મુંબઈ - પિતા પંકજ કપૂર દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ 'મૌસમ'માં કામ કરવાને કારણે શાહિદ કપૂરે એક વર્ષનો બ્રેક લીધો હોવા છતાં તેણે સાજીદ નડિયાદવાલાની નવી ફિલ્મ 'હીર રાંઝા (કામ ચલાઉ શિર્ષક) સાઈન કરી છે. આ ફિલ્મ 'કમબખ્ત ઈશ્ક'ના દિગ્દર્શક સબિર ખાન દિગ્દર્શિત કરવાના છે.
સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''શાહિદને તેના પિતાની ફિલ્મ 'મૌસમ' પ્રત્યે ઘણો લગાવ છે. એ ફિલ્મમાં કામ કરતી વખતે તેણે એક પણ ફિલ્મ સાઈન કરી નહોતી તેને મળતી દરેક ઓફરનો તે અસ્વીકાર કરતો હતો. શરૃઆતમાં 'મૌસમ'માંથી તેનંુ ધ્યાન હટે એમ ઇચ્છતો નહોતો. પરંતુ પાછળથી તેણે સબિર ખાનની ફિલ્મ સાઈન કરી હતી.''
આ ફિલ્મની સ્ક્રિપ્ટ શાહિદને ઘણી ગમી હતી. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રીની પસંદગી હજુ બાકી છે. આવતા વર્ષના ફેબુ્રઆરી મહિનામાં આ ફિલ્મનું શૂટિંગ શરૃ થશે. સાજીદ સાથે કામ કરવાનો શાહિદનો આ પ્રથમ અનુભવ હશે. શાહિદ સાથેની આ ફિલ્મ ઉપરાંત સાજીદ પાસે સલમાન ખાન સાથે 'કિક', હૃતિક રોશન સાથે ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ, અક્ષય કુમાર સાથે 'હાઉસ ફૂલ'ની સિકવલ, તેમજ સૈફ અલી ખાન સાથે સિદ્ધાર્થ આનંદની નવી ફિલ્મ જેવી કેટલીક ફિલ્મો છે. તેની 'અન્જાના અન્જની' રિલીઝ માટે તૈયાર છે. જેમાં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા છે.
|