Last Update : 10-Sept.-2010, Friday
વીમા કંપનીઓ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચરમાં કરાતું રોકાણ વધુ સરળ બનાવાશે
 

નવીદિલ્હી, ગુરૃવાર
નાણાં મંત્રાલય દ્વારા દેશની વીમા કંપનીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં રોકાણ માટે ક્રેડિટ રેટિંગની મર્યાદામાં ઘટાડો કરવાની રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળે છે.
નાણાં મંત્રાલયના સૂત્રોમાંથી સાંપડતી માહિતી મુજબ માળખાગત સુવિધાની સ્થાપના માટે લાંબા ગાળાની બચતોના પ્રવાહમાં વધારો કરવા માટે આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે. જોકે, મંત્રાલયે એવું સ્પષ્ટ સૂચન કર્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓના 'એએ' રેટિંગ ધરાવતા મેમરીમાં પણ રોકાણના પ્રમાણમાં વધારો કરવો જોઈએ.
આ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ડેટ પેપરમાં વીમા કંપનીઓના રોકાણ પ્રવાહમાં વધારો કરવા માટે સરકાર તેમજ ઇરડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પ્રાપ્ત થતા સરકારી અંદાજ મુજબ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ૨૦૧૨ થી શરૃ થતી નવી પંચવર્ષીય યોજના દરમિયાન એક ટ્રિલિયન ડોલરથી પણ વધુ ભંડોળની જરૃર પડશે.
પ્રવર્તમાન નિયમ મુજબ જોઈએ તો જીવન વીમા કંપનીઓએ ટ્રેડિશનલ પોલિસીના તેમના ઓછામાં ઓછા ૧૫ ટકા ફંડને ઇન્ફ્રાસ્ટ્રકચર અને હાઉસિંગ ક્ષેત્રમાં રોકાણ કરવું પડશે.
ઓગસ્ટમાં કોમોડિટી બજારોના ટર્નઓવરમાં ૪૯ ટકાનો વધારો
મુંબઈ, ગુરૃવાર
દેશના આગેવાન કોમોડિટી બજારો - એમસીએસ, એનએમસીઈ સહિત અન્ય બજારો ખાતે રૃટિન કરતા ઓછો કારોબાર થયો હોવા છતાં ચાલુ વર્ષના ઓગસ્ટ માસમાં દેશભરના ૨૩ જેટલા કોમોડિટી એક્સચેન્જના ટર્નઓવરમાં ૪૯.૩૮ ટકાનો વધારો નોંધાયો છે.
સૌથી વધુ ટર્નઓવર સોના-ચાંદીમાં
ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી)ના જણાવ્યા મુજબ દેશના ૨૩ કોમોડિટી એક્સચેન્જોમાં ઓગસ્ટ માસાં રૃા. ૯૦૪૬૮૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. જે ગત વર્ષે સમાનગાળા દરમિયાન રૃા. ૬૦૫૬૧૦ કરોડની સપાટીએ હતું.
આ સમય દરમિયાન દેશના બે આગવાન કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ તેમજ એનએમસીઈના ટર્નઓવરમાં આ સમય દરમિયાન ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ એનસીડેક્સનું ટર્નઓવર ૧૧ટકા જેટલું વધીને રૃા. ૧૦૩૧૮૬ કરોડ થવા પામ્યું હતું. આ સમય દરમિયાન સૌથી વધુ ટર્નઓવર સોના અને ચાંદીમાં નોંધાયું હતું.


Share |
  More News
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
દહેજના પ્રોજેક્ટો માટે નર્મદાનું પાણી માગતું ઓએનજીસી
અમિત જેઠવાની સોપારી આપનારને બાર દિવસનાં રિમાન્ડ
મુંબઈનાં નવા એરપોર્ટ પાસે ઈમારત નહિ બંધાય
ભાયખલાની કોલેજના તમામ વિદ્યાર્થીઓનાં શૂન્ય માર્ક
મુંબઈમાં બાઉન્સડ્ ચેકના ત્રણ લાખ કેસ પેન્ડિંગ
આઉટ સોર્સિંગ કરનારી કંપનીઓને ટેક્સમાં રાહતો નહિ મળે ઃ ઓબામા
કુરાનની હોળી રોકવા મુસ્લિમ દેશોની અમેરિકાને અપીલ
ગોલ્ડમેન સાસને બે કરોડ પાઉન્ડના દંડની શક્યતા
 
  More News
જાહેર ક્ષેત્રની બેંકો તહેવારની સીઝનમાં વ્યાજ દરમાં વધારાથી દૂર રહે તેવી શક્યતા
ગ્રેચ્યુઈટી ચુકવવાના કાયદાના ભંગ માટે એનએસઈના એમડી રવિ નારાયણને કોર્ટનું તેડું
બેંક અને પસંદગીના હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ઃ સેન્સેક્સ ૧૩૩ પોઈન્ટ ઊછળ્યો
મેચ ફિક્સીંગના વિવાદ વચ્ચે આજથી ચેમ્પિયન્સ લીગનો પ્રારંભ
યુએસ ઓપનઃ સોડરલીંગને હરાવીને ફેડરરનો સેમિ ફાઈનલમાં પ્રવેશ
પાકિસ્તાનના ચાહકોથી ભયભીત આસિફ હવે બ્રિટનમાં આશ્રય લે તેવી શક્યતા
અક્ષયકુમારે પહેલીવાર જન્મદિને પણ કામ કર્યું
બાળકીને મનાવવા માટે શાહરૃખ પોતે બાળક બન્યો
શાહિદે, નડિયાદવાલાની ફિલ્મ સાઈન કરી
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved