્ટિસ કુરેશીના સગા થતા હોઇ તેમણે આ મેટર 'નોટ બી ફોર મી' કરી ચીફ જસ્ટિસને મોકલી આપી હતી. રેફરન્સ કેસને પડકારતી એન.કે.અમીન તરફથી કરાયેલી રિટ અરજી પણ ઉપરોકત અરજી સાથે જ સાંભળવા જસ્ટિસ કુરેશીએ 'નોટ બી ફોર મી' કરી દીધી હતી.
સીઆરપીસીની કલમ-૩૦૬માં તાજના સાક્ષી બનવા માંગતા આરોપીને માફી આપવા અંગેની જે જોગવાઇ છે તેની બંધારણીય કાયદેસરતા નિર્ણિત કરવા સીબીઆઇ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને રેફરન્સ કર્યો હતો. રેફરન્સના આ હુકમને સીબીઆઇ અને એન.કે.અમીને જુદી જુદી રિટ અરજીઓ મારફતે પડકાર્યો હતો. જસ્ટિસ અકીલ કુરેશી સમક્ષ આ કેસની સુનાવણી નીકળતા અદાલતનું ધ્યાન દોરાયુ હતુ કે, સીબીઆઇની રિટમાં પ્રતિવાદી નં-૪(સોહરાબ કેસના આરોપી એન.એચ.ડાભી) તરફથી એડવોકેટ બી.બી.નાયક હાજર થાય છે અને તેમના જુનીયર પાર્થિવ ભટ્ટનું આ અંગેનું વકીલાતનામુ પણ ફાઇલ થયુ છે.
આ હકીકત જાણી જસ્ટિસ કુરેશીએ પારદર્શી અભિગમ દાખવી સ્વેચ્છાએ મેટર 'નોટ બી ફોર મી'કરવાનો હુકમ કર્યો હતો. જો કે, સીબીઆઇના વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે.ટી.એસ.તુલસીએ વકીલોના આ પ્રકારના વલણ સામે સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને કોર્ટ સમક્ષ હાઇકોર્ટ તેમ જ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને એવી રજૂઆત કરી હતી કે, એક વખત મેટરમાં સુનાવણી હાથ ધરાઇ હોય અને તેમાં સંબંધિત પ્રતિવાદીઓને નોટિસ નીકળી ગઇ હોય ત્યારે વચગાળાના તબક્કે મેટર નોટ બી ફોર મી કરવી ઉચિત નથી. ત્યારબાદ સીબીઆઇ અને અમીનના વકીલો તરફથી આ મુદ્દે ચીફ જસ્ટિસની કોર્ટમાં મેન્શનીંગ કરી જાણ કરાઇ હતી. જેને પગલે ચીફ જસ્ટિસે આ મેટરો જસ્ટિસ જયંત પટેલની કોર્ટમાં સુનાવણી અર્થે મોકલી આપી હતી.
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|