મુંબઇ - શાહરૃખ ખાન એક આદર્શ પિતા છે અને તેના સંતાનો સાથે સમય પસાર કરવાનું તેને ગમે છે એ વાત સૌ જાણે છે. પરંતુ શાહરૃખને બાળકો પણ ઘણા પ્રિય છે એ વાત ઘણા ઓછા જાણે છે.
શાહરૃખ તાજેતરમાં એક વિજ્ઞાાપન ફિલ્મનું શૂટિંગ કરતો હતો, જેમા તેને ચાર વર્ષની એક છોકરી સાથે અભિનય કરવાનો હતો. આ છોકરી ઘણી તોફાની અને મૂડી હતી. પરંતુ એ છોકરી સાથે રમીને અને તેને પટાવીને શાહરૃખે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
સેટ પર હાજર એક સૂત્રે જણાવ્યા પ્રમાણે ''કેટલાક દિવસો પૂર્વે શાહરૃખ ચાર વર્ષની એક છોકરી સાથે એક વિજ્ઞાાપન ફિલ્મનું શૂટિંગ કરતો હતો. આ છોકરી થોડી તોફાની હતી અને તે જરૃરિયાત પ્રમાણે શૉટ આપવા તૈયાર થતી નહોતી. તે જીદ કરતી હતી અને કોઇનું માનવા તૈયાર નહોતી. તેના માતા-પિતા ત્યાં હાજર હોવા છતાં શાહરૃખ પોતે તેની પાસે ગયો અને તેની સાથે રમવા લાગ્યો હતો. તેણે એ છોકરીને ચોકલેટનું બોક્સ આપી ત્યારે તે એ શાંત પાડી નહીં ત્યાં સુધી તેની પાસે બેસીને તેની સાથે વાત કરતો હતો.''
આટલું જ નહીં પરંતુ શાહરૃખે એ છોકરી માટે ચિત્ર પણ દોર્યું હતું. આ ચિત્ર શાહરૃખે એ છોકરીને આપ્યું ત્યારે તે ઘણી ખુશ થઇ ગઇ હતી. એ પછી તરત જ એ શાહરૃખ સાથે કામ કરવા તૈયાર થઇ ગઇ હતી. એ પછી એ છોકરી અને અભિનેતાએ એક કલાક સુધી ધમાચકડી મચાવી હતી.
દિવસના અંતે શૂટિંગ પૂરું થઇ ગયું અને એ છોકરીએ શાહરૃખ સાથે ઘણા ફોટા પડાવ્યા હતા. અને આ ફોટા એક સ્ટાર સાથે નહોતા પરંતુ તેના એક નવા મિત્ર સાથે હતા. |