Last Update : 10-Sept.-2010, Friday
'નવી સીટ' રચવા હાઇકોર્ટે રાજય અને કેન્દ્ર સરકાર પાસેથી નામો માંગ્યા
રાયોટિંગ કેસોની તપાસ કરી રહેલી 'સીટ'ને તપાસ સોંપવાના હુકમની સમીક્ષા માટેની રિવ્યુમાં સુનાવણી પૂર્ણ

અમદાવાદ,
ઇશરત એન્કાઉન્ટર કેસમાં નવી સીટની રચના કરવા માટે ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને તટસ્થ, કાબેલ એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામો મંગાવતો હુકમ કર્યો હતો. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ અભિલાષાકુમારીની ખંડપીઠે તા.૧૬મી સુધીમાં આ નામો સુપ્રત કરી દેવા રાજય સરકાર અને કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી. ઇશરત કેસમાં અગાઉ હાઇકોર્ટે રાયોટીંગ કેસોની તપાસ કરી રહેલી 'સીટ'ને તપાસ સોંપવા અંગેના કરેલા હુકમની સમીક્ષા માટે જાવેદના પિતા ગોપીનાથ પીલ્લાઇએ રિવ્યુ પીટીશન કરી હતી. જે કેસમાં તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઇ જતા હાઇકોર્ટે તેનો ચુકાદો બાકી રાખ્યો હતો. કેસની વધુ સુનાવણી તા.૧૭મી પર રખાઇ હતી. આ દિવસે હાઇકોર્ટ નવી સીટ અંગેનો ચુકાદો જારી કરે તેવી શકયતા છે.
રિવ્યુ પીટીશનની આજની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે જાવેદના પિતા ગોપીનાથ પીલ્લાઇ પાસેથી પણ ચાર ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામો માંગ્યા હતા. જેના પ્રત્યુત્તરમાં એડવોકેટ ડો.મુકુલ સિંહાએ રાજકોટ આર્મ્સ યુનિટના ડીઆઇજી રાહુલ શર્મા, જૂનાગઢ એસઆરપી ચોકીના ડીઆઇજી રજનીશ રાય, ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડના એકઝીયુટીવ ડાયરેકકટર સતીષ વર્મા અને એસીબીના સ્પેશ્યલ ડાયરેકટર તીર્થરાજ એમ ચાર નામો આપ્યા હતા. હાઇકોર્ટે ગુજરાત સરકારને ચારથી પાંચ ઉચ્ચ પોલીસ અધિકારીઓના અને કેન્દ્ર સરકારને આર્મી, એનઆઇએ, સીબીઆઇ જેવી તપાસ એજન્સીઓમાંથી ચાર ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામો આપવા તાકીદ કરી હતી.
દરમ્યાન રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટે અગાઉ ડીઆઇજી પ્રમોદકુમાના વડપણ હેઠળ મોહન ઝા અને જે.કે.ભટ્ટની રચેલી 'સીટ'ને ચાલુ રાખી આ કેસમાં તેને તપાસ સોંપે તો પણ વાંધો નથી. કારણ કે, આ ત્રણેય ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિશ્વાસુ, તટસ્થ અને કાબેલ છે. તેઓની વિરુદ્ધ કયારેય કોઇ આક્ષેપો કે શંકા થયા નથી. તે સંજોગોમાં વિખેરી નંખાયેલી આ સીટને તપાસ સોંપાય તો પણ ન્યાયના હિતમાં લેખાશે. જો કે, હાઇકોર્ટે આ મુદ્દો આખરી નિર્ણય વખતે વિચારાશે તેમ જણાવ્યુ હતુ. હાઇકોર્ટે રાયોટીંગ કેસોની તપાસ કરી રહેલી સીટને આ કેસની તપાસ સોંપવાનો હુકમ કરતા સીટ તરફથી એક અરજી કરી તેમના માટે આ તપાસ કરવી શકય નહી હોવાથી અદાલતને તેનો હુકમ પાછો ખેંચવા વિનંતી કરાઇ હતી. કારણ કે, તેમના ઉપર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ તપાસના હુકમોની જવાબદારી છે અને વધારાની કોઇ જવાબદારી તેઓ ઉપાડી શકે તેમ નથી. રાજય સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર જે.એમ.પંચાલ અને મુખ્ય સરકારી વકીલ પ્રકાશ કે.જાની હાજર રહ્યા હતા.

Ahmedabad

પ્રદૂષણો છોડતી કંપનીઓને ટ્રીટમેન્ટની ફરજ પડાશે
ગાંધીનગરમાં ૭ વર્ષ બાદ પ્લોટની હરાજીની કવાયત
હોટલ મેનેજમેન્ટનાં આઠ વિદ્યાર્થીને ફૂડ પોઇઝનીંગ
એજન્ટની આરટીઓ ક્લાર્કને જાનથી મારી નાખવાની ધમકી
ત્રણ હજાર બેઠકો ખાલી છતાં નવી ડીપ્લોમાં કોલેજને મંજૂરી
 

Baroda

પશ્ચિમ ઝોનની યુનિ.ના વાઇસ ચાન્સેલરોની કોન્ફરન્સ
હત્યા કેસમાં માજી ધારાસભ્ય બાબુ ભાભોરને જામીનનો ઇન્કાર
ભારે વરસાદને પગલે નર્મદા ડેમ ઓવરફ્લો
પોસ્ટ કોભાંડ ઃ ત્રણ મહિલા સહિત ચાર એજન્ટની કામગીરી સ્થગિત
કચ્છ જિલ્લામાં બાઇક્સ ચોરી પંચમહાલમાં વેચવાનું કૌભાંડ
 

Surat

સુરતને પૂરથી બચાવવા તાપી નદીનું ડ્રેજીંગ કરવાની જાહેરાત
ચુની ગજેરાની જામીન અરજીનો ચુકાદો તા.૧૪મી સુધી મુલતવી
અડાજણમાં વિજળી પડતાં બાળકનું મોત, બે દાઝી ગયા
સુરતની ખાડીઓ ઓવરફ્લોઃ ૧૧૭૫ લોકોનું સ્થળાંતર
સુરત જિલ્લામાં ૩૨ કલાકમાં કુલ ૩૯ ઇંચ વરસાદ ઝીંકાયો

Saurastra

ઝાલાવાડ - ગોહિલવાડને ધરવી દેતા મેઘરાજા, ભાવનગર - ઘોઘામાં ૪ ઈંચ

બગસરાના સરકારી દવાખાનામાં લાગતી દર્દીઓની લાંબી કતારો

તાલાલા પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગણી સાથે રોષપૂર્ણ રેલી
સૌરાષ્ટ્રમાં વ્હોરા સમાજ દ્વારા ઇબાદત સાથે ઇદની ઉજવણી
ધારી એસ.ટી. ડેપોમાં ટાયર સહિતના સ્પેરપાર્ટસના વાંકે બસોના થપ્પા
 

Kutch

કચ્છ જિલ્લામાં હજારો પશુઓને 'ફુટરોટ' રોગનો ભરડો
કચ્છમાં ખેતીવાડીના જોડાણોમાં વીજ ટ્રાન્સફોર્મરો નિષ્ફળ
કચ્છ જિલ્લામાં તપ, ત્યાગથી પર્યુષણ પર્વની ઉજવણી
મોરબીમાં પાલીકા સામે વિધાર્થીઓનાં સૂત્રોચ્ચાર
મોરબીમાં વરસાદથી ખેતરો જળતરબોળ
 

Kheda-Anand

મહેમદાવાદમાં યુવકની હત્યાથી ખળભળાટ
ખેડા જીલ્લામાં ધોધમાર વરસાદ
ક્વીન્સ બેટન રેલી ૧૪મીએ મોગર આવશે

બીલેશ્વરપુરામાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી

ચરોતર પંથક વરસાદથી પાણી-પાણી

North Gujarat

વીજચોરી કરવાના કેસમાં દોષિત ઠરતાં એક વર્ષની કેદ
પાલનપુર પાતાળેશ્વર મહાદેવ મંદિર પાછળની ગલીમાં રોડ બનાવવા માંગ
પર્વાધિરાજ પર્યુષણના ચોથા દિવસે વાણી સંયમ દિન તરીકે ઉજવાયો
ઉત્તર ગુજરાતમાં રેલવે કર્મીઓના પડતર પ્રશ્નોના મુદ્દે ધરણા કાર્યક્રમ
વડનગર એસ.ટી. ડેપોની આજુબાજુ ખાનગી વાહનચાલકોના કાયમી અડ્ડા
 

Bhavnagar

સતત વરસાદથી ખરિફ પાકને નુકશાનની ભીતિ
મનપાની આગામી ચુંટણીમાં ૬૦૪૫ મતદારોનો વધારો
ભાવનગરની ક્રિષ્ના ઇમ્પેક્સ પેઢીનો ટીન નંબર રદ
વલભીપુરમાં સાડા ચાર અને ઘોઘામાં ચાર ઈંચ વરસાદ
ખાંભડા પંચાયત અને વિદ્યાલયમાં તસ્કરો ત્રાટક્યા
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved