Last Update : 10-Sept.-2010, Friday
એન. કે. અમીનને તાત્કાલિક વડોદરા જેલમાં ખસેડવા હાઇકોર્ટનું ફરમાન

અમીન સુરક્ષાને ધ્યાનમાં રાખી હાઇકોર્ટે હુકમ જારી કર્યો ઃ અમીનની સલામતી અને સુરક્ષા સંબંધી તમામ પગલાં ભરવા જેલોના આઇજી અને સુપ્રિ.ને હુકમ

અમદાવાદ,
સોહરાબ કેસમાં નરેન્દ્ર કે.અમીનની તાજના સાક્ષી બનવા અંગેની અરજી સંદર્ભમાં કલમ-૩૦૬ની બંધારણીય કાયદેસરતા નિર્ણિત કરવા અંગેના રેફરન્સ કેસની સુનાવણીમાં અમીનનું કન્ફેન્શનલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાની સીબીઆઇની માંગણી ગુજરાત હાઇકોર્ટે આજે હાલના તબક્કે ગ્રાહ્ય રાખી ન હતી. જસ્ટિસ જયંત પટેલે જણાવ્યુ હતુ કે, રેફરન્સ નિર્ણિત કરવાના તબક્કે આ બાબત ધ્યાને લેવાશે. જો કે, સીબીઆઇએ એન.કે.અમીનની જાનને સાબરમતી જેલમાં ગંભીર જોખમ હોવાથી તેને વડોદરા જેલમાં ખસેડવાની માંગણી કરાતા જસ્ટિસ જયંત પટેલે એન.કે.અમીનને કડક પોલીસ બંદોબસ્ત સાથે આજે રાત્રે ૯-૦૦ વાગ્યા સુધીમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડી દેવા જેલ સત્તાવાળાઓને ફરમાન કર્યુ હતુ.
હાઇકોર્ટે ઠરાવ્યુ હતુ કે, અદાલતના હુકમની રાહ જોયા વિના ખુદ રાજયની જેલોના આઇ.જીને આ હુકમનું તાત્કાલિક ધોરણે પાલન કરવાનું જણાવવા હાઇકોર્ટે સરકારી વકીલને તાકીદની સૂચના પણ આપી હતી. ઉપરાંત વડોદરા સેન્ટ્રલ જેલમાં અમીનની સુરક્ષા અને સલામતી માટેના જરુરી તમામ પગલા જેલોના આઇજી અને જેલ સુપ્રિટેન્ડન્ટે ભરવાના રહેશે. હાઇકોર્ટે રેફરન્સ કેસની વધુ સુનાવણી તા.૧૪મીએ મુકરર કરી હતી.
સીબીઆઇ તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે.ટી.એસ.તુલસી અને સ્પેશ્યલ કાઉન્સેલ યોગેશ એન.રવાણીએ રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે, અમીનની તાજના સાક્ષી બનવા સંદર્ભે સીઆરપીસી કલમ-૩૦૬ની બંધારણીય કાયદેસરતા નક્કી કરવા બાબતે જે રેફરન્સ હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે તેની પર આખરી નિર્ણય લેવાય ત્યાં સુધી અમીનનું કન્ફેન્શનલ સ્ટેટમેન્ટ સીબીઆઇ કોર્ટ સમક્ષ લેવાય તે માટે કોર્ટે હુકમ કરવો જોઇએ. કારણ કે, અમીનની જાનને જેલમાં ગંભીર ખતરો છે. ખુદ અમીનની પત્નીએ સીબીઆઇ સમક્ષ ફરિયાદ કરી છે કે, જેલમાં બીજા આરોપીને અમીનને મારી નાંખવા રુ.૧૦ લાખની સોપારી અપાઇ છે અને તેણે ના પાડતા તે આરોપીને અન્ય આરોપીઓએ હાથમાં ઇજા પહોંચાડી છે. આ સંજોગોમાં જો અમીનને કંઇક થઇ જાય તો નિવેદન લેવાયેલુ હોય તો નક્કર પુરાવો તો કોર્ટ પાસે ઉપલબ્ધ રહે. આ હકીકત ધ્યાનમાં રાખીને ન્યાયના હિતમાં અમીનનું નિવેદન લવાનો હુકમ કરવો જોઇએ.
સીબીઆઇ તરફથી અમીનને તાત્કાલિક ધોરણે સાબરમતી જેલમાંથી અન્ય જેલમાં ખસેડવાની માંગણી કરાતા જસ્ટિસ જયંત પટેલે સીબીઆઇને જ જણાવ્યુ કે, તમે કહો, તે જેલમાં અમીનને ખસેડવાનો હુકમ કરવામાં આવશે. સીબીઆઇએ વડોદરા જેલની માંગણી કરતા હાઇકોર્ટે આજે રાત્રે ૯-૦૦ વાગ્યા સુધીમાં અમીનને વડોદરા જેલમાં ખસેડી દેવા આદેશ કર્યો હતો.

