Last Update : 10-Sept.-2010, Friday
અમદાવાદમાં વાદળોએ અંધકાર સર્જતા લોકોમાં ભારે વરસાદનો ડર
કલાકમાં બે ઇંચ વરસાદ ઃ માણેકચોકમાં મકાન ધરાશાયી, જમાલપુરમાં ગેલેરી પડી ઃ આજે ચાર ઇંચ વરસાદની આગાહી

અમદાવાદ,
અમદાવાદમા ગઇકાલથી શરુ થયેલો વરસાદ આજે પણ ચાલુ હતો. આજે સમગ્ર શહેરને કાળા ડિબાંગ વાદળોએ ઘેરી લેતાં ધોળે દિવસે પણ અંધકારનુ વાતાવરણ સર્જાયું હતું. જેને કારણે લોકો ભારે વરસાદ પડશે તેવા ડરથી ઘરમાં પૂરાઇ ગયા હતા. અમદાવાદમાં આજે સવારથી જ વરસાદ ચાલુ રહેતા વધુ બે ઇંચ પાણી ખાબક્યું હતું. વરસાદને લીધે માણેકચોક વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું અને જમાલપુરમાં મકાનની ગેલેરી પડી હતી. જોકે આ બંને ઘટનામાં કોઇ જાનહાની ન થતાં તંત્રને રાહત થઇ હતી.
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રોજ છૂટોછવાયો વરસાદ પડે છે. આજે પણ શહેરમાં સાંજે છ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ પશ્ચિમ, નવા પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય ઝોનમાં પડયો હતો. જોકે અમદાવાદમાં આજના વાતાવરણે લોકોને ભયભીત કરી મૂક્યા હતા. સવારથી જ શહેરને કાળા ડિબાંગ વાદળોએ ભરડામાં લીધું હતું. જેથી ધોળા દિવસે અંધકાર સર્જાયો હતો. લોકોએ દિવસના સમયે ઘરોમાં લાઇટો ચાલુ કરવી પડી હતી. આવા વાતાવરણ વચ્ચે નાગરિકોને ૮.૮.૧૦નો ૧૫ ઇંચ વરસાદ યાદ આવી ગયો હતો. વરસાદના ડરે લોકો ખાસ કામ વગર ઘરમાં જ પૂરાઇ રહ્યા હતા. ઓફિસમાંથી પણ સાંજે વહેલું કામ પતાવીને નાગરિકો ઘરભેગા થઇ ગયા હતા.
વરસાદના લીધે આજે માણેકચોક વિસ્તારમાં સાંકડીશેરીમાં આવેલી ગંગાધીયાની પોળમાં મકાન ધરાશાયી થઇ ગયું હતું. જ્યારે આવી જ એક ઘટનામાં જમાલપુરમાં કાચની મસ્જીદ પાસે નાની સાલીગ્રામની પોળમાં મકાનની ગેલેરી પડી ગઇ હતી. જોકે આ બંને ઘટનામાં કોઇ જાનહાનિ ન થતાં તંત્રને રાહત થઇ હતી. જમાલપુરની ઘટનામાં અશમાબાનુ નામની મહિલાને ઇજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ૧૨ વ્યક્તિને નીચે ઉતારી આપી હતી. વરસાદને લીધે ઇસનપુરમાં મિલ્લતનગર વિસ્તારમાં ભૂવો પડયો હતો. ઉપરાંત, મોટેરા, રાણીપ, ઘાટલોડિયા, વેજલપુર વગેરે વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મ્યુનિ. ચોપડે નોંધાઇ હતી. અમદાવાદમાં આજે વાદળો છતાં ભલે બે જ ઇંચ વરસાદ પડયો પરંતુ શુક્રવારે મોસમ વિભાગે ચાર ઇંચ વરસાદ પડવાની આગાહી કરી છે. શનિવારે પણ અઢી ઇંચ વરસાદની આગાહી કરવામા આવી છે.

Ahmedabad

પ્રદૂષણો છોડતી કંપનીઓને ટ્રીટમેન્ટની ફરજ પડાશે
ગાંધીનગરમાં ૭ વર્ષ બાદ પ્લોટની હરાજીની કવાયત
હોટલ મેનેજમેન્ટનાં આઠ વિદ્યાર્થીને ફૂડ પોઇઝનીંગ
એજન્ટની આરટીઓ ક્લાર્કને જાનથી મારી નાખવાની ધમકી
ત્રણ હજાર બેઠકો ખાલી છતાં નવી ડીપ્લોમાં કોલેજને મંજૂરી
 

Baroda

પશ્ચિમ ઝોનની યુનિ.ના વાઇસ ચાન્સેલરોની કોન્ફરન્સ
હત્યા કેસમાં માજી ધારાસભ્ય બાબુ ભાભોરને જામીનનો ઇન્કાર
ભારે વરસાદને પગલે નર્મદા ડેમ ઓવરફ્લો
પોસ્ટ કોભાંડ ઃ ત્રણ મહિલા સહિત ચાર એજન્ટની કામગીરી સ્થગિત
કચ્છ જિલ્લામાં બાઇક્સ ચોરી પંચમહાલમાં વેચવાનું કૌભાંડ
 

Surat

સુરતને પૂરથી બચાવવા તાપી નદીનું ડ્રેજીંગ કરવાની જાહેરાત
ચુની ગજેરાની જામીન અરજીનો ચુકાદો તા.૧૪મી સુધી મુલતવી
અડાજણમાં વિજળી પડતાં બાળકનું મોત, બે દાઝી ગયા
સુરતની ખાડીઓ ઓવરફ્લોઃ ૧૧૭૫ લોકોનું સ્થળાંતર
સુરત જિલ્લામાં ૩૨ કલાકમાં કુલ ૩૯ ઇંચ વરસાદ ઝીંકાયો

Saurastra

ઝાલાવાડ - ગોહિલવાડને ધરવી દેતા મેઘરાજા, ભાવનગર - ઘોઘામાં ૪ ઈંચ

બગસરાના સરકારી દવાખાનામાં લાગતી દર્દીઓની લાંબી કતારો

તાલાલા પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગણી સાથે રોષપૂર્ણ રેલી
સૌરાષ્ટ્રમાં વ્હોરા સમાજ દ્વારા ઇબાદત સાથે ઇદની ઉજવણી
ધારી એસ.ટી. ડેપોમાં ટાયર સહિતના સ્પેરપાર્ટસના વાંકે બસોના થપ્પા
 

Kutch

કચ્છ જિલ્લામાં હજારો પશુઓને 'ફુટરોટ' રોગનો ભરડો
કચ્છમાં ખેતીવાડીના જોડાણોમાં વીજ ટ્રાન્સફોર્મરો નિષ્ફળ
કચ્છ જિલ્લામાં તપ, ત્યાગથી પર્યુષણ પર્વની ઉજવણી
મોરબીમાં પાલીકા સામે વિધાર્થીઓનાં સૂત્રોચ્ચાર
મોરબીમાં વરસાદથી ખેતરો જળતરબોળ
 

Kheda-Anand

મહેમદાવાદમાં યુવકની હત્યાથી ખળભળાટ
ખેડા જીલ્લામાં ધોધમાર વરસાદ
ક્વીન્સ બેટન રેલી ૧૪મીએ મોગર આવશે

બીલેશ્વરપુરામાં નાનાભાઈએ મોટાભાઈની હત્યા કરી

ચરોતર પંથક વરસાદથી પાણી-પાણી

North Gujarat

વીજચોરી કરવાના કેસમાં દોષિત ઠરતાં એક વર્ષની કેદ
પાલનપુર પાતાળેશ્વર મહાદેવ મંદિર પાછળની ગલીમાં રોડ બનાવવા માંગ
પર્વાધિરાજ પર્યુષણના ચોથા દિવસે વાણી સંયમ દિન તરીકે ઉજવાયો
ઉત્તર ગુજરાતમાં રેલવે કર્મીઓના પડતર પ્રશ્નોના મુદ્દે ધરણા કાર્યક્રમ
વડનગર એસ.ટી. ડેપોની આજુબાજુ ખાનગી વાહનચાલકોના કાયમી અડ્ડા
 

Bhavnagar

સતત વરસાદથી ખરિફ પાકને નુકશાનની ભીતિ
મનપાની આગામી ચુંટણીમાં ૬૦૪૫ મતદારોનો વધારો
ભાવનગરની ક્રિષ્ના ઇમ્પેક્સ પેઢીનો ટીન નંબર રદ
વલભીપુરમાં સાડા ચાર અને ઘોઘામાં ચાર ઈંચ વરસાદ
ખાંભડા પંચાયત અને વિદ્યાલયમાં તસ્કરો ત્રાટક્યા
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved