મુંબઇ - સંજય દત્તની હોમ પ્રોડક્શન 'રાસ્કલ'માં વિદ્યા બાલનની જગ્યાએ કંગના રાણાવતને લેવામાં આવી હોવાનો ગણગણાટ છે. 'ડબલ ધમાલ'માં તેને સંજય દત્ત સાથે લેવામાં આવી હતી, પરંતુ એ ફિલ્મ તેણે છોડી દેતા 'રાસ્કલ'થી પણ તેને હાથ ધોવા પડયા હોવાની અફવા છે. આ અફવાને રદિયો આપતા અભિનેત્રીએ જણાવ્યું હતું, 'મને 'રાસ્કલ' ઓફર કરાઈ જ નહોતી. આથી આ ફિલ્મમાં મારે સ્થાને બીજી અભિનેત્રીને લેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. સંજય દત્તની હું પ્રશંસક છું અને તેણે મને કહ્યું હોત તો હું એ ફિલ્મ કરવાની ના પાડત નહીં.'
'ધમાલ'ની સિકવલ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું અભિનેત્રીએ કબૂલ કરતા જણાવ્યું હતું કે 'આ ફિલ્મ મને મળી હતી. પરંતુ અમારી વચ્ચે વાત જામી નહીં. ઇન્દ્રકુમારે ઘણી યાદગાર ફિલ્મો બનાવી છે અને આશા રાખું છું કે તેઓ 'બેટા (૧૯૯૨) અને 'રાજા' (૧૯૯૫) જેવી કોઇ ફિલ્મ મને ઓફર કરે.'
'ડબલ ધમાલ'ને ના પાડી હોવાથી 'રાસ્કલ'માં તેને લેવામાં આવી નહીં એ વાત સાથે અભિનેત્રી સંમત નથી. 'સંજુ પ્રોફેશનલ છે અને આવી વાતો ગંભીરતાથી લે તેમ નથી. એમ વિદ્યાએ કહ્યું હતું.
વીનસની 'બુલેટ ટ્રેન'માં પણ કંગના વિદ્યાને સ્થાને આવી હોવાનું સંભળાય છે 'આ ફિલ્મની તારીખોની ગોઠવણ થઇ શકી નહોતી. મેં ઓક્ટોબરની મારી તારીખો સુજોય ઘોષની ફિલ્મ માટે આવી હતી. પરંતુ પ્રિયદર્શન અને મેં હંમણાં જ એક વિજ્ઞાાપન ફિલ્મ સાથે કરી હતી. અમારી વચ્ચે કોઇ મનદુઃખ નથી. એમ વિદ્યાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું.
'મુન્નાભાઈ ત્રણ'નું શૂટિગ આવતે વર્ષે શરૃ થવાની શક્યતા છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને અર્શદ વારસી છે. જોકે આ બાબતે પોતે અજાણ હોવાનું જણાવતા અભિનેત્રીએ ઉમેર્યું હતું. મારે માટે આ સમાચાર મળ્યા છે! પરંતુ મુન્ના અને સર્કિટના પાત્ર માટે સંજુ અને અર્શદ સિવાય બીજા કોઈની કલ્પના પણ થઇ શકે તેમ નથી. મારો પ્રશ્ન છે તો આ બાબતે હું કંઇ જાણતી નથી.'
'ઇશ્કિયા'ના સિકવલની વાત છે તો, 'શું આ સિકવલ બની રહી છે? આ ફિલ્મ બનતી હોય તો તેમણે મને આ ફિલ્મમાં લેવી જ પડશે. જો આમ થશે નહીં તો હું ફિલ્મના મારા પાત્રને ગંભીરતાથી લઈ સૌને ગોળી મારી દઈશ. દિગ્દર્શક અભિષેક ચૌબેને તેની જાન પ્યારી હશે તો તેણે મને આ ફિલ્મમાં લેવી જ પડશે.' એવી મજાક કર્યાં પછી અભિનેત્રીએ ઉમેર્યું હતું, ' આ સિકવલ બનવાની હું રાહ જોઈ રહી છું. 'ઇશ્કિયા'ના નિર્માણ દરમિયાન અમે ઘણી મઝા કરી હતી.'
|