Ahmedabad

પ્રદૂષણો છોડતી કંપનીઓને ટ્રીટમેન્ટની ફરજ પડાશે
ગાંધીનગરમાં ૭ વર્ષ બાદ પ્લોટની હરાજીની કવાયત
હોટલ મેનેજમેન્ટનાં આઠ વિદ્યાર્થીને ફૂડ પોઇઝનીંગ
એજન્ટની આરટીઓ ક્લાર્કને જાનથી મારી નાખવાની ધમકી
ત્રણ હજાર બેઠકો ખાલી છતાં નવી ડીપ્લોમાં કોલેજને મંજૂરી
 

Baroda

પશ્ચિમ ઝોનની યુનિ.ના વાઇસ ચાન્સેલરોની કોન્ફરન્સ
હત્યા કેસમાં માજી ધારાસભ્ય બાબુ ભાભોરને જામીનનો ઇન્કાર
ભારે વરસાદને પગલે નર્મદા ડેમ ઓવરફ્લો
પોસ્ટ કોભાંડ ઃ ત્રણ મહિલા સહિત ચાર એજન્ટની કામગીરી સ્થગિત
કચ્છ જિલ્લામાં બાઇક્સ ચોરી પંચમહાલમાં વેચવાનું કૌભાંડ
 

Surat

સુરતને પૂરથી બચાવવા તાપી નદીનું ડ્રેજીંગ કરવાની જાહેરાત
ચુની ગજેરાની જામીન અરજીનો ચુકાદો તા.૧૪મી સુધી મુલતવી
અડાજણમાં વિજળી પડતાં બાળકનું મોત, બે દાઝી ગયા
સુરતની ખાડીઓ ઓવરફ્લોઃ ૧૧૭૫ લોકોનું સ્થળાંતર
સુરત જિલ્લામાં ૩૨ કલાકમાં કુલ ૩૯ ઇંચ વરસાદ ઝીંકાયો

Saurastra

ઝાલાવાડ - ગોહિલવાડને ધરવી દેતા મેઘરાજા, ભાવનગર - ઘોઘામાં ૪ ઈંચ

બગસરાના સરકારી દવાખાનામાં લાગતી દર્દીઓની લાંબી કતારો

તાલાલા પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગણી સાથે રોષપૂર્ણ રેલી
સૌરાષ્ટ્રમાં વ્હોરા સમાજ દ્વારા ઇબાદત સાથે ઇદની ઉજવણી
ધારી એસ.ટી. ડેપોમાં ટાયર સહિતના સ્પેરપાર્ટસના વાંકે બસોના થપ્પા
 

Kutch

કચ્છ જિલ્લામાં હજારો પશુઓને 'ફુટરોટ' રોગનો ભરડો
કચ્છમાં ખેતીવાડીના જોડાણોમાં વીજ ટ્રાન્સફોર્મરો નિષ્ફળ
કચ્છ જિલ્લામાં તપ, ત્યાગથી પર્યુષણ પર્વની ઉજવણી
મોરબીમાં પાલીકા સામે વિધાર્થીઓનાં સૂત્રોચ્ચાર
મોરબીમાં વરસાદથી ખેતરો જળતરબોળ
 

Kheda-Anand

મહેમદાવાદમાં યુવકની હત્યાથી ખળભળાટ
ખેડા જીલ્લામાં ધોધમાર વરસાદ
ક્વીન્સ બેટન રેલી ૧૪મીએ મોગર આવશે

બીલેશ્વરપુરામાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી

ચરોતર પંથક વરસાદથી પાણી-પાણી

North Gujarat

વીજચોરી કરવાના કેસમાં દોષિત ઠરતાં એક વર્ષની કેદ
પાલનપુર પાતાળેશ્વર મહાદેવ મંદિર પાછળની ગલીમાં રોડ બનાવવા માંગ
પર્વાધિરાજ પર્યુષણના ચોથા દિવસે વાણી સંયમ દિન તરીકે ઉજવાયો
ઉત્તર ગુજરાતમાં રેલવે કર્મીઓના પડતર પ્રશ્નોના મુદ્દે ધરણા કાર્યક્રમ
વડનગર એસ.ટી. ડેપોની આજુબાજુ ખાનગી વાહનચાલકોના કાયમી અડ્ડા
 

Bhavnagar

સતત વરસાદથી ખરિફ પાકને નુકશાનની ભીતિ
મનપાની આગામી ચુંટણીમાં ૬૦૪૫ મતદારોનો વધારો
ભાવનગરની ક્રિષ્ના ઇમ્પેક્સ પેઢીનો ટીન નંબર રદ
વલભીપુરમાં સાડા ચાર અને ઘોઘામાં ચાર ઈંચ વરસાદ
ખાંભડા પંચાયત અને વિદ્યાલયમાં તસ્કરો ત્રાટક્યા
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved