મુંબઈ,ગુરુવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં વિકર્મ તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૩૨૨૧૦ વાળા રૃ.૩૨૦૪૦ ખુલી રૃ.૩૨૧૫૫ બંધ રહ્યા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૧૯૧૬૫ વાળા રૃ.૧૯૦૯૦ ખુલી રૃ.૧૯૦૭૫ અને ૯૯.૯૦ના રૃ.૧૯૨૫૦ વાળા ૧૯૧૮૦ ખુલી રૃ.૧૯૧૭૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો નીચામાં ૧૨૫૧.૬૦ થઈ ૧૨૫૪.૯૦ ડોલર અને ચાંદીના ભાવો નીચામાં ૧૯.૭૫ થઈ ૧૯.૯૭ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં પણ આજે ઉછાળે નવી માંગના અભાવે નફારૃપી માનસ વેંચવાનું રહ્યું હતું. દરમિયાન ડોલરના ભાવો આજે ઉંચામાં રૃ.૪૬.૬૪ અને નીચામાં ૪૬.૨૮ રહ્યા પછી છેલ્લે રૃ.૪૬.૪૮ રહ્યા બતા. મુંબઈમાં ખાસ વેપારો ન હતા. મુંબઈમાં ચાંદીના ભાવો છેલ્લે રૃ.૩૨૧૦૦થી ૩૨૧૫૦ અને કેશમાં રૃ.૩૧૯૦૦થી ૩૧૯૫૦ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો ઘટી રૃ.૨૨૩૭૦૦ આસપાસ રહ્યા હતા.
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો આરંભમાં નરમ રહ્યા પછી વધી આવ્યા હતા. મુંબઈ એરંડા ઓકટો.ના ભાવો રૃ.૩૮૯૨ વાળા રૃ.૩૮૮૮ ખુલ્યા પછી નીચામાં રૃ.૩૮૮૦ રહી ફરી વધી રૃ.૩૯૦૦ને પાર કરી રૃ.૩૯૧૦ બંધ રહ્યા હતા, મુંબઈમાં આજે સિંગતેલના ભાવો રૃ.૮૭૦ વાળા ઉછળી ૮૮૫ રહ્યા હતા. રાજકોટ બાજુ ભાવો રૃ.૯૧૫ વાળા રૃ.૯૨૫ અને ૧૫ કિલોના રૃ.૧૪૦૦ વાળા રૃ.૧૪૨૫ રહ્યાના સમાચારો હતા. ઉત્પાદક મથકોએ સિંગદાણામાં સતત વરસાદ અને તડકાના અભાવ વચ્ચે નવા પાક પર ખથરો ઉભો થવા ઉપરાંત જૂના માલોની પાલાખાધ વચ્ચે ભાવો રોજેરોજ ઉછળતા રહ્યાના સમાચારો હતા.
રૃમાં મિશ્ર વલણ ઃ ઘર આંગણે તેજી સામે વિશ્વ બજારમાં વધ્યાભાવથી ઘટાડો
મુંબઈ રૃ બજારમાં આજે ભાવોમાં તેજી ચાલુ રહી હતી. વિવિધ મથકોએ નવી વેચવાલી ધીમી રહી હતી. સામે મિલોની તથા નિકાસકારોની છૂટીછવાઈ માંગ જળવાઈ રહી હતી. સ્પોટ પર આજે ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૭૦૦૦થી ૩૭૫૦૦ રહ્યા હતા જયારે કલ્યાણના ભાવો રૃ.૨૫૫૦૦થી ૨૭૦૦૦ રહ્યા હતા. ગુજરાત સંકર-૪ નવાના ફોરવર્ડ ભાવો સપ્ટે.ના રૃ.૩૬૦૦૦, ઓકટો.ના રૃ.૩૫૫૦૦, નવેમ્બરના રૃ.૩૫૦૦૦ અને ડિસેમ્બરના રૃ.૩૪૫૦૦ રહ્યા હતા. મહારાષ્ટ્ર લાઈનમાં હાજર ભાવો ૩૭૨૦૦ રહ્યા હતા જયારે ફોરવર્ડ ભાવો સપ્ટે.ના રૃ.૩૬૦૦૦, ઓકટો.ના રૃ.૩૫૫૦૦ અને નવેમ્બરના રૃ.૩૪૫૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણદીઠ પંજાબ બાજુ નજીકના રૃ.૩૬૪૦ અને દૂરના રૃ.૩૫૦૦, હરિયાણા બાજુ નજીકના રૃ.૩૬૦૦ અને દૂરના રૃ.૩૪૨૦ તથા ગંગાનગર બાજુ નજીકના રૃ.૩૫૪૦ અને દૂરના રૃ.૩૪૨૦ રહ્યાના સમાચારો હતા. વિવિધ મથકોએ વ્યાપક અને એકધારા વરસાદ વચ્ચે નવા પાકની આવકો, ઉત્તમ અને ગુણવત્તા અંગે ચિંતાની લાગણી રહી હોવાના નિર્દેશો હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદા બજારના ઓવરનાઈટ સમાચારો આજે તેજી અટકી પ્રત્યાઘાતી ૭૫, ૬૨, ૪૬ અને ૨૪ પોઈન્ટની નરમાઈ બતાવી રહ્યા હતા.
કોપરના ભાવો તૂટયા ઃ હિન્દુસ્તાન ઝીંકે જસત અને સીસાના ભાવો વધાર્યા
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપરના ભાવો તૂટયા હતા જયારે ટીનમાં આંચકા પચાવી આજે ભાવો ફરી વધી આવ્યા હતા. અન્ય ધાતુઓ ટકેલી રહી હતી. ટીનના ભાવો કિવ.દીઠ રૃ.૫૦૦ વધી રૃ.૧૨૨૦૦૦ રહ્યા હતા સામે કોપર વાયર બારના ભાવો રૃ.૩૦૦ તૂટી રૃ.૪૧૧૦૦ રહ્યા હતા. કોપર સ્ક્રેપ તથા બ્રાસ સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૪૦૦ તૂટયા હતા. નિકલના ભાવો રૃ.૧૧૨૦૦૦, જસતના રૃ.૧૨૪૦૦ અને સીસાના રૃ.૧૧૧૦૦ આસપાસ ટકેલા રહ્યા હતા. હિન્દુસ્તાન ઝીંકે આજે જસત તથા સીસાના ભાવો ટનના રૃ.૧૧૦૦ વધાર્યાના સમાચારો હતા. લંડન મેટલ એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો કોપરના ૭૫૬૫ ડોલર, ટીનના ૨૧૫૫૦ ડોલર, નિકલના ૨૨૬૫૦ ડોલર, એલ્યુ.ના ૨૧૩૫ ડોલર, જસતના ૨૧૬૦ ડોલર તથા સીસાના ૨૧૯૦ ડોલર રહ્યા હતા. ત્યાં આજે કોપરનો સ્ટોક ૧૧૨૫ ટન, નિકલનો ૩૨૪ ટન, એલ્યુ.નો ૫૧૫૦ ટન તથા જસતનો ૧૭૫ ટન ઘટયો હતો સામે ટીનનો સ્ટોક આજે ત્યાં ૪૦ ટન અને સીસાનો ૨૫ ટન વધ્યાના સમાચારો હતા.
ખાંડમાં ધીમો ઘટાડો ઃ ઓકટોબર માટે લેવી ખાંડનો વધુ કવોટા છૂટ્ટો કરવામાં આવશે
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે પાંખા વેપારો વચ્ચે ભાવો રૃ.૫થી ૧૦ નરમ રહ્યા હતા. હાજરમાં ભાવો રૃ.૨૬૨૫થી ૨૬૭૦ અને સારાના રૃ.૨૬૬૫થી ૨૭૭૦ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીમાં ભાવો રૃ.૨૬૦૦થી ૨૬૨૦ અને સારાના રૃ.૨૬૪૦થી ૨૬૮૦ રહ્યા હતા. મોડી સાંજે ભાવો નાકા ડિલીવરીના રૃ.૨૬૦૦થી ૨૬૪૦ અને સારાના રૃ.૨૬૨૫થી ૨૬૯૦ રહ્યાના સમાચારો હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી જેટલા નીચા રહ્યાના સમાચારો હતા. દરમિયાન, કેન્દ્ર સરકારે લેવી કવોટા તરીકે ઓકટો. મહિના માટે ૨ લાખ ૪૭ હજાર ટન ખાંડ છૂટી કરવાનો નિર્ણય કર્યો છે. જે સપ્ટે. મહિના માટે ૨ લાખ ૨૮ હજાર ટન આપવામાં આવ્યો છે.
એરંડા વાયદો ફરી વધ્યો ઃ સિંગદાણા ઉછળતાં સિંગખોળમાં પણ તેજીનો ચમકારો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો આરંભમાં નરમ રહ્યા પછી વધી આવ્યા હતા. મુંબઈ એરંડા ઓકટો.ના ભાવો રૃ.૩૮૯૨ વાળા રૃ.૩૮૮૮ ખુલ્યા પછી નીચામાં રૃ.૩૮૮૦ રહી ફરી વધી રૃ.૩૯૦૦ને પાર કરી રૃ.૩૯૧૦ બંધ રહ્યા હતા, ૮૦ ટનના વેપારો થયા હતા જે બુધવારે ૧૦૦ ટનના થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદા બજારમાં ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૯૬૫ વાળા જો કે ઉંચા મથાળે ટકેલા રહ્યા હતા જયારે દિવેલના ભાવો કોમર્શિયલના રૃ.૮૨૩, બીએસએસના રૃ.૮૩૩ અને એફએસજી કંડલાના રૃ.૮૨૫ના મથાળે ટકેલા રહ્યા હતા. મથકોએ નવી આવકોમાં વરસાદના કારણે વિલંબની ભીતિ અને હાજરમાં પાલાખાધ વચ્ચે એરંડા હાજરમાં મજબૂતાઈ જળવાઈ રહી હતી. એરંડાની આવકો આજે ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ ૨૫૦૦ ગુણી આવી હતી અને ત્યાં મથકોએ એરંડાના હાજર ભાવો ગામડાના રૃ.૭૭૦થી ૭૭૨ રહ્યા હતા. રાજકોટ નવો વાયદો રૃ.૩૬૬૮ ખુલી છેલ્લે રૃ.૩૬૯૫ આસપાસ રહ્યાના નિર્દેશો હતા. હૈદ્રાબાદ બાજુ આજે ૧૭૫થી ૨૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૩૫૦૦ અને દિવેલના રૃ.૭૯૫ રહ્યાના સમાચારો હતા. ઈન્દોર સોયાતેલ નવો વાયદો છેલ્લે રૃ.૪૯૦.૨૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સિંગતેલના ભાવો રૃ.૮૭૦ વાળા ઉછળી ૮૮૫ રહ્યા હતા. રાજકોટ બાજુ ભાવો રૃ.૯૧૫ વાળા રૃ.૯૨૫ અને ૧૫ કિલોના રૃ.૧૪૦૦ વાળા રૃ.૧૪૨૫ રહ્યાના સમાચારો હતા. ઉત્પાદક મથકોએ સિંગદાણામાં સતત વરસાદ અને તડકાના અભાવ વચ્ચે નવા પાક પર ખથરો ઉભો થવા ઉપરાંત જૂના માલોની પાલાખાધ વચ્ચે ભાવો રોજેરોજ ઉછળતા રહ્યાના સમાચારો હતા. સિંગદાણા વધતાં સિંગતેલંમાં પણ તેજી શરૃ થઈ હોવાનિં જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈમાં પામતેલના ભાવો રૃ.૪૬૭ તથા સોયાતેલ રિફા.ના રૃ.૪૭૮ના મથાળે ટકેલા રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો રૃ.૫૦૦ વાળા રૃ.૫૦૫ રહ્યા હતા જયારે કોપરેલના ભાવો વધતા અટકી રૃ.૬૩૦ના મથાળે ટકેલા રહ્યા હતા. સન ફલાવરના ભાવો રૃ.૫૧૫ વાળા રૃ.૫૨૦ તથા રિફા.ના રૃ.૫૭૦ વાળા રૃ.૫૭૫ રહ્યા હતા.ખોળ બજારમાં આજે કપાસિયા ખોળના ભાવો રૃ.૩૦૦ વધી રૃ.૧૩૩૦૦ રહ્યા હતા જયારે સોયાખોળના ભાવો રૃ.૩૦૦ વધી રૃ.૧૩૩૦૦ રહ્યા હતા જયારે સોયાખોળના ભાવો રૃ.૩૦૦ વધી રૃ.૧૭૮૦૦ રહ્યા હતા. અન્ય ખોળો ટકેલા રહ્યા હતા.
